તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પતંજલિની કોરોના વેક્સિન કોરોનિલનું સમર્થન કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને આડે હાથ લીધા છે. IMAએ સોમવારે કહ્યું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)ના નિયમો મુજબ, કોઈ પણ ડોકટર અન્ય કોઈ દવાનું પ્રમોશન ન કરી શકે. હર્ષવર્ધન પોતે ડોકટર છે, તેથી તેઓએ નિયમો વિરૂદ્ધ કામ કર્યું છે. કોરોનિલ દવાને લઈને પતંજલિના દાવાઓને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ ફગાવી ચુક્યું છે.
શું કહ્યું હતું WHOએ?
WHOએ 19 ફેબ્રુઆરીની સાંજે સ્પષ્ટ કરી દિધું હતું કે તેને કોઈ પણ ટ્રેડિશનલ મેડિસિનનું ન તો કોઈ રિવ્યૂ કર્યું છે કે ન તો કોઈને સર્ટિફિકેટ આપ્યું છે. WHO સાઉથ-ઈસ્ટ એશિયાએ સોશિયલ મીડિયાની મદદથી આ વાતની જાણકારી આપી હતી.
19 ફેબ્રુઆરીએ લોન્ચ કરી હતી દવા
યોગ ગુરૂ બાબા રામદેવે 19 ફેબ્રુઆરીએ કોરોનાની દવા લોન્ચ કરી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યાં. આ દરમિયાન કોરોનાની ફર્સ્ટ એવિડન્સ બેઝ્ડ મેડિસિન પર સાયન્ટિફિક રિસર્ચ પેપર રજૂ કરાયા હતા.
રામદેવનો દાવો- દવા WHO સર્ટિફાઈડ છે
કાર્યક્રમમાં આર્યુવેદિક ફર્મના કો-ફાઉન્ડર રામદેવે દાવો કર્યો હતો કે આર્યુવેદિક દવા WHO સર્ટિફાઈડ છે. તેઓએ કોરોનિલને કોરોનાની સારવાર માટે ઉત્કૃષ્ટ દવા હોવાનો દાવો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તેના ક્લિનિકલ ટ્રાયલ પણ કરવામાં આવ્યા છે.
જે બાદ પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ ચોખવટ કરી હતી.તેઓએ કહ્યું હતું કે કોરોનિલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ સર્ટિફિકેટ (CPP) આપ્યું છે. WHO કોઈ પણ દવાને મંજૂર કે નામંજૂર નથી કરતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.