તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Lifespan Of National AYUSH Mission Has Been Extended For Another 4 Years, 12 Thousand Wellness Centers Will Be Set Up In The Country

કોરોનાનો સામનો કરવા કેન્દ્રનો નિર્ણય:નેશનલ આયુષ મિશનનું આયુષ્ય વધુ 4 વર્ષ વધ્યું, દેશમાં 12 હજાર વેલનેસ સેન્ટર બનાવવામાં આવશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
15 મહિના પછી કેબિનેટની મીટિંગમાં વડાપ્રધાન અને અન્ય મંત્રીઓએ વીડિયો કોન્ફરન્સિંગથી બદલે સામસામે હાજર રહ્યાં. આ પહેલાં ગત વર્ષે એપ્રિલના પહેલા સપ્તાહમાં આ પ્રકારની બેઠક મળી હતી. - Divya Bhaskar
15 મહિના પછી કેબિનેટની મીટિંગમાં વડાપ્રધાન અને અન્ય મંત્રીઓએ વીડિયો કોન્ફરન્સિંગથી બદલે સામસામે હાજર રહ્યાં. આ પહેલાં ગત વર્ષે એપ્રિલના પહેલા સપ્તાહમાં આ પ્રકારની બેઠક મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી. આ 15 મહિનામાં પહેલી વખત વડાપ્રધાન અને તમામ મંત્રી સામસામે ઉપસ્થિત રહ્યાં હતા. લોકડાઉનમાં લગભગ દર સપ્તાહે આ પ્રકારની મીટિંગ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી જ થતી હતી. આ પહેલાં ગત વર્ષે એપ્રિલના પહેલાં સપ્તાહમાં ફિઝિકલ મીટિંગ મળી હતી.

બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 17%થી વધારીને 28% કરવા ઉપરાંત નેશનલ આયુષ મિશનને 4 વર્ષ આગળ વધારવાનો નિર્ણય કરાયો છે. હવે આ 2025-26 સુધી યથાવત રહેશે. જેને લઈને કુલ 4607 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. દેશભરમાં 12,000 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવશે. 6 આયુષ કોલેજ, 12 આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ 10 અંડર ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટના ઈન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવામાં આવશે.

મીટિંગના મહત્વના નિર્ણય

  • કેન્દ્રીય મંત્રીમંડળે કપડાંની નિકાસ પર સ્ટેટ સેન્ટ્રલ ટેક્સ અને લેવી (RoSCTL)ની છૂટ યથાવત રાખવાની મંજૂરી આપી છે. આ પગલાંથી ગ્લોબલ માર્કેટમાં નિકાસને પ્રોત્સાહન મળશે.
  • નોર્થ ઈસ્ટર્ન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફોક મેડિસિન (NEIFM)નું નામ બદલીને નોર્થ ઈસ્ટર્ન ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ ફોક મેડિસિન રિસર્ચ (NEIAFMR) કરવાની મંજૂરી આપી.
  • પશુપાલન અને ડેરી સ્કીમ સાથે જોડાયેલા વિભાગમાં મોટા ફેરફાર કરવાને લઈને 54,618 કરોડ રૂપિયા રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી.
  • મિનિસ્ટ્રીઝ અને સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ (CPSEx) તરફથી જાહેર કરાયેલા ગ્લોબલ ટેન્ડરમાં ભારતીય શિપિંગ કંપનીઓને સબ્સિડિની મદદ આપીને ભારતમાં મર્ચન્ટ શિપને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી.

સાંજે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી મંત્રી પરિષદની પણ બેઠક
PM મોદી આજે સાંજે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી મંત્રી પરિષદની બેઠક પણ કરશે. 7 જુલાઇએ કેબિનેટ વિસ્તાર પછી આ બીજી બેઠક રહેશે. નવી મંત્રી પરિષદની પહેલી બેઠક 8 જુલાઇએ થઇ હતી. આની પહેલાં 7 જુલાઇએ 43 મંત્રીએ મંત્રીપદ માટે શપથ લીધા હતા, જેમાં 15 કેબિનેટ અને 28 રાજ્યમંત્રી પણ સામેલ છે.

આ તસવીર માર્ચ 2020માં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકની છે. કોરોના કાળમાં મળેલી બેઠક દરમિયાન સોશિયલ ડિસ્ન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ તસવીર માર્ચ 2020માં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકની છે. કોરોના કાળમાં મળેલી બેઠક દરમિયાન સોશિયલ ડિસ્ન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ચોમાસુ સત્રને ધ્યાનમાં લઈ યોજાઈ રહી છે બેઠક
સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઇથી શરૂ થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે આ જ કારણથી જ મંત્રી પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. ખરેખર કોરોના સામેના વેક્શિનેશન સહિત અન્ય કેટલાક મુદ્દાઓ ચર્ચામાં છે. બેઠકમાં આવા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નબળી પડેલી અર્થવ્યવસ્થાને ગતિમાન કરવા માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાઇ શકે છે.

કેબિનેટ વિસ્તરણ પછી થયેલી બેઠકમાં લેવામાં આવેલા મહત્ત્વના નિર્ણયો

  • મંત્રીમંડળના વિસ્તરણ પછી તરત જ મળેલી બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂતોને ફાયદો પહોંચાડવાથી લઇને હેલ્થ ઇમર્જન્સીમાં કેવી રીતે સુધારો લાવી શકાય.
  • કોરોનાકાળને ધ્યાનમાં રાખીને PM મોદીએ હેલ્થ ઇમર્જન્સી માટે 23 હજાર કરોડના પેકેજની મંજૂરી આપી હતી
  • આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમે 23 હજાર કરોડનું નવું પેકેજ લાવ્યા છીએ.
  • આ પેકેજમાં કેન્દ્ર નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે મીટિગમા ખેડૂત કલ્યાણ માટે મંડીઓને મજબૂત કરવા પર જોર આપ્યું છે. આના માટે એગ્રિકલ્ચર ઇન્ફાસ્ટ્રક્ચર ફંડના ઉપયોગની સાથે-સાથે લોન પર વ્યાજની છૂટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
  • કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે એક લાખ કરોડ રૂપિયા મંડીઓ મારફત ખેડૂતો સાથે પહોંચાડવાની યોજના સરકારે બનાવી છે.
અન્ય સમાચારો પણ છે...