પંજાબ કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ નવજોત સિદ્ધુએ CM ભગવંત માન સાથે મુલાકાત કરી છે. ચંડીગઢ સ્થિત સિવિલ સેક્રેટ્રીએટમાં આશરે 50 મિનિટ સુધી બન્ને વચ્ચે વાતચીત યોજાઈ હતી. બહાર આવીને ઉત્સાહિત દેખાતા સિદ્ધુએ કહ્યું કે હવે પંજાબના ગદ્દારોનો સમય વીતી ચુક્યો છે. CM માન પાસેથી મને ઘણી આશા છે. હું કેપ્ટન અમરિંદર સિંહને પણ આ વાત કહી હતી, પણ તેઓ વાત માન્યા નહીં. જો CM માને સારું કામ કર્યું તો હું જય-જયકાર કરીશ.જો નહીં કરે તો ચોકીદારી કરતો રહીશ.
અંગ્રેજોના સમયનો દેશદ્રોહને લગતો કાયદો બદલવામાં આવશે
સરકારે દેશમાં અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા કોલોનિયલ કાયદા અંગે ફેરવિચારણા કરવાનો નિર્ણય કર્યો છે. આ પુનઃવિચારણા અંતર્ગત દેશદ્રોહ કાયદાની માન્યતા અંગે પણ સરકારે સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ કર્યું છે કે તેમને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 124Aની તપાસ અને કાયદામાં સુધારા કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે, જે એસજી વોમ્બટકેરે વિરુદ્ધ ભારત સંઘના કેસ સાથે જોડાયેલ છે.
સરકારે સુપ્રીમ સમક્ષ કલમ 124Aની વેલિડિટીની તપાસમાં સમય નહીં બગાડવાની વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કલમ 124Aની બંધારણીય બાબતને પડકારતી અરજીઓ અંગે સુનાવણી કરી હતી. જુલાઈ 2021માં આ કેસમાં નોટિસ ઈશ્યુ કરી કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે શુ સ્વતંત્રતાના 75 વર્ષ બાદ કાયદાની જરૂર હતી. કોર્ટે આ કેસમાં એટર્ની જનરલ પાસે પણ મદદ માગી હતી.
નેપાળ સરકાર 10 મેના રોજ 72 કલાક માટે ભારત-ચીન બોર્ડર સીલ કરશે
નેપાળ સરકારે 13 મેના રોજ યોજાનારી સ્થાનિક ચૂંટણી યોજાય તે અગાઉ 72 કલાક માટે ભારત તથા ચીન સાથે જોડાયેલી પોતાની સરહદને સીલ કરવાનો નિર્ણય કર્યો છે. કાઠમંડુ પોસ્ટના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચે સરકારને 10 મેથી 13 મેની રાત્રી સુધી બોર્ડર પોઇન્ટ્સને બંધ કરવાની અપીલ કર્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નેપાળના ગૃહમંત્રીના પ્રવક્તા ફર્ણીંદ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે પંચની ભલામણોને લાગૂ કરવા માટે ભારત અને ચીનની સીમા સાથે જોડાયેલા જિલ્લાના સંબંધિત જિલ્લા વહીતંત્ર કાર્યાલયોને દિશા-સૂચનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બચાવ તથા રાહત ઉડ્ડાનો સિવાય તમામ ઘરેલુ ઉડ્ડાન સેવા ચૂંટણીના દિવસે અટકાવી દેવામાં આવશે. નેપાળ ભારત સાથે આશરે 1,880 કિમી અને ચીન સાથે આશરે 1,414 કિમી સીમા ધરાવે છે.
તાઈવાનના તટીય વિસ્તારોમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ
સોમવારે સવારે લગભગ 12 વાગે તાઈવાનના તટીય વિસ્તારો તથા જાપાનમાં ભૂકંપની તીવ્ર આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 રહી. તાઈવાનના પૂર્વી તટ પર ભૂકંપ આવ્યા બાદ તાઈપેઈમાં ઈમારતો થોડી ક્ષણો માટે ધ્રુજી ઉઠી હતી. જોકે જાનહાનિના કોઈ જ સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 27.5 કિમી ઉંડાઈએ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.