તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Lovers Of This Mango Called 'Noorjahan' Are Also Willing To Pay Up To Rs.1000 Per Fruit To Taste It.

એવું તો શું છે આ કેરીમાં?:‘નૂરજહાં’ નામની આ કેરીના રસિયાઓ એનો સ્વાદ ચાખવા એક ફળના 1000 રૂપિયા સુધી ચૂકવવા પણ તૈયાર હોય છે

ઈન્દોર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નૂરજહાં કેરીની તસવીર. - Divya Bhaskar
નૂરજહાં કેરીની તસવીર.
  • એક કેરીનું વજન બેથી સાડા ત્રણ કિલો સુધીનું હોય છે
  • ક્લાઇમેટ ચેન્જને કારણે 2020માં નૂરજહાં કેરીઓ જ નહોતી પાકી
  • એડવાન્સ બુકિંગ કરનારામાં ગુજરાતના શોખીનો પણ સામેલ

નૂરજહાંના આંબા એના વજનદાર ફળ માટે દુનિયાભરમાં જાણીતા છે. નૂરજહાં કેરીના સ્વાદના રસિયાઓ ગયા વર્ષે તો નિરાશ થવું પડ્યું હતું, પરંતુ આ વર્ષે સારો પાક થયો છે. આવી એક વજનદાર પાકી કેરી દુનિયાભરમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહી છે. એટલું જ નહીં, એનું લોકો અગાઉથી જ બુકિંગ પણ કરાવી લે છે. મૂળ અફઘાનિસ્તાનની મનાતી કેરીની આ જાતના ગણ્યાગાંઠયા આંબા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાત નજીક આવેલો છે. ઈન્દોરથી આશરે 250 કિ.મી. દૂર આવેલું કઠવાડાના કેરી ઉત્પાદક શિવરાઈ સિંહ જાધવ કહે છે, મારી આંબાવાડીમાં નૂરજહાંના ત્રણ આંબા છે, જેના પર કુલ 250 ફળ આવ્યાં છે. એનું બુકિંગ ઘણા સમય પહેલાં જ થઈ ગયું હતું. એના એક ફળની કિંમત રૂ. 1000 સુધીની હોય છે.

આ વખતે એક નૂરજહાં કેરીનું વજન બેથી સાડા ત્રણ કિલો છે
નૂરજહાં કેરીનું એડવાન્સ બુકિંગ કરાવનારા મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય ગુજરાતના સ્વાદરસિયાઓ પણ સામેલ છે. બાગાયતી નિષ્ણાતો કહે છે, આ વખતે મધ્યપ્રદેશમાં નૂરજહાં આંબાની એક કેરીનું વજન બેથી સાડા ત્રણ કિલો સુધીનું છે. કઠવાડામાં નૂરજહાંની ખેતી કરતા નિષ્ણાત શાક મનસૂર કહે છે કે આ વખતે નૂરજહાંનો પાક સારો થયો છે, પરંતુ કોવિડ પ્રોટોકોલને કારણે કેરીના વેપાર પર થોડી અસર પડી છે.

ક્લાઇમેટ ચેન્જને કારણે 2020માં નૂરજહાં કેરીઓ જ નહોતી પાકી
ક્લાઈમેટ ચેન્જની નૂરજહાંના આંબા પર પણ અસર પડી છે. ગયા વર્ષે નૂરજહાંના આંબા પર મોર જ નહોતા આવ્યા, જેને કારણે અનેક શોખીનોને એના સ્વાદથી વંચિત રહેવું પડ્યું હતું. મનસૂર કહે છે, 2019માં નૂરજહાંનાં ફળોનું સરેરાશ વજન 2.75 કિલોની આસપાસ હતું. એ વર્ષે ખરીદદારોએ એના એક ફળના રૂ. 1200 જેટલી ઊંચી રકમ ચૂકવી હતી. નૂરજહાંનું એક વજનદાર ફળ આશરે એક ફૂટ લાંબું હોઈ શકે છે.