છત્તીસઢના કોરબામાં દીપકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા આધેડ અને વૃદ્ધ મજૂરોને લોખંડના પાઈપ વડે નિર્દયતાથી મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ બંને મજૂરો હાથ જોડીને દયાની ભીખ માંગી રહ્યાં છે. પરંતુ શખ્સ બેરહેમીથી માર માર્યો તેને સહેજ પણ દયા ન આવી. માર મારતી વખતે સળિયાનો એક ભાગ વળી ગયો, પછી તેને પગથી સીધો કર્યા બાદ ફરીથી માર મારવા લાગે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ દીપકાનો રહેવાસી છે અને આ નિર્દયી કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયામાં પોતે જ વાઈરલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.