તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Who Is The Matua Community That Attracted The Most Attention During PM Modi's Visit To Bangladesh And What Is Their Significance On The Political Front?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં સત્તાની સીડી એટલે મતુઆ સમુદાય:PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસમાં સૌનું ધ્યાન આકર્ષનાર મતુઆ સમુદાય કોણ છે અને તેમનું રાજકીય મોરચે શું મહત્વ છે?

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટા પ્રમાણમાં મતુઆ સમુદાયની વસ્તી બાંગ્લાદેશ તથા ભારતમાં વસવાટ કરે છે. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
મોટા પ્રમાણમાં મતુઆ સમુદાયની વસ્તી બાંગ્લાદેશ તથા ભારતમાં વસવાટ કરે છે. (ફાઈલ ફોટો)
  • દેશના વિભાજન બાદ બાંગ્લાદેશમાં ધાર્મિક શોષણ થતા મોટી સંખ્યામાં મતુઆ સમુદાયે ભારતમાં આશ્રરો લીધો હતો
  • CAAને લીધે ભારતમાં તેમના નાગરિકતા તથા વસવાટ માટે ઉજળી સંભાવના સર્જાતા આ સમુદાય ભાજપ તરફ વળી રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. પાકિસ્તાનથી અલગ થઈ એક સ્વતંત્ર દેશ તરીકે બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ તેમ જ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુ રહેમાનનની જન્મ શતાબ્દીને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ વિશેષ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ રાજકીય દ્રષ્ટિકોણથી પણ ઘણુ મહત્વ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના લોકોની પણ મુલાકાત લીધી છે. મતુઆ મહાસંઘના સંસ્થાપક હરિચંદ્ર ઠાકુરના ઓરકાંડી મંદિર અને સુગંધા શક્તિપીઠની પણ મુલાકાત લીધી, જે હિંદુ ધર્મમાં દર્શાવેલા 51 શક્તિપીઠ પૈકી એક માનવામાં આવે છે.

બંગાળમાં મતુઆ સમુદાયનું રાજકીય મહત્વ
હવે પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયની મોટી સંખ્યા વસ્તી રહેલી છે. આ સમુદાયની વસ્તી 2 કરોડથી વધારે હોવાનું માનવામાં આવે છે તેમ જ બંગાળના નદિયા અને ઉત્તર તથા દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 40થી વધારે વિધાનસભા બેઠકો પર તેમનું ખૂબ જ મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે.લોકસભા ચૂંટણીઓમાં આ વિસ્તારની ઓછામાં ઓછી સાત સંસદીય બેઠક પર તેમના મતો નિર્ણય ભૂમિકા ભજવે છે. વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં PM મોદીએ બંગાળમાં ચૂંટણી અભિયાનની શરૂઆત વીણાપાણિ દેવીના આશીર્વાદ મેળવી કરી હતી.

વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં PM મોદીએ બંગાળમાં ચૂંટણી અભિયાનની શરૂઆત વીણાપાણિ દેવીના આશીર્વાદ મેળવી કરી હતી (ફાઈલ ફોટો)
વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં PM મોદીએ બંગાળમાં ચૂંટણી અભિયાનની શરૂઆત વીણાપાણિ દેવીના આશીર્વાદ મેળવી કરી હતી (ફાઈલ ફોટો)

બીનાપાણિ દેવીને આ સમુદાયના લોકો બંગાળમાં 'બોરોમા' એટલે કે 'બડી માં' તરીકે સંબોધિત કરે છે. તે સમાજ સુધારક હરિચંદ્ર ઠાકુરના પરિવારમાંથી આવે છે, જેમણે વર્ષ 1860ના દાયકામાં સમાજને સ્થાપિત વર્ણ વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે આ સમુદાયના લોકોને એકજૂટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમુદાયના લોકો હરિચંદ્ર ઠાકુરને ભગવાનની જેમ પૂજે છે, તેમનો જન્મ અવિભાજ્ય ભારતના એક ગરીબ અછૂત નમોશૂદ્ર પરિવારમાં થયું હતું. હવે આ ભાગ બાંગ્લાદેશમાં છે. બીનાપાણિ દેવીના 5 માર્ચ,2019ના રોજ 100 વર્ષની ઉંમરે કોલકાતામાં અવસાન થયું હતું.

બિનાપાનિ દેવી (ફાઈલ ફોટો)
બિનાપાનિ દેવી (ફાઈલ ફોટો)

ધાર્મિક શોષણનો ભોગ બનતા મતુઆ સમુદાયે ભારતમાં આશ્રરો લીધો હતો
એવું માનવામાં આવે છે કે વર્ષ 1947માં સ્વતંત્રતા સાથે વિભાજન તથા અલગ રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનનો ઉદય થયા બાદ આ સમુદાયના લોકો ધાર્મિક શોષણથી તંગ આવી 1950ના દાયકાથી તંગ આવી પૂર્વી પાકિસ્તાનમાં આવેલા આ વિસ્તારમાંથી ભારતમાં સ્થળાંતર શરૂ કર્યું હતું. ધીમે ધીમે અહીં રહેતા આ સમુદાયના લોકો મોટી સંખ્યામાં અહીં મતદાતા ઓળખકાર્ડ પણ બનાવી લીધા અને રાજ્યના રાજકારણ પર વ્યાપક અસર કરવા લાગ્યા. અગાઉ આ સમુદાય ડાબેરી તરફી વલણ ધરાવતા હતા. પણ બાદમાં ધીમે ધીમે મમતા બેનર્જી તરફ શિફ્ટ થવા લાગ્યા.

નાગરિકતા સુધારા કાયદા (CAA) નો સૌથી વધુ લાભ આ સમુદાયને
શરૂઆતમાં ડાબેરી ત્યારબાદ મમતા અને હવે આ સમુદાય ભાજપ તરફી હોવાનું માનવામાં આવે છે. તેની પાછળનું એક મોટું કારણ નાગરિકતા સુધારા કાયદો માનવામાં આવે છે. હકીકતમાં વર્ષ 2003માં નાગરિક કાયદામાં જે પરિવર્તન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને લાગ્યું હતું કે ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરવાના બદલ તેમને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવી શકે છે, પણ ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા કાયદો (CAA) લાવ્યા બાદ અહીં શરણ અને નાગરિકતા મળવાની તેમનામાં આશા જન્મી છે, જેને લીધે આ સમુદાય ભાજપ તરફી હોવાનું માનવામાં આવે છે.

વર્ષ 2019માં લોકસભા ચૂંટણીના પરિણામોના આધારે કહેવામાં આવે છે. શાંતનુ ઠાકુર કે જેઓ ભાજપની ટિકિટ પર બનગાંવથી 1 લાખ કરતા વધારે મતોથી જીત હાંસલ કરી હતી. ભાજપ સાંસદ શાંતનું ઠાકુર, બીનાપાણિ દેવીના નાના દિકરા કૃષ્ણ ઠાકુરના દિકરા છે, જેમને વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં તેમના પરિવારના મમતા બાલા ઠાકુરને હરાવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાંથી ભાજપના સાંસદ શાંતનુ ઠાકુર (ફાઈલ ફોટો)
પશ્ચિમ બંગાળમાંથી ભાજપના સાંસદ શાંતનુ ઠાકુર (ફાઈલ ફોટો)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો