અલીગઢમાં લોકોએ દીપડાને ઘરમાં કેદ કરી લીધો જો કે,દાંત અને પંજા મારીને દીપડો બારી કાપવાનો પ્રયાસ કરતો રહ્યો તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલો ઉત્તરપ્રદેશનાં અલીગઢનો છે.
હકીકતમાં, શનિવારે દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો.ત્યારબાદગ્રામજનોએ દીપડાનો પીછો શરૂ કર્યો હતો. ભીડ અને અવાજને કારણે દીપડોઘરમાં ઘુસી ગયો હતો. ડરના કારણે ઘરમાં રહેતા પરિવારે પોતાને રસોડામાં બંધ કરી લીધા હતા.
બારી કાપીને પરિવારજનોને બહાર કાઢવામાં આવ્યા હતા
માહિતી મળતાં જ ગામના લોકો ઘરની આસપાસ એકઠા થઈ ગયા, પરંતુ ગભરાટના કારણે કોઈ આગળ જવાની હિંમત કરી શક્યું નહીં. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તે પણ કંઈ કરી શકી ન હતી. માત્ર વીડિયો બનાવતા રહ્યા.લગભગ બે કલાક બાદ વન વિભાગની ટીમ પહોંચી હતી. ટીમે કોઈ રીતે બારી કાપીને પરિવારના સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પરંતુ, તે દરમિયાન, દીપડો બાજુના ખાલી મકાનમાં ઘૂસી ગયો હતો. તક જોઈને ગ્રામજનોએ ફરી તેને બંધ કરી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.