• Gujarati News
  • National
  • The King Who Removed The Back Gear From The Car Is Beaten By The Judge lawyer And The Police

રાજસ્થાનની એવી પ્રતિમા, જેને પ્રસાદમાં સિગારેટ ચઢાવાય છે:કારમાંથી બેક ગિયર કઢાવનારા રાજાને જજ- વકીલ અને પોલીસ માથું ટેકવે છે

જોધપુર2 મહિનો પહેલા
જ્યુબિલી કોર્ટ એટલે કે જોધપુરમાં કોર્ટની હેરિટેજ ઈમારત સર પ્રતાપ દ્વારા બનાવવામાં આવી હતી અને અહીં જ સર પ્રતાપની પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમા પર સિગારેટ પ્રગટાવતી વખતે અને ધૂપ-આરતી કરતો ફરિયાદી.

પુર્ણિમા બોહરા
જો તમે સર પ્રતાપ બાબતે જાણતા નથી તો તમારે જોધપુરનો ઈતિહાસ ફરીથી વાંચવાની જરુર છે. આ એક એવા રાજાઓના રાજાની સત્ય ઘટના છે, જે પોતે ક્યારેય સિંહાસન પર બેઠા ન હતા, અભણ હતા પરંતુ બ્રિટિશ રાણી વિક્ટોરિયાને પ્રભાવિત કર્યા હતા. પોતાની કારમાંથી બેક ગિયર બહાર કાઢી નંખાવ્યું હતું, કારણ કે જીવનમાં ક્યારેય પાછી પાની કરવી એ તેમનો સિદ્ધાંત ન હતો.

જ્યુબિલી કોર્ટમાં સર પ્રતાપની વિશાળ પ્રતિમા, જજ-વકીલ કરે છે નમન
સર પ્રતાપ જોધપુર શાહી પરિવારમાંના એક માત્ર એવા વ્યક્તિ છે, જેમની દિવસમાં બે વખત આરતી કરવામાં આવે છે. તેમની પ્રતિમાને જજ, વકીલ, પોલીસ સહીત તમામ લોકો વંદન કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની પાસે માગવામા દરેક માનતા પુરી થાય છે. પ્રસાદમાં દારુ, અફીણ, સિગારેટ ચઢાવવામાં આવે છે. એટલું જ નહીં, સર પ્રતાપ સિંહ પર આરતી પણ બનાવવામાં આવી છે, દિવસમાં બે વાર આરતી ગાવામાં આવે છે.

સર પ્રતાપ, જેઓ ભારતીય બ્રિટિશ સેનામાં અધિકારી હતા અને ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો.
સર પ્રતાપ, જેઓ ભારતીય બ્રિટિશ સેનામાં અધિકારી હતા અને ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો.

શિયાળામાં તેમની પ્રતિમા પર કોટ પહેરવામાં આવે છે. સર પ્રતાપે વિશ્વ પ્રસિદ્ધ જોધપુરી કોટની શોધ કરી છે. જ્યુબિલી કોર્ટ એટલે કે જોધપુરમાં કોર્ટની હેરિટેજ બિલ્ડિંગનું નિર્માણ સર પ્રતાપે કરાવ્યું હતું. અહીં સર પ્રતાપની પ્રતિમા સ્થાપિત છે.

આ આરતી અહીં બે વાર ગવાય છે. જજ-વકીલ અને પોલીસકર્મીઓ અહીં માથું નમાવે છે, ફરિયાદી કેસ જીતવા માટે ફાઇલ લઈને આવે છે.
આ આરતી અહીં બે વાર ગવાય છે. જજ-વકીલ અને પોલીસકર્મીઓ અહીં માથું નમાવે છે, ફરિયાદી કેસ જીતવા માટે ફાઇલ લઈને આવે છે.

