• Gujarati News
  • National
  • The Medical Dealer Strangled 2 Children; He Also Committed Suicide With His Wife, Before All Of Them Had Tea Together

કરૂણાંતિકા:દવાના વેપારીએ 2 બાળકોને ગળે ફાંસો લગાવ્યો; પત્ની સાથે પોતે પણ આત્મહત્યા કરી, આની પહેલા બધાએ સાથે ચા પીધી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવુ ઘર ખરીદવા માટે અખિલેશે વ્યાજ પર પૈસા તથા બેન્ક પાસેથી લોન લીધી હતી
  • સુસાઈડ નોટમાં પરિવાર આર્થિક તંગીનો શિકાર થયો હોવાનો ઉલ્લેખ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. દેવામાં ડૂબી ગયેલા એક દવાના વેપારીએ તેના બંને બાળકોને ગળે ફાંસો લગાવીને મોતને ઘાટ ઉતાર્યા, ત્યારપછી એણે પણ પત્ની સાથે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ પરિવાર ગત વર્ષે દિવાળીમાં પોતાના નવા ઘરે શિફ્ટ થયો હતો. ચારેયના શબ ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પાડોશીઓની સૂચનાને આધારે પોલીસે ઘટનાસ્થળ પર આવીને તપાસ હાથ ધરી.

લોખંડની ગ્રીલ પર મૃતદેહ લટકતા હતા
આ ઘટના શાહજહાંપુરના ચૌક પોલિસ સ્ટેશન વિસ્તારના કચ્ચા કટરાની છે. અહીંયા દવાના વેપારી અખિલેશ ગુપ્તાનો સમગ્ર પરિવાર ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં જોવા મળ્યો હતો. પાડોશીઓએ જણાવ્યું હતું કે અમે સવારે અખિલેશને ફોન કર્યો હતો પરંતુ એણે ઉપાડ્યો નહોતો. જેથી આસપાસના અન્ય લોકો સાથે મળીને અમે આશરે 2 કલાક સુધી સતત અખિલેશને ફોન લગાવ્યો હતો પરંતુ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા સામે ના આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

ઘરમાં પરિવાર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો
પાડોશીએ જણાવ્યું હતું કે અમે પોલીસની સાથે ઘરમાં પ્રવેશ કર્યો. જ્યાં અમે જોયું કે અખિલેશનો શબ લોખંડની જાળી પર લટકી રહ્યો હતો. ત્યારપછી લોખંડની જાળી પર એની પત્ની રેશુનો મૃતદેહ જોવા મળ્યો હતો. એના સિવાય 12 વર્ષનો પુત્ર શિવાંક રૂમની અંદરની ગ્રિલ સાથે ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં જોવા મળ્યો હતો. જ્યારે 6 વર્ષની પુત્રી અર્ચિતાનો મૃતદેહ ઓરડાના દરવાજેથી લટકતો મળી આવ્યો હતો.

ગળે ફાંસો ખાધા પહેલા દરેકે ચા પીધી
પોલીસના જણાવ્યા પ્રમાણે પહેલા પરિવારના 4 સભ્યોએ એકસાથે બેસીને ચા પીધી હતી. ત્યારપછી દરેકે આત્મહત્યા કરી હશે. તો બીજી બાજુ પોલીસે અનુમાન લગાવ્યું છે કે પહેલા બાળકોની ચામાં નશાયુક્ત પદાર્થ ઉમેર્યા પછી આત્મહત્યા કરાવડાવી હશે. પોલીસને ઘટનાસ્થળ પર એક સુસાઈડ નોટ મળી હતી, જેમાં આર્થિક તંગીને કારણે પરિવારે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ આદરી છે.

દિવાળી દરમિયાન નવા ઘરમાં શિફ્ટ થયા હતા
અખિલેશ બરેલીના ફરિદાબાદનો નિવાસી છે. છેલ્લા 5-6 વર્ષથી તે શાહજહાંપુરમાં ભાડાના ઘરમાં રહેતો હતો. ગત દિવાળીના તહેવાર પર એણે નવુ ઘર બનાવ્યું હતું અને ગૃહ પ્રવેશ પણ કર્યો હતો. નવુ ઘર લેવા માટે એણે વ્યાજ પર પૈસા અને બેન્ક પાસેથી લોન લીધી હતી.

દેવમાં ડૂબ્યો હોવાથી આર્થિક તંગી સર્જાઈ
હવે આ દેવું એનું માથાનો દુઃખાવો બની ગયું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અખિલેશ ગુપ્તા પાસે એક મેડિસિન એજન્સી પણ હતી. જેમાં એને ભારે નુકસાન થયું હતું. જેના કારણે એ દેવામાં ડૂબી ગયો હતો. સુસાઈડ નોટ પરથી સામે આવ્યું હતું કે પરિવાર આર્થિક તંગીનો શિકાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...