તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાડૂઆતો માટે ખુશખબર:મકાનમાલિક બે મહિનાથી વધુનું એડવાન્સ ભાડું નહીં લઈ શકે, કેન્દ્રએ આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • મુખ્ય જોગવાઈ: સમારકામ માટે ભાડૂઆતને 24 કલાક પહેલાં નોટિસ આપવી પડશે
  • ભાડું નહીં ચૂકવે તો 4 ગણી વસૂલી કરાશે

કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોડલ ટેનન્સી એક્ટ, એટલે કે આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં મકાનમાલિક અને ભાડૂઆત બંનેનાં હિતોની જોગવાઈ છે. એના સંબંધિત વિવાદનો નિકાલ લાવવા ઓથોરિટી કે અલગ કોર્ટ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.

નવા કાયદાના પ્રસ્તાવ અનુસાર, મકાનમાલિક ભાડૂઆત પાસેથી 2 મહિનાથી વધુનું એડવાન્સ ભાડું નહીં લઈ શકે. જો ભાડું નહીં મળે કે પછી ભાડૂઆત મકાન ખાલી ન કરે તો મકાનમાલિક 2થી 4 ગણું ભાડું વસૂલી શકશે. સરકાર અનુસાર એનાથી દેશભરમાં ભાડેથી મકાન આપવાની વર્તમાન વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન કરવામાં મદદ મળશે અને ભાડાનો બિઝનેસ તેજી પકડશે.

વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની બેઠકમાં કેબિનેટને આ કાયદાને મંજૂરી આપી હતી. હવે એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાશે. એ પ્રમાણે તે તેમના ભાડૂત કાયદામાં પરિવર્તન કે સુધારો કરી શકશે. સરકારે પહેલીવાર 2019માં આ કાયદાનો મુસદ્દો જારી કર્યો હતો. એનો ઉદ્દેશ ભાડૂઆત અને સંપત્તિ-માલિકો વચ્ચે જવાબદેહી સ્પષ્ટ કરવાનો છે અને બંને વચ્ચે ભરોસાને કાયમ કરવાનો છે.

રેન્ટલ હાઉસિંગમાં ખાનગી લોકો કે કંપનીઓનો હિસ્સો વધશે

  • નવો કાયદો અમલમાં આવ્યા બાદ લાંબા સમયથી બંધ મકાન કે પ્રોપર્ટી બજારનો હિસ્સો બનશે. મોટા ભાગના લોકો તેમનાં ખાલી પડેલાં મકાન ભાડે આપવા પ્રેરાશે, કેમ કે નવા કાયદામાં એ અંગેના વિવાદ ઉકેલવાની જોગવાઈ છે.
  • મકાન ભાડે આપવાના બિઝનેસમાં મોટી સંખ્યામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ આગળ આવશે, મકાનોની અછત દૂર થશે. નવો કાયદો આ પ્રોપર્ટી ભાડે આપવાનો અધિકાર આપશે. રેન્ટલ હાઉસિંગમાં ખાનગી લોકો કે કંપનીઓની હિસ્સેદારી વધશે.
  • રાજ્યો આ કાયદામાં ફેરફાર કરી શકશે. ભાડા સંબંધિત વિવાદો ઉકેલવા રેન્ટ કોર્ટ કે રેન્ટ ટ્રિબ્યુનલની રચના કરી શકશે.

મુખ્ય જોગવાઈ : સમારકામ માટે ભાડૂઆતને 24 કલાક પહેલાં નોટિસ આપવી પડશે, ભાડું નહીં ચૂકવે તો 4 ગણી વસૂલી કરાશે

  • સરકાર કહે છે કે મોડલ ટેનન્સી એક્ટનો ઉદ્દેશ દેશમાં એક જીવંત, ટકાઉ અને સમાવેશી રેન્ટલ હાઉસિંગ માર્કેટ ઊભું કરવાનો છે. એ ખાલી પડેલાં મકાનોને ભાડા માટે ઉપલબ્ધ કરાવવા મદદ કરશે અને તમામ આવકજૂથ માટે ભાડાના પર્યાપ્ત રહેઠાણનો સ્ટૉક તૈયાર કરવામાં મદદ કરશે.એતેનાથી બેઘરોના મુદ્દાનો સરળતાથી સામનો કરી શકાશે.
  • મકાનમાલિક અને ભાડૂઆતો વચ્ચેના વિવાદનું સૌથી મોટું કારણ એડવાન્સ રકમ કે ડિપોઝિટ છે. એને લઈને પણ જોગવાઈ કરાઈ છે. એમાં હવે રહેણાક ઈમારત માટે મહત્તમ 2 મહિના અને બિનરહેણાક ઈમારત માટે 6 મહિના સુધીનું એડવાન્સ ભાડું લઈ શકાશે. હાલ શહેરોના હિસાબે એ અલગ અલગ છે, જેમ કે દિલ્હીમાં માસિક ભાડું 2-3 ગણું, તો મુંબઈ અને બેંગ્લુરુમાં માસિક ભાડાના 6 ગણા સુધી વસૂલવામાં આવે છે.
  • મકાન ખાલી કરાવવા અંગે પણ જરૂરી જોગવાઈ કરાઈ છે. જો સંપત્તિ-માલિક રેન્ટ એગ્રીમેન્ટની શરતોને પૂરી કરશે તો તેને વધારે અધિકાર અપાશે. જો નોટિસ છતાં ભાડૂઆત નક્કી તારીખ સુધીમાં મકાન ખાલી નહીં કરે તો માલિક પહેલા બે મહિના બમણું અને એના પછી મહિને 4 ગણું ભાડું વસૂલી શકશે.
  • સંપત્તિ-માલિક રિપેરિંગ કે અન્ય કામ કરાવવા માગે છે તો તેણે 24 કલાક પહેલાં નોટિસ આપવી પડશે.
અન્ય સમાચારો પણ છે...