28 વર્ષથી આ મૂર્તિની પૂજા કરવામાં આવે છે
જોધપુરની જ્યુબિલી કોર્ટમાં સ્થાપિત સર પ્રતાપની પ્રતિમાની 28 વર્ષથી પૂજા કરવામાં આવે છે. છેલ્લા 28 વર્ષથી અહીં પૂજારી સંપત શર્મા પૂજા કરી રહ્યા છે. એવી પણ માન્યતા છે કે આજે પણ રાત્રે 12 વાગે સર પ્રતાપ સિંહ આ પ્રતિમા પાસે સફેદ ઘોડા પર સવાર થઈને નીકળે છે અને જોધપુરની આખી દિવાલની સુરક્ષાની સમીક્ષા કરે છે.

સર પ્રતાપની પ્રતિમાની સામે અગરબત્તીઓ સાથે સિગારેટ પણ સળગાવવામાં આવે છે
સર પ્રતાપની પ્રતિમાની સામે અગરબત્તીઓ સાથે સિગારેટ પણ સળગાવવામાં આવે છે

મૂર્તિની પૂજા કરનાર સંપત શર્માએ જણાવ્યું કે તેઓ 1994થી અહીં પૂજા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 1994માં હું કોઈ વ્યક્તિ પાસેથી 500 રૂપિયા માંગતો હતો. તેણે તે પૈસા આપવા માટે આ મૂર્તિની સામે બોલાવ્યો. સંપત સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વ્યક્તિની રાહ જોતો રહ્યો પરંતુ તે આવ્યો નહીં.

તેમણે જણાવ્યું કે તેમને 500 રુપિયાની ખુબ જ જરુર હતી. આ બાબતે તેમણે સર પ્રતાપની પ્રતિમાની સામે અર્ચના કરી કે તે વ્યકિત નહીં આવે તો ઘરે કેવી રીતે જઈશ. મારે 500 રુપિયાની જરુર હતી. આ બાબતે તેમને એક અવાજ સંભળાયો, તેમણે સાંભળ્યું કે દરવાજાની પાસે જાઓ.

વકીલો-ન્યાયાધીશો અને પોલીસકર્મીઓ પણ પ્રતિમા આગળ માથું ટેકવે છે.
વકીલો-ન્યાયાધીશો અને પોલીસકર્મીઓ પણ પ્રતિમા આગળ માથું ટેકવે છે.

સંપતે જણાવ્યું કે જ્યારે તેઓ દરવાજા પાસે ગયા તો ત્યાં 500 રુપિયા પડેલા મળ્યા હતા. ત્યારથી આ પ્રતિમામાં તેમનો વિશ્વાસ કાયમ થયો.ત્યારબાદ તેઓ દરરોજ અહીં દર્શન કરવા આવવા લાગ્યા અને આરતી કરવા લાગ્યા. રજિસ્ટ્રાર સિધ્ધાર્થ ચારણે સર પ્રતાપની આરતી લખી છે.

અહીં લગભગ 52 કોર્ટની વચ્ચે જિલ્લા કલેક્ટર કચેરીની નજીક આ પ્રતિમા આવેલી છે. એવું પણ માનવામાં આવે છે કે કોર્ટમાં કેસ કરનારા ફરિયાદીઓ અહીં આવીને કેસ જીતવા માટે પ્રાર્થના કરે છે.

જ્યુબિલી કોર્ટ પરિસરમાં સ્થાપિત સર પ્રતાપની પ્રતિમા સમક્ષ નમન કરતા લોકો.
જ્યુબિલી કોર્ટ પરિસરમાં સ્થાપિત સર પ્રતાપની પ્રતિમા સમક્ષ નમન કરતા લોકો.

કોણ હતા કિંગ્સ ઓફ કિંગ સર પ્રતાપ
19મી સદીના મધ્યમાં જોધપુરના મહારાજા તખ્તસિંહ હતા. તેમને ત્યાં 22 ઓક્ટોબર 1845ના રોજ બે પુત્રો બાદ ત્રીજા પુત્રનો જન્મ થયો હતો. તે હતા પ્રતાપસિંહ. મહારાજા તખ્તસિંહના નિધન બાદ તેમનો મોટો પુત્ર જસવંત સિંહ ગાદી પર બેઠા હતા. જસવંત સિંહના સમયે તેમના પ્રધાન ફૈઝુલ્લાબ હતા, જેમના કામકાજથી જસવંતસિંહ ખુશ નહોતા. ત્યારે તેમણે પ્રતાપસિંહને શાસન અને સત્તામાં સુધારો કરવા માટે જોધપુર બોલાવ્યા હતા. જસવંત સિંહે 1878માં પ્રતાપની જોધપુરના પ્રધાન તરીકે નિમણૂંક કરી હતી.

