તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રજાને મોંઘવારીમાં રાહત આપવામાં નિષ્ફળ ગયેલી સરકાર સતત ગરીબ અને મધ્યમવર્ગને કડવા ડોઝ આપી રહી છે. મુશ્કેલીથી ભરેલા આ સમયમાં વધુ એક કડવા ડોઝ આપવાના ભાગરૂપે સરકારે નવા નાણાકીય વર્ષમાં મધ્યમવર્ગ પર વધુ એક પ્રહાર કર્યો છે. સરકારે 1લી એપ્રિલથી અમલી બને તે રીતે બચત થાપણો પર વાર્ષિક ધોરણે મળતા વ્યાજના દરોમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ વ્યાજ દર વર્તમાન 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)પર વાર્ષિક ધોરણે મળતા 7.1 ટકા વ્યાજને પણ 0.6 બેસિસ પોઇન્ટ ઘટાડી 6.4 ટકા કરી દીધા છે.
Govt cuts interest rates on small savings wef from April 1
— ANI (@ANI) March 31, 2021
Savings deposit revised from 4% to 3.5%,annually.
PPF rate down from 7.1% to 6.4%,annually.
1 yr time deposit revised from 5.5% to 4.4%,quarterly.
Senior citizen savings schemes rate down from 7.4% to 6.5%,quarterly&paid pic.twitter.com/x05Hko3vho
આ ઉપરાંત ત્રિમાસિક ધોરણે એક વર્ષની થાપણો પરના વ્યાજદરો 5.5 ટકાથી ઘટાડીને 4.4 ટકા કરી દેવામાં આવ્યા છે.
નાણાં મંત્રાલયે દરોમાં ઘટાડા અંગે જાહેરાત કરી
નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે નાની બચત યોજના પરના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે નાની બચત યોજનાઓ પર નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરમાં 50-100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્રિમાસિક ધોરણે આ વ્યાજદરોમાં ફેરફાર કરવામાં આવશે. મંત્રાલયે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSC) પરના વ્યાજ દર પણ ઘટાડીને 5.9 ટકા કરાયા છે. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજના પર હવે 6.9 ટકા વ્યાજ મળશે.
પાંચ વર્ષના મંથલી ઈન્કમ અકાઉન્ટ સ્કીમનું વ્યાજ ઘટીને 5.7 ટકા
પાંચ વર્ષના મંથલી ઈન્કમ અકાઉન્ટ સ્કીમ પરનું વ્યાજ 6.6 ટકાથી ઘટાડી 5.7 ટકા કરવામાં આવ્યું છે, જે માસિક ધોરણે ચુકવણીપાત્ર બને છે. એક વર્ષની થાપણ પરનું વ્યાજ 4.4 ટકા જ્યારે 5 વર્ષની થાપણ પરનું વ્યાજ 5.8 ટકા રહેશે.
પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરાયું
પોસ્ટ ઓફિસ બચત ખાતા પરના વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે બચત ખાતા પર 4 ટકાને બદલે 3.5 ટકા વ્યાજ મળશે, જ્યારે 5 વર્ષની RD સ્કીમ પર 5.3 ટકા વ્યાજ મળશે. કિસાન વિકાસપત્રમાં નાણાં બમણા થવાની મુદત 124 મહિના (6.9 ટકા)થી વધી 138 મહિના (6.2 ટકા) થઈ ગઈ છે.
સિનિયર સિટિઝનને મળતા વ્યાજમાં પણ ઘટાડો
સિનિયર સિટિઝન માટેની બચત યોજનાઓ પર પણ ત્રિમાસિક ધોરણે તથા ચૂકવવાના થતા વ્યાજ 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે 1લી એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ 2021-22 માટે આ નવા વ્યાજદરોને અમલી બનાવ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.