તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાંતિનિકેતન જમીન વિવાદ:અમર્ત્ય સેનના પિતાને જમીન 99 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી

કોલકાતા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમર્ત્ય સેનની તસવીર - Divya Bhaskar
અમર્ત્ય સેનની તસવીર
 • વિશ્વભારતી યુનિવર્સિટીએ અમર્ત્ય સેનનું નામ ગેરકાયદે કબજાધારકોની યાદીમાં રાખ્યું છે

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું કર્મસ્થળ શાંતિનિકેતન હાલના દિવસોમાં વિશ્વભારતી યુનિવર્સિટી અને પ.બંગાળ સરકાર વચ્ચે ખેંચતાણનું કેન્દ્ર બની ગયું છે. યુનિવર્સિટીએ શાંતિનિકેતનની જમીન પર ગેરકાયદે કબજો કરનારા લોકોની જે યાદી જાહેર કરી છે તેમાં નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું નામ પણ સામેલ છે. આ મામલે મુખ્યમંત્રી મમતાએ સેનને પત્ર લખી તેમની પડખે ઊભા રહેવાની વાત કહી છે. ચાર મહિના પછી બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. એવામાં આ મામલે રાજનીતિ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

શાંતિ નિકેતન સાથે અમર્ત્ય સેનના શું સંબંધ છે?
રવિન્દ્રનાથ ટાગોરે અમર્ત્ય સેનના નાના ક્ષિતિમોહન સેનને 1908માં શાંતિનિકેતનમાં આમંત્રિત કર્યા હતા. તે સંસ્કૃતના વિદ્વાન હતા. ટાગોરના સમયે અનેક વિદ્વાનોને 99-99 વર્ષ માટે લીઝ પર પ્લૉટ અપાયા હતા. એક પ્લૉટ ક્ષિતિમોહન સેનના જમાઈ અને અમર્ત્ય સેનના પિતાને પણ અપાયું. સેન શાંતિનિકેતનમાં હાજર ઘરમાં ઉછર્યા. અમર્ત્ય નામ પણ ટાગોરે જ આપ્યું. 1951માં વિશ્વભારતીને સેન્ટ્રલ યુનિ.બનાવાઇ.

સેન પાસે 13 ડેસિમલ વધુ જમીન : યુનિવર્સિટી
વિશ્વભારતી યુનિવર્સિટીનો દાવો છે કે લીઝ હેઠળ અમર્ત્ય સેન પાસે 125 ડેસિમલ જમીન હોવી જોઇએ પણ હાલ તેમની પાસે 138 ડેસિમલ જમીન છે. એટલે કે તેમણે 13 ડેસિમલ જમીન પર ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. ગત ગુરુવારે આ મામલે યુનિવર્સિટીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. તેમાં કહેવાયું કે તેના ડઝનેક પ્લૉટ પર ગેરકાયદે કબજો કરાયો છે. ગેરકાયદે કબજો કરનારાઓમાં અમર્ત્ય સેન પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો