તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Land On Which The Trust Was Accused Was Bought By The SP Leader In 2011 For Rs 2 Crore; Keshav Prasad Maurya Said If The Allegations Are Proved, Action Will Be Taken Against The Culprits

રામ મંદિર કૌભાંડ મુદ્દે ભાસ્કરનો મોટો ખુલાસો:જે જમીન મુદ્દે ટ્રસ્ટ પર આરોપ લાગ્યા તે 2011માં સપા નેતાએ 2 કરોડમાં ખરીદી હતી

અયોધ્યા3 મહિનો પહેલાલેખક: રમેશ મિશ્ર
  • 2011માં જમીન સમાજવાદી પાર્ટીના નેતા સુલતાન અંસારીએ બે કરોડ રૂપિયામાં ખરીદી હતી
  • જમીનની કિંમત 2 કરોડથી 18.5 કરોડ 10 મિનિટમાં નહીં પરંતુ 10 વર્ષમાં થઈ છે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખરીદવામાં આવેલી જમીનમાં કૌભાંડને લઈને દિવ્ય ભાસ્કરની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.જાણવા મળ્યું કે 100 બિસ્વા (આશરે 3 એકર) જમીનને લઈને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે, તેને 2011માં સમાજવાદી પાર્ટીના નેતા સુલતાન અંસારીએ બે કરોડ રૂપિયામાં ખરીદી હતી. સુલતાને પોતે જ તેને રામ મંદિર ટ્રસ્ટને 18.5 કરોડમાં વેચી છે.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે 'પવન' અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે સુલતાનના ખૂબ સારા સંબંધ છે, બંનેના ઘણા ફોટા પણ દિવ્ય ભાસ્કરને મળ્યા છે.

ભાસ્કરે આ બાબતમાં પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે સાથે વાત કરી તો તેમણે જણાવ્યુ હતું કે આ આરોપ તથ્યોના આધાર પર લગાવવામાં આવ્યા છે, ન કે સુલતાન અન્સારીના કહેવા પર. પાંડેએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં રામ મંદિર જમીનને લઈને 50 થી વધુ રજીસ્ટ્રી થઈ છે. દરેકની તપાસ થવી જોઈએ. ત્યારે સ્પષ્ટ થઈ જશે કે મારા આરોપ સાચા છે કે નહીં.

11 પોઈન્ટમાં જમીન ખરીદીની સમગ્ર વાત

2011માં સુલતાને 2 કરોડ રૂપિયામાં જમીન એગ્રીમેન્ટ પર ખરીદી હતી, ટ્રસ્ટને વેચતા પહેલા જૂની કિંમત ચૂકવીને પોતાના નામે સરકારી દસ્તાવેજ કર્યો હતો. બાદમાં 18 કરોડ રૂપિયામાં રામ મંદિર ટ્રસ્ટને વેચી દીધી. જેનો અર્થ સ્પષ્ટ છે કે જમીનની કિંમત 2 કરોડથી 18.5 કરોડ 10 મિનિટમાં નહીં પરંતુ 10 વર્ષમાં થઈ છે.

1. કેન્દ્ર સરકારે રામ મંદિર ટ્રસ્ટને 70 એકર જમીન મંદિર માટે આપી છે. આ જમીન કેન્દ્ર સરકારે હસ્તગત કરી હતી.

2. ટ્રસ્ટે મંદિરના વિસ્તારનો પ્લાન બનાવ્યો. નક્કી કરવામાં આવ્યું કે મંદિર પરિસરનો વિસ્તાર 108 એકરનો હશે. આ માટે ટ્રસ્ટે મંદિરની આસપાસની જમીન ખરીદવાઉ શરૂ કરી દીધું. મંદિરની આસપાસ 70 એકર જમીન શરીદવાની શરૂ થઈ.

3. બાગ બીજેસીની જે જમીન ખરીદી બાબતે ટ્રસ્ટ પર સવાલ ઉઠ્યા તે 2010ની પહેલા પ્રોપર્ટી ડીલર ફિરોઝ ખાનના નામે હતી.

4. ફિરોઝે 2010માં જ 180 બિસ્વા જમીન બબુલ પાઠકને વેચી દીધી હતી.

5. બબલૂ પાઠકે 2011માં તેમાથી 100 બિસ્વા જમીનનો એગ્રીમેન્ટ બે કરોડ રૂપિયામાં ઈરફાન ખાન ઉર્ફે નન્હે મિયાં સાથે કર્યો હતો. ત્યારે એડવાન્સ તરીકે નન્હેએ બબલૂને 10 લાખ રૂપિયા આપ્યા હતા.

નન્હેનો પુત્ર સુલતાન અન્સારી અને બબલૂ પાઠક વચ્ચે સારી મિત્રતા છે.

6. જો કે એક એગ્રીમેન્ટત્રણ વર્ષ માટેનો હોય છે. માટે બબલુએ 2015માં ફરીથી તે જ જમીન નન્હેના પુત્ર સુલતાન અન્સારીના નામે કરી દીધી હતી. આ પ્રકારે 2011થી લઈને 2020 સુધી સુલતાન દર ત્રણ વર્ષમાં પોતાના પરિવારના જુદા-જુદા સભ્યોના નામે તેનો એગ્રીમેન્ટ કરતો રહ્યો.

