તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Maglev Train Will Now Run In India After China And Japan; The Train Running At A Speed Of 800 Km Per Hour Will Not Be Seen On The Tracks, But In The Air

થોડી સેકન્ડોમાં પૂરી કલાકોની મુસાફરી:ચીન અને જાપાન પછી હવે ભારતમાં દોડશે મેગ્લેવ ટ્રેન; પ્રતિ કલાક 800 કિમીની ઝડપે દોડતી ટ્રેન પાટા પર નહીં, પણ હવામાં દોડતી જોવા મળશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
BHEL વિશ્વની અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીને ભારતમાં લાવવામાં મદદ કરશે અને ભારતમાં મેગ્લેવ ટ્રેનોનું નિર્માણ કરશે. - Divya Bhaskar
BHEL વિશ્વની અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીને ભારતમાં લાવવામાં મદદ કરશે અને ભારતમાં મેગ્લેવ ટ્રેનોનું નિર્માણ કરશે.
  • પ્રોજેક્ટ માટે સરકારી કંપની BHELએ યુરોપની કંપની સ્વિસ રેપિડ એજી સાથે ભાગીદારી કરી છે
  • આ સમજૂતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઈન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે

ભારત ટૂંક સમયમાં યુરોપિયન કંપનીની મેગ્લેવ ટ્રેન (Maglev Train) દોડતી જોવા મળશે. ભારતમાં સુપર સ્પીડ ટ્રેનો લાવવા માટે સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ સ્વિસ રેપિડ એજી સાથે ભાગીદારી કરી છે. આ માહિતી BHEL દ્વારા આપવામાં આવી છે. કંપની ઘણા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે જેમાં શહેરી પરિવહન ક્ષેત્ર પણ સામેલ છે. આ યોજના અંતર્ગત કંપની મેગ્લેવ ટ્રેનોને ભારત લાવવાની તૈયારી કરી રહી છે.

ભારતમાં દોડશે 500 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન
ભારતમાં હાઇસ્પીડ મેગ્લેવ ટ્રેન લાવવા આ ભાગીદારી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ હાઇસ્પીડ ટ્રેન મેગ્લેવ હાલમાં ફક્ત ચીન અને જાપાનમાં જ ચાલે છે. હવે તેને ભારતમાં ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આપને જણાવીએ કે ભારતમાં હાઈસ્પીડ ટ્રેનને લઈને લોકોમાં ઘણું જ આકર્ષણ છે.

મેગ્લેવ ટ્રેન પાટા પર ચાલવાને બદલે હવામાં રહે છે. આ માટે ચુંબકીય ક્ષેત્રની મદદથી ટ્રેનને નિયંત્રિત કરવામાં આવે છે. તેથી તેનો પાટા સાથે કોઈ સીધો સંપર્ક નથી હોતો. આને કારણે તેમાં ખૂબ ઓછી ઉર્જા વપરાય છે, અને તે સરળતાથી 500-800 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેનો ઓપરેટિંગ ખર્ચ પણ ઘણો ઓછો છે.

આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે
BHELએ કહ્યું કે આ સમજૂતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એટલે કે, BHEL સ્વિસ રેપિડ એજી સાથે મળીને આના પર કામ કરશે. જેનાથી BHEL વિશ્વની અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીને ભારતમાં લાવવામાં મદદ કરશે અને ભારતમાં મેગ્લેવ ટ્રેનોનું નિર્માણ કરશે.

બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે
BHEL છેલ્લા પાંચ દશકથી રેલવેના વિકાસમાં ભાગીદાર છે. કંપનીએ રેલ્વેને ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન પૂરા પાડ્યા છે.દેશની પ્રથમ મેટ્રો કોલકાતા મેટ્રોમાં પણ ભેલની પ્રોપલ્શન સિસ્ટમ્સ છે. ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ શરુ થઇ ચુકી છે. જ્યારે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...