• Gujarati News
  • National
  • The Man Delivered The Woman Due To Labor Pains, The Hospital Staff Refused To Admit Her

રસ્તા પર બાળકનો જન્મ; VIDEO:મહિલાને પ્રસૂતિપીડા ઊપડતાં પુરુષે કરાવી ડિલિવરી, હોસ્પિટલ સ્ટાફે દાખલ કરવાનો ઈનકાર કર્યો હતો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંધ્રપ્રદેશના તિરુપતિમાં એક મહિલાએ હોસ્પિટલની બહાર રોડ પર બાળકને જન્મ આપ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, તિરુપતિના મેટરનિટી હોસ્પિટલે મહિલાને દાખલ કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ મહિલાને પીડા શરૂ થઈ, તે સમયે લોકોએ હોસ્પિટલની સામેના રસ્તા પર જ તેની ડિલિવરી કરાવી. જોકે, ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

મહિલાએ જ્યાં હોસ્પિટલની બહાર બાળકને જન્મ આપ્યો ત્યાં100 બેડની મેટરનિટી હોસ્પિટલ છે. વાઇરલ વીડિયોમાં કેટલીક મહિલાઓ સગર્ભા મહિલાને રસ્તા પર ચાદરથી ઢાંકતી જોવા મળી રહી છે. તેમજ એક વ્યક્તિ પણ દેખાય છે. વાઇરલ વીડિયોમાં શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તે વ્યક્તિએ જ ડિલિવરી કરવામાં મદદ કરી હતી. તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતો હોવાનું કહેવાય છે.

આ વાઇરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ છે. જેમાં એક મહિલા અને એક પુરુષે ડિલિવરીમાં મદદ કરી હતી.
આ વાઇરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ છે. જેમાં એક મહિલા અને એક પુરુષે ડિલિવરીમાં મદદ કરી હતી.

હોસ્પિટલના સ્ટાફે દાખલ કરવાનો ઈનકાર કર્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા છત્તીસગઢના બિલાસપુરની રહેવાસી છે. તિરુપતિ મેટરનિટી હોસ્પિટલના સ્ટાફે મહિલાને દાખલ કરવાનો ઈનકાર કર્યો હતો કારણ કે તેની સાથે કોઈ અટેન્ડન્ટ ન હતો. હોસ્પિટલમાંથી બહાર આવતા જ મહિલાને ડિલિવરીનો દુખાવો થવા લાગ્યો, જેથી ત્યાં હાજર લોકોએ તેની મદદ કરી.

ડિલિવરી પછી મહિલા અને બાળકને દાખલ કરવામાં આવ્યા
ડિલિવરી બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે મહિલા અને બાળકને દાખલ કર્યા હતા. તિરુપતિ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીહરિએ કહ્યું કે હવેથી એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે જો સગર્ભા મહિલા સાથે કોઈ અટેન્ડન્ટ ન હોય તો પણ તેને દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...