વર્ષનો પહેલો સુપર ફ્લાવર મૂન:છેલ્લા 33 વર્ષનું સૌથી લાંબુ ચાલનારું ચંદ્રગ્રહણ, ત્રણ કલાક, 27 મિનિટ સુધી દેખાયું

વૉશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ કંઈક આ રીતે ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં દેખાયું. તેને સુપર ફ્લાવર બ્લડ મૂન પણ કહેવાય છે. 1989 પછી આ ચંદ્રગ્રહણ દેખાયું છે. તે ભારતમાં દેખાયું નથી, પરંતુ અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાં આશરે 85 મિનિટ સુધી દેખાયું. જ્યારે ધરતી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ત્રણેય એક હરોળમાં આવે છે, ત્યારે ચંદ્ર લાલ દેખાય છે. ત્રણ કલાક, 27 મિનિટ સુધી દેખાનારું આ દસકાનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ છે.

ક્યાં ક્યાં દેખાયું?
પશ્ચિમ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકા.

હવે પછીનું સુપર ફ્લાવર મૂન સાત વર્ષ પછી
સુપર ફ્લાવર રેડ મૂનનો આ સંયોગ હવે 26 જૂન, 2029માં બનશે. જે સૌથી વધુ 102 મિનિટ દેખાશે.

અન્ય સમાચારો પણ છે...