ભાસ્કર ઓપિનિયન:શિવસેના સરકારનો શિકાર કરવા નીકળ્યો હિન્દુત્વનો સિંહ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુત્વના રસ્તા પર ચાલવું સિંહ પર સવારી કરવા જેવું છે. નીચે ઉતરતા જ સિંહ ખાઈ જાય છે.
  • ભાજપ સાથે રહીને ઉદ્ધવ માટે મુખ્યમંત્રી બનવું મુશ્કેલ હતું.

ઈતિહાસ સાક્ષી છે - શિવાજીની સેનાએ એક સમયે સુરત પર હુમલો કર્યો હતો, આજે સુરતમાંથી શિવસેનાની સરકાર પર હુમલો થઈ રહ્યો છે. જે રીતે રાણી કૈકેયી કોપભવનમાં બેઠી હતી, તેમ શિવસેનાના 55માંથી 33 ધારાસભ્યો અને 7 અપક્ષનાં ધારાસભ્યો સુરતની એક હોટેલમાં બેઠા હતા. મહારાષ્ટ્ર સરકાર પર સંકટ આવી પડ્યું છે.

રાજકારણમાં આ કંઈ નવું નથી. ભારતીય રાજકારણમાં ગુરુ- ચેલાની કમી ક્યારેય નથી રહી. ચૌધરી ચરણ સિંહને રામ જણાવીને પોતાને હનુમાન કહેનારા રાજનારાયણ જ ચરણસિંહને થોડા દિવસો પછી ચેયરસિંહ કહીને ચીડવવા લાગ્યા હતા.

એરપોર્ટ પર વિદેશી ઘડિયાળો સાથે ઝડપાયા બાદ ઓમપ્રકાશ ચૌટાલાને પુત્ર તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરનાર ચૌધરી દેવીલાલે પોતાના પૌત્રને મહેમ કાંડમાંથી બચાવવા માટે આખી વીપી સિંહ સરકારને દાવ પર લગાવી દીધી હતી. એવામાં એકનાથ શિંદે જો એમ કહી રહ્યા છે કે અમે બાળાસાહેબના સાચા વારસદાર છીએ. આ ઉદ્ધવ ઠાકરે કોણ છે, તો તેમાં કોઈ નવાઈની વાત નથી.

ભાજપથી અલગ થયા બાદ 26 નવેમ્બર 2019ના રોજ ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીના નેતા તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસ-NCP-શિવસેના ગઠબંધનનું નામ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી રાખવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બરે ઉદ્ધવે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા.
ભાજપથી અલગ થયા બાદ 26 નવેમ્બર 2019ના રોજ ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીના નેતા તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસ-NCP-શિવસેના ગઠબંધનનું નામ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી રાખવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બરે ઉદ્ધવે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા.

ખરેખર, ખોટા મૂલ્યો સાથે સમાધાન એ સમાધિ જેવું હોય છે જેમાં ઉંમર વ્યર્થ પસાર થઈ જાય છે. મહારાષ્ટ્રમાં જે ગઠબંધનની સરકાર છે, તે થોડું અનિચ્છનીય છે. શિવસેના, જેણે કોંગ્રેસ અને બાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ સામે વિરોધ કરીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું, એ જ શિવસેના સત્તા માટે કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવી લે છે. કારણ કે ભાજપ સાથે રહીને ઉદ્ધવ માટે મુખ્યમંત્રી બનવું મુશ્કેલ હતું, માત્ર એ કારણે પાર્ટીના સમગ્ર અસ્તિત્વને દાવ પર લગાવી દેવું તે સમજદારી ન હતી. એક રીતે તેને રાજકીય આત્મહત્યા કહી શકાય છે.

જ્યારે અટલજી અને અડવાણી કહેતા હતા કે બાબરીને તોડી પાડવામાં ભાજપનો હાથ નથી, તે ગુસ્સે ભરાયેલા ટોળાનું કાર્ય હતું, ત્યારે એક બાળાસાહેબ જ હતા, જેમણે કહ્યું હતું કે જો એક પણ શિવસૈનિક બાબરી તોડી પાડવામાં સામેલ હોય તો આ પુણ્યકર્મ પર મને ગૌરવ છે. એ જ બાળાસાહેબની પાર્ટીએ ગઠબંધનની મજબૂરીમાં હનુમાન ચાલીસા વાંચનારાઓને જેલમાં ધકેલી દેવાનું શરૂ કર્યું તો તેને પોતાના જ મૂળિયાં કાપવાનું એ રાજકીય કૃત્ય કહેવામાં આવ્યું.

જ્યારે અટલજી અને અડવાણીએ કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવામાં ભાજપનો હાથ નથી, ત્યારે બાળાસાહેબે પોતે કહ્યું હતું કે જો એક પણ શિવસૈનિક બાબરીને તોડી પાડવામાં સામેલ છે, તો મને આ પુણ્યકર્મ પર ગર્વ છે.
જ્યારે અટલજી અને અડવાણીએ કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવામાં ભાજપનો હાથ નથી, ત્યારે બાળાસાહેબે પોતે કહ્યું હતું કે જો એક પણ શિવસૈનિક બાબરીને તોડી પાડવામાં સામેલ છે, તો મને આ પુણ્યકર્મ પર ગર્વ છે.

આજે 40 ધારાસભ્યોને સાથે લઈને એકનાથ શિંદે પણ આ જ વાત કહી રહ્યા છે. તેમની એક જ શરત છે કે હિન્દુત્વ, જેના કારણે શિવસેનાના બચેલા શ્વાસ ચાલી રહ્યા છે. તેની સાથે હિંદુત્વ પાર્ટી એટલે કે ભાજપનું સમર્થન પણ છે. શિંદે કહી રહ્યા છે કે તેઓ આ બધું ભાજપનાં કહેવાથી નહીં, પરંતુ શિવસેનાના મૂળ સ્વરૂપને બચાવવા માટે કરી રહ્યા છે. તે જાણવું મહત્વપૂર્ણ છે કે શિવસેનામાં એકનાથ જ એકમાત્ર દિગ્ગજ નેતા પણ છે અને બાળાસાહેબ પછી બીજા મોટા શિવસૈનિક ધરમવીર આનંદ દિઘેના સાચા અનુયાયી પણ છે.

કોંગ્રેસ અને એનસીપીને ટેકો આપતા-આપતા એક દિવસ તો તેઓને અપમાનિત થવાનો અનુભવ તો થવાનો જ હતો. આમેય હિન્દુત્વના રસ્તા પર ચાલવું એ સિંહની સવારી કરવા જેવું છે. નીચે ઉતરતા જ સિંહ તેને ખાઈ જાય છે. હવે અનિચ્છનીય ગઠબંધનવાળી સરકારનું બચવું મુશ્કેલ છે. એકાદ-બે દિવસમાં કાં તો શિંદે સીએમ બનશે અને ભાજપ બહારથી ટેકો આપશે અથવા તો શિવસેના-ભાજપની ગઠબંધન સરકાર રચાશે. આ બંને વિકલ્પો પર વાત નહીં બને તો ચૂંટણી નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...