7. જમીન બાબતે બબલુ અને સુલતાન વચ્ચે સારી સમજૂતી રહી. બબલુએ ક્યારેય પણ જમીનના બાકી રૂપિયા માટે દબાણ કર્યું ન હતું.

8. જ્યારે રામ મંદિર ટ્રસ્ટને જમીનની જરૂર પડી તો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બબલુ અને સુલતાન બંનેનો સંપર્ક કર્યો. માર્ચ 2021માં ચંપત રાયે બાબલૂને 80 બિસ્વા જમીન 8 કરોડ રૂપિયામાં ખરીદી લીધી. બાકી 100 બિસ્વા જમીન સુલતાન પાસેથી 18.5 કરોડ રૂપિયામાં ખરીદી.

9. ટ્રસ્ટના નામે જમીન કરતાં પહેલા સુલતાને બબલુ પાઠકને 100 બિસ્વા જમીનની બાકીની રકમ એટલે કે 1.90 કરોડ રૂપિયા આપીને દસ્તાવેજ કરી લીધો. જો કે જમીનની કિંમતને લઈને બંને વચ્ચે પહેલા જ એગ્રીમેન્ટ થઈ ચૂક્યો હતો એટલા માટે સુલતાને બે કરોડ રૂપિયા જ આપવા પડ્યા.

10. ટ્રસ્ટના નામે જમીન કરતાં પહેલા સુલતાને બબલુ પાઠકને 100 બિસ્વા જમીનની બાકીની રકમ એટલે કે 1.90 કરોડ રૂપિયા આપીને દસ્તાવેજ કરી લીધો. જો કે જમીનની કિંમતને લઈને બંને વચ્ચે પહેલા જ એગ્રીમેન્ટ થઈ ચૂક્યો હતો એટલા માટે સુલતાને બે કરોડ રૂપિયા જ આપવા પડ્યા.

11. દસ્તાવેજ કરાવ્યા બાદ સુલતાને જે જમીન 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી તેને ટ્રસ્ટને 18.5 કરોડ રૂપિયામાં વેચી દીધી.

રામ મંદિરનો ચુકાદો આવતા જ જમીનના ભાવ વધી ગયા
રામ મંદિરના પક્ષમાં ચુકાદો આવતા જ અયોધ્યામાં જમીનોના ભાવ ઝડપથી વધી ગયા હતા. હાલમાં જીલ્લામાં 20 લાખથી 50 લાખ બિસ્વા જમીનનો ભાવ છે. ઉત્તરપ્રદેશ સરકાર પણ અંકે યોજનાઓ માટે ભૂમિ હસ્તગત કરી રહી છે. આ કારણે પણ જમીનના ભાવમાં વધારો થયો છે. અનેક વેપારીઓ અયોધ્યામાં હોટલ, મોલ અને માર્કેટ કોળવા માટે જમીનની ખરીદી રહ્યા છે. અનેક પ્રકારના ઉદ્યોગો પણ લાગવાઈ રહ્યા છે.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર નિર્માણ માટે ખરીદી કરેલી જમીન અંગે કૌભાંડના આરોપો પર વિવાદ વધી રહ્યો છે. બે કરોડની જમીનને 18.5 કરોડમાં ખરીદીને લઈને હવે ટ્રસ્ટના સભ્યો સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે જો આરોપો સાબિત થશે તો દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આરોપો ભ્રમ ફેલાવનારા છે : ચંપત રાય
ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે ફરી એકવાર આ આરોપોને ભ્રામક ગણાવ્યા છે. તેણે સમાચાર એજન્સીને કહ્યું, "જે લોકો અમારા પર આરોપ લગાવી રહ્યા છે તેઓએ અમારી સાથે વાત કરવાની તસ્દી લીધી ન હતી. બધા આરોપો ભ્રામક છે અને લોકોએ તેમનો શિકાર બનવાથી બચવું જોઈએ. તેમણે (આરોપ લગાવનારા) મંદિરના નિર્માણના કામને સમયસર પૂર્ણ કરવા માટે સહકાર આપવો જોઈએ.

રામ ભક્તોને રામના વિરોધીઓ ઉપદેશ ન આપે : કેશવપ્રસાદ મૌર્ય
કેશવપ્રસાદ મૌર્યએ જમીન વિવાદને લઈને મંગળવારે ત્રણ ટ્વિટ કર્યા હતા અને આ કૌભાંડનો આરોપ લગાવનારાઓને રામદ્રોહી ગણાવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે "રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ રામ દ્રોહીઓ દ્વારા સહન કરવામાં આવતું નથી." પછીનાં ટ્વીટમાં તેમણે લખ્યું કે "રામ ભક્તોને રામના વિરોધીઓ ઉપદેશ ન આપે." આ પહેલા સોમવારે કેશવ મોર્યએ કહ્યું હતું કે જો આરોપો સાચા સાબિત થશે તો દોષીતોને છોડવામાં નહીં આવે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે જેમના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે, તેમણે સલાહ આપવાની જરૂર નથી.