તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Market Will Open According To The Odd Even Method, The Metro Will Run With 50% Capacity; Kejriwal Said 37,000 Cases Could Be Found In The Next Peak

દિલ્હીમાં છૂટછાટવાળું લોકડાઉન:અનલોકમાં પણ કેજરીવાલ સરકારની ઓડ-ઈવન ફોર્મ્યુલા, 50% ક્ષમતા સાથે મેટ્રો દોડશે

નવી દિલ્હી11 દિવસ પહેલા
કેજરીવાલે જણાવ્યું હતું કે સરકારી ઓફિસોમાં ગ્રુપ-એના અધિકારીઓએ 100% અને બાકીના 50% ક્ષમતા સાથે કામ કરી શકશે.
  • કેજરીવાલે કહ્યું- આગામી પીકમાં 37 હજાર કેસ મળી શકે છે
  • દિલ્હીમાં સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બજારો-મોલ ખુલ્લાં રહેશે
  • દિલ્હીમાં અગાઉથી જ બાળકો માટેની અલગ વ્યવસ્થાઓ કરવામાં આવશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાથી સ્થિતિ પર શનિવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીને અનલોક કરવાની સરકારની યોજનાઓ બાબતે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં કેટલીક વધુ છૂટછાટો સાથે લોકડાઉન ચાલુ જ રહેશે. બજાર, મોલ ઓડ-ઈવન મુજબ ખૂલશે. એનો સમય સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. જોકે કેજરીવાલે એ સ્પષ્ટ કર્યું ન હતું કે આ વ્યવસ્થા ક્યારથી લાગુ થશે. આમ તો દિલ્હીમાં લોકડાઉન 7 જૂનની સવારે 5 વાગ્યા સુધી લાગુ છે.

દિલ્હીમાં 50% મુસાફરોની ક્ષમતા સાથે મેટ્રો દોડશે.
દિલ્હીમાં 50% મુસાફરોની ક્ષમતા સાથે મેટ્રો દોડશે.

તેમણે કહ્યું હતું કે મેટ્રો 50% ક્ષમતા સાથે દોડશે. આગામી સપ્તાહે કોરોનાની સ્થિતિ જોઈને વધુ છૂટછાટો અપાશે. કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતું કે ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી માટે શુક્રવારે જ 6 કલાક સુધીની બેઠક ચાલી હતી. અમે ત્રીજી લહેરમાં દરરોજ 37 હજાર કેસ સુધી પીક માનીને તૈયારી કરીશું. બેડ, ઑક્સિજન, દવા અને આઇસીયુને જેટલી જરૂરિયાત રહેશે એ બાબતે અંદાજો મેળવવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં બજાર, મોલ ઓડ-ઈવન પદ્ધતિ મુજબ ખૂલશે.
દિલ્હીમાં બજાર, મોલ ઓડ-ઈવન પદ્ધતિ મુજબ ખૂલશે.

બાળકો માટે અલગથી વ્યવસ્થા કરાશે
કેજરીવાલે જણાવ્યું હતું કે ત્રીજી લહેરમાં બાળકો પર વધુ જોખમ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલા માટે અમે દરેક હોસ્પિટલમાં બાળકો માટે અલગથી વ્યવસ્થા કરીશું. બેડથી લઈને દવા સુધી બાળકોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવશે.

ઓફિસોમાં મર્યાદામાં કર્મચારીઓની ઉપસ્થિતિ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી ઓફિસોમાં ગ્રુપ-એના 100% અધિકારીઓ કામ કરશે. આ ઉપરાંત ગ્રુપ-બીમાં સ્ટાફ 50% ક્ષમતા સાથે કામ કરશે. જરૂરિયાતની સેવાઓ સંબંધિત ઓફિસોમાં 100% કર્મચારીઓ કામ કરી શકે છે, જ્યારે પ્રાઈવેટ ઓફિસમાં 50% મેન પાવર સાથે ખોલી શકાશે.

બે જિનોમ સિક્વેસિંગ લેબ તૈયાર કરી રહ્યા છે
તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં બે જિનોમ સિક્વેસિંગ લેબ બનાવવામાં આવી રહી છે, જેથી અમે પણ જોઈ શકીએ કે અમાટે ત્યાં કયા વેરિયન્ટને કારણે કેસ વધી રહ્યા છે. ત્યાર બાદ અમે નિષ્ણાતોના અભિપ્રાય લઈને યોજના બનાવી શકીએ છીએ. અમે આ લહેરમાં જોયું કે વ્હોટ્સએપ પર મોટી સંખ્યામાં દવાઓ સજેસ્ટ કરવામાં આવી રહી હતી. આ માટે ડોકટરોની ટીમ બનાવાશે. ડોકટર જણાવશે કે કંઈ દવા લેવી જોઈએ અને કંઈ નહીં.

19 એપ્રિલે લગાવાયું હતું લોકડાઉન
દિલ્હીમાં લોકડાઉન 19 એપ્રિલના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એને 5 વખત લંબાવવામાં આવ્યું હતું અને જોકે 7 જૂનની સવારે 5 વાગ્યા સુધી લાગુ છે. અનલોકના પ્રથમ તબક્કામાં બે બાબતોમાં 31 મે સુધી છૂટ આપવામાં આવી હતી. આમાં બાંધકામ પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરવાની મંજૂરી સામેલ છે.

ગઇકાલે દિલ્હીમાં 523 કેસ નોંધાયા
આ પહેલાં શુક્રવારે દિલ્હીમાં 523 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 1,116 લોકો સાજા થયા અને 50 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 14.28 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 13.95 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 24,497 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં 8,060 દર્દી સારવાર હેઠળ છે.

દિલ્હીમાં પ્રાઈવેટ ઓફિસમાં 50% કર્મચારીઓ સાથે કામ કરી શકાશે.
દિલ્હીમાં પ્રાઈવેટ ઓફિસમાં 50% કર્મચારીઓ સાથે કામ કરી શકાશે.