• Gujarati News
  • National
  • The Mad Elephant Knocked The Young Man High From The Trunk, Causing Havoc For 5 Consecutive Hours.

બિહાર:ગાંડા થયેલા હાથીએ યુવકને સૂંઢથી ઊંચો કરીને પછાડ્યો, સતત 5 કલાક સુધી ઉત્પાત મચાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિહારના ભોજપુર જિલ્લામાં ગાંડા થયેલાં હાથીએ સતત 5 કલાક સુધી ગામ માથે લીધું હતું. આ દરમિયાન ટોળામાંથી એક યુવક હાથીની ઝપેટમાં આવી ગયો હતો. જેને હાથીએ તેની સૂંઢથી પકડીને પછાડી-પછાડીને માર્યો હતો. આ દરમિયાન લોકોનાં ટોળાંએ રાજેન્દ્રસિંહ નામના યુવકને માંડ-માંડ બચાવ્યો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મહત્ત્વનું છે કે, મહાવત પાણી પીવડાવતો હતો ત્યારે હાથી અચાનક બેકાબૂ થયો હતો. આ પછી હાથીએ ગામમાં ઉત્પાત મચાવ્યો હતો. હાથીને કાબૂમાં લેવા ગામમાં ટોળાએ રસ્તા પર આગ પણ લગાવી હતી. આ પછી માંડ-માંડ હાથી પર કાબૂ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...