તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Leader Of The Opposition Said We Have Never Been Enemies, We Fought Battles Together; We Will Decide According To The Situation

BJP-શિવસેના ફરી એક થશે?:સંજય રાઉતે કહ્યું- અમારું અને ભાજપનું આમિરખાન-કિરણ જેવું, રસ્તા અલગ પણ સંબંધો તો કાયમ; ફડણવીસનો પણ નવો રાગ- અમે ક્યાં શત્રુ હતા જ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફડણવીસે કહ્યું, શિવસેના અમારો દુશ્મન નથી
  • શિવસેના અંગે ફડણવીસનું વલણ નરમ બન્યું

મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું મોન્સૂન સત્ર શરૂ થઈ રહ્યું છે. બે દિવસના આ વિશેષ સત્ર પહેલાં વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના એક નિવેદને રાજ્યના રાજકારણમાં હલચલ વધારી દીધી છે. રવિવારે દાદર ખાતે વસંત સ્મૃતિ ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ફડણવીસે કહ્યું હતું કે શિવસેના અમારું દુશ્મન નથી, વૈચારિક મતભેદ છે.

ફડણવીસે એવું પણ કહ્યું હતું કે રાજકારણમાં બધું જ સ્થાયી નથી હોતું. જોકે તેમણે શિવસેના સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ ફડણવીસ આક્રમક વલણ અપનાવી રહ્યા છે, પરંતુ હવે શિવસેના અંગે તેમનું વલણ નરમ બન્યું છે.

સોમવારે પુર્વ CMનાં આ નિવેદન પર શિવસેના સાસંદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ 'અમે ભારત પાકિસ્તાન જેવા નથી. આમિર ખાન અને કિરણરાવને જ જોઇલો, અમારા સંબંધ તેમના જેવા જ છે. અમારી (શીવસેના-બી.જે.પી) રાજનીતિ અલગ અલગ છે પરંતુ અમારી મિત્રતા હજુ પણ કાયમ છે. ફડણવીસના નિવેદન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું, "આ 100% સાચું છે કે ભાજપ-શિવસેના દુશ્મનો નથી, પરંતુ એનો અર્થ એ નથી કે બંને મળીને સરકાર બનાવશે."

રાજકારણમાં કેમ-પરંતુ નથી હોતું
ભાજપ અને શિવસેનાના એકસાથે થવાની સંભાવના અંગે ફડણવીસે કહ્યું હતું કે અમે (શિવસેના અને ભાજપ) ક્યારેય દુશ્મન બન્યા નથી. તેઓ અમારા મિત્ર હતા અને જે લોકોની સામે તેઓ લડ્યા હતા, તેમણે તેમની સાથે મળીને સરકાર બનાવી અને અમને છોડી દીધા. રાજકારણમાં પરંતુ જેવું કશું હોતું નથી. પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવે છે.

ફડણવીસે વધુમાં કહ્યું હતું કે શિવસેનાએ અમારી સાથે 2019ની વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેમણે તે જ લોકો (NCP અને કોંગ્રેસ)ની સાથે હાથ મિલાવ્યા, જેમની સામે અમે ચૂંટણી લડી હતી. ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોર્ટના આદેશથી મહારાષ્ટ્રમાં ઘણા કેસોની તપાસ કરી રહી છે.

ફડણવીસે કહ્યું હતું કે શિવસેના અમારું દુશ્મન નથી; વૈચારિક મતભેદ છે.
ફડણવીસે કહ્યું હતું કે શિવસેના અમારું દુશ્મન નથી; વૈચારિક મતભેદ છે.

ઉદ્ધવ અને PMની મુલાકાત બાદથી ચાલી રહી છે ચર્ચા
ગયા મહિને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને વચ્ચે અડધા કલાકની ખાનગી વાતચીત બાદ ભાજપ-શિવસેનાના એકસાથે આવવાના સંદર્ભે ચર્ચા શરૂ થઈ છે. જોકે ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને કહ્યું હતું કે મરાઠા અનામતના મુદ્દે તેમની સાથે એકલામાં વાતો થઈ છે. આ દરમિયાન પણ ઉદ્ધવે કહ્યું હતું કે PM મોદી કોઈ નવાઝ શરીફ થોડા છે કે જેમની તેમની સાથે ખાનગીમાં વાત કરી શકાતી નથી.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગયા મહિને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગયા મહિને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

આ અઠવાડિયે NCPના પ્રમુખ શરદ પવારે પણ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કેબિનેટ મંત્રી જિતેન્દ્ર અવ્હાડ, ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલ અને આદિત્ય ઠાકરે પણ ત્યાં હાજર હતા. એના પછી પણ, મહાગઠબંધનમાં અણબનાવના સમાચાર સામે આવ્યા હતા.

જેટલી વધુ અફવાઓ ફેલાશે, મહાગઠબંધન વધુ મજબૂત બનશે: રાઉત
ભાજપ સાથે નિકટતાના અહેવાલોથી અલગ કરતાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે "જેટલી વધુ અફવાઓ ફેલાશે, મહાવિકાસ આઘાડી ગઠબંધન વધુ મજબૂત બનશે." અમારા કેટલાક રાજકીય અને વૈચારિક મતભેદો જરૂર છે, પરંતુ જ્યારે આપણે જાહેર કાર્યક્રમમાં એકબીજાની સામે આવીએ છીએ ત્યારે અમે જરૂરથી મળતા હોઈએ છીએ.