પ્રધાન બન્યા બાદ પ્રતાપ સિંહે મારવાડ પર વધેલું દેવું થોડા જ વર્ષોમાં પુરુ કરી દીધુ હતું. તેમણે મારવાડના વિકાસ માટે અનેક મહત્વપુર્ણ કામો અને નવીન નિર્માણ કાર્યો પણ કરાવ્યા હતા.

પ્રતાપ સિંહ ક્યારેય મારવાડના રાજા બન્યા નહોતા, પરંતુ હંમેશા રાજાઓના રાજા રહ્યા હતા. મારવાડના ચાર નેતાઓના તેઓ સંરક્ષક રહ્યા હતા. જ્યારે પણ ગાદી પર બેસવાનો સમય આવ્યો, ત્યારે તેમણે પોતાનો નાનો ભાઈ, તો ક્યારેક ભત્રીજા તો ક્યારેક પૌત્રના હાથમાં સત્તા સોંપી દીધી હતી અને પોતે બાજુએ થઈ ગયા હતા.

આ તસવીર મારવાડના સગીર રાજા સુમેર સિંહની છે. સુમેર સિંહ ગાદી પર છે. નજીકમાં તેમના માર્ગદર્શક સર પ્રતાપ સિંહ ઉભા છે.
આ તસવીર મારવાડના સગીર રાજા સુમેર સિંહની છે. સુમેર સિંહ ગાદી પર છે. નજીકમાં તેમના માર્ગદર્શક સર પ્રતાપ સિંહ ઉભા છે.

પ્રતાપ સિંહ મારવાડના ચાર સગીર રાજાઓ જસવંત સિંહ બીજા, સરદાર સિંહ, સુમેરસિંહ અને ઉમ્મેદ સિંહના સંરક્ષક હતા. આ દરમિયાન તેઓ ગવર્નન્સ સંબંધિત તમામ નિર્ણયો લેતા હતા. હંમેશા આગળ વધવામાં માનતા પ્રતાપ સિંહ વિશે એવું કહેવાય છે કે જ્યારે તેઓ કોઈ પણ નવી કાર ખરીદતા હતા ત્યારે સૌથી પહેલા તેનું બેક ગિયર કાઢી નંખાવતા હતા. પરત ફરવું તે તેમના સિદ્ધાંતો વિરુદ્ધનું હતું.

રાણી વિક્ટોરિયા સાથે વાત કરવા માટે શિપમાં અંગ્રેજી શીખ્યા
પ્રતાપસિંહ ભણેલા નહોતા, તેમનું જ્ઞાન વ્યવહારુ હતું, પુસ્તકીયું ન હતું. 1887માં જ્યારે બ્રિટનની રાણી વિક્ટોરિયાએ તેમના શાસનના 50 વર્ષ પૂર્ણ કર્યા, ત્યારે લંડનથી આમંત્રણ આવ્યું. તે સુવર્ણ જયંતિ સમારોહમાં જોધપુરના મહારાજા જસવંત સિંહે પ્રતાપ સિંહને મહારાજાધિરાજનું બિરુદ આપીને તેમના પ્રતિનિધિ તરીકે લંડન મોકલ્યા હતા.

કહેવામાં આવે છે કે પ્રતાપ સિંહ રાજપૂત રાજાઓમાં પહેલા વ્યક્તિ હતા, જેમણે મુંબઈથી યુરોપ સુધી શિપમાં બેસીને યાત્રા કરી હતી. તેમને અંગ્રેજી આવડતું નહોતું. મહારાણી વિક્ટોરિયા સાથે વાત કરવા માટે તેમણે જહાજમાં યાત્રા દરમિયાન તુટેલું-ફુટેલું અંગ્રેજી શિખ્યા હતા.

જોધપુર રસાલાના સૈનિકો સાથે સર પ્રતાપ સિંહ (વચ્ચે બેઠેલા) અંગ્રેજ અધિકારીઓ પણ નજરે પડે છે.
જોધપુર રસાલાના સૈનિકો સાથે સર પ્રતાપ સિંહ (વચ્ચે બેઠેલા) અંગ્રેજ અધિકારીઓ પણ નજરે પડે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ સમયે તેઓ 70 વર્ષના હતા અને સેનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમની બહાદુરી જોઈને વર્ષ 1916માં બ્રિટિશ સરકારે તેમને લેફ્ટનન્ટ જનરલ બનાવ્યા.પ્રતાપ સિંહને પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ સરનું બિરુદ આપ્યું હતું. તેઓ સૌથી વધુ પ્રવાસ કરનારા રાજપૂત સંરક્ષક તરીકે પણ ઓળખાય છે.

સર પ્રતાપે અંગ્રેજો પાસેથી તેમની પૂર્વજોની જાગીર ઇડરને પાછી મેળવી અને તેના રાજા બન્યા. સર પ્રતાપે વર્ષ 1878માં જોધપુર રિસાલાની સ્થાપના કરી અને અંગ્રેજો વતી વિશ્વના ઘણા સ્થળોએ યુદ્ધો લડ્યા હતા. તેમણે બીજા અફઘાન યુદ્ધમાં ભાગ લીધો અને તેને લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા. લાંબા સમય સુધી તેઓ બ્રિટિશ ભારતીય સેનાના અધિકારી હતા. 4 સપ્ટેમ્બર 1922ના રોજ જોધપુરમાં તેમનું અવસાન થયું હતું.

જોધપુરની જ્યુબિલી કોર્ટ મહારાણી વિક્ટોરિયાની સિલ્વર જ્યુબિલીની નિશાની
1886માં બ્રિટનની રાણી વિક્ટોરિયાની સિલ્વર જ્યુબિલીની યાદમાં જોધપુરની જ્યુબિલી કોર્ટ (કચેરી ભવન), તત્કાલીન મહારાજા જસવંત સિંહ (બીજા) અને મહારાજા સરદાર સિંહે બનાવી હતી. તેમાં 52 નાના-મોટા રૂમ હોવાને કારણે તેને બાવન કચેરી પણ કહેવામાં આવે છે. તે રાણી વિક્ટોરિયાના શાસનના 50 વર્ષ પૂર્ણ થવા પર બનાવવામાં આવી હતી.

જોધપુરની જ્યુબિલી કોર્ટ (કચેરી ભવન) 1886માં તત્કાલિન મહારાજા જસવંત દ્વારા બ્રિટનની રાણી વિક્ટોરિયાની સિલ્વર જ્યુબિલીની યાદમાં બનાવવામાં આવી હતી. સિંહજી (બીજા) અને મહારાજા સરદાર સિંહ દ્વારા બંધાવવામાં આવેલ. તેમાં 52 નાના-મોટા રૂમ હોવાને કારણે તેને બાવન કચેરી પણ કહેવામાં આવે છે.
જોધપુરની જ્યુબિલી કોર્ટ (કચેરી ભવન) 1886માં તત્કાલિન મહારાજા જસવંત દ્વારા બ્રિટનની રાણી વિક્ટોરિયાની સિલ્વર જ્યુબિલીની યાદમાં બનાવવામાં આવી હતી. સિંહજી (બીજા) અને મહારાજા સરદાર સિંહ દ્વારા બંધાવવામાં આવેલ. તેમાં 52 નાના-મોટા રૂમ હોવાને કારણે તેને બાવન કચેરી પણ કહેવામાં આવે છે.

તેના બાંધકામમાં, અંગ્રેજી ઇજનેર ડબલ્યુ.હોમની સેવાઓ લેવામાં આવી હતી. તે 1886 માં શરૂ થયું હતું અને 1897માં પૂર્ણ થયું હતું. ત્યારે આ બિલ્ડીંગના બાંધકામ પર 4 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં જ્યુબિલી કોર્ટમાં જોધપુર ડિવિઝનલ કમિશનર, જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક અને ઘણી મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ ચાલી રહી છે.

જોધપુરના શેઠ-સાહુકારો અને નાગરિકો સાથે સર