• Gujarati News
  • National
  • The Main Cause Of The 16 Km Long Tunnel Under The City Is Landslide; NTPC And Helang Bypass Project Put On Hold

જોશીમઠમાં ડોર-ટુ-ડોર સર્વે શરૂ:જમીન ધસી પડવાનું મુખ્ય કારણ શહેરની નીચેથી પસાર થતી 16 કિમી લાંબી ટનલ; NTPC અને હેલંગ બાયપાસ પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યો

જોશીમઠએક મહિનો પહેલાલેખક: મનમીત
શુક્રવારે સવારે પણ જોશીમઠમાં અધિકારીઓનો સર્વે ચાલુ રહ્યો હતો.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જમીન અને પર્વતો ધસી રહ્યા છે. જોશીમઠના 561 ઘરોમાં તિરાડો પડી છે. આપત્તિના ભણકારાને કારણે કેન્દ્ર સરકારે NTPC તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને હેલંગ બાયપાસ પરનું કામ આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન, ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે, વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સહિત નિષ્ણાતોની ટીમે જોશીમઠમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કર્યો હતો.

સૌથી મોટો સવાલ- શું 1976ની મિશ્રા કમિટીના રિપોર્ટને અવગણવામાં આવ્યો
જોશીમઠમાં જમીન ધસી પડવી તે કોઈ નવી વીત નથી. 1976ની મિશ્રા કમિટીના રિપોર્ટમાં જોશીમઠમાં જમીન ધસી પડવાની વાત કહેવામાં આવી હતી. મિશ્રા કમિટી મુજબ જોશીમઠ મોટા ભવન બનાવવાનું 1962 બાદથી શરુ થયું. ત્યારે પણ લોકોઅ ભુસ્ખલન થવાની ફરિયાદો કરી હતી. ત્યારબાદ મિશ્રા કમિટીની રચના કરવામાં આવી હતી.

રિપોર્ટમાં આ જણાવાયું હતુ- જોશીમઠમાં ઘણી એજન્સીઓએ જંગલોનો નાશ કર્યો છે. ખડકાળ ઢોળાવ ખુલ્લા અને ઝાડ વગરના થઈ ગયા છે. જોશીમઠ લગભગ 6,000 મીટરની ઉંચાઈ પર આવેલું છે, પરંતુ વૃક્ષોને 8,000 ફૂટ પાછળ ધકેલી દીધા છે. વૃક્ષોના અભાવે ધોવાણ અને ભૂસ્ખલનનું પ્રમાણ વધ્યું છે. ઉચ્ચ પર્વત શિખરો કુદરતી આપત્તિઓ માટે ખુલ્લા થઈ ગયા છે. નીચે સરકતા મોટા પથ્થરોને અટકાવવા માટે કંઈ જ નથી.

રિપોર્ટમાં સલાહ આપવામાં આવી હતી કે જોશીમઠમાં ભારે બાંધકામનું કામ બંધ કરી દેવુ જોઈએ. રસ્તાના સમારકામ અને અન્ય બાંધકામ માટે મોટા પથ્થરોનું ખોદકામ અથવા બ્લાસ્ટ કરીને દૂર કરવામાં ન આવે. આ વિસ્તારમાં વૃક્ષો અને ઘાસ વાવવા માટે મોટી ઝુંબેશ ચલાવવામાં આવે. નક્કર ડ્રેનેજ સિસ્ટમ પણ બનાવવી જોઈએ.

શું શહેરની નીચે 16 કિમી લાંબી ટનલ ડૂબી જવાનું મુખ્ય કારણ છે?
ફેબ્રુઆરી 2021માં તપોવન હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં પૂરને કારણે ઘણું નુકસાન થયું હતું. કાટમાળ ટનલમાં ઘૂસી ગયો હતો. હવે ટનલ બંધ છે. પ્રોજેક્ટની 16 કિમી લાંબી ટનલ જોશીમઠની નીચેથી પસાર થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટનલમાં કદાચ ગેસ બની રહ્યો છે, જે ઉપરની તરફ દબાણ બનાવી રહ્યો છે. આ જ કારણ છે કે જમીન ધસી રહી છે.

જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના કન્વીનર અતુલ સતીનું કહેવું છે કે અકસ્માત બાદ જમીન ધસી જવાની ઘટના વધી છે. ટનલ કદાચ પાણીથી ભરાઈ ગઈ છે.

જોશીમઠમાં ભૂસ્ખલનથી કોને થશે અસર?
અલકનંદા નદી તરફ આગળ વધતા શહેરને કારણે 561 મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. હવે આ તિરાડોમાંથી પણ પાણી નીકળવા લાગ્યું છે. તે પછી ઘણા લોકોએ ઘર છોડી દીધા છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ચેતવણી આપી છે કે તાત્કાલિક નિર્ણાયક પગલાં નહીં લેવામાં આવે
તો મોટી દુર્ઘટના થઈ શકે છે. જોશીમઠનું અસ્તિત્વ ધ્વસ્ત થઈ શકે છે. હોટેલ વ્યૂ અને મલેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ આગળના આદેશો સુધી ધર્મશાળાનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે.

રવિગ્રામ વોર્ડમાં સૌથી વધુ 561 ઘરોમાં તિરાડો
જોશીમઠમાં જમીન ધસી પડતાં કુલ 561 મકાનો અને દુકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલ છે. જેમાં સૌથી વધુ અસર રવિગ્રામ વોર્ડના 153 મકાનો છે. 561માંથી ગાંધીનગર વોર્ડમાં 127, મારવાડી વોર્ડમાં 28, લોઅર બજાર વોર્ડમાં 24, સિંહધાર વોર્ડમાં 52, મનોહર બાગ વોર્ડમાં 71, ઉપલા બજાર વોર્ડમાં 29, સુનીલ વોર્ડમાં 27, 50 પારાસરી અને રવિગ્રામમાં 153 મકાનો અને દુકાનોમાં તિરાડો પડી જવાના અહેવાલ છે.

અત્યાર સુધીમાં 38 પરિવારોને ખસેડાયા
રાજ્ય સરકારે ગુરુવારે 2,000 પ્રિ-ફેબ્રિકેટેડ મકાનો બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત 38 પરિવારોને પણ ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે કુલ નવ પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જેમાં જોશીમઠ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર, એક ગુરુદ્વારા જોશીમઠ, એક ટુરિસ્ટ હોસ્ટેલ મનોહર બાગનો પરિવાર સામેલ છે.

ચમોલી જિલ્લા તંત્રએ ગુરુવારે હિન્દુસ્તાન કંસ્ટ્રક્શન કેપની લીમીટેડ (HCC) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ને ઝમીન ધસી પડવાને કારણે ઉત્તરાખંડના જોશીમઠથી પલાયન કરનારા અસરગ્રસ્ત પરિવારોને આશરો આપવા માટેની વ્યવસ્થા તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

વિરોધ બાદ સરકારે ટીમ બનાવી, કારણોની તપાસ કરશે
રાજ્ય સરકારે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયા, વાડિયા ઈન્સ્ટીટ્યુટ અને IIT રુરકીના વૈજ્ઞાનિકોની ટીમ બનાવી છે. આ ટીમ કારણો અંગેની તપાસ કરશે. પ્રદેશ ભાજપ સંગઠને પણ 14 સભ્યોની કમિટી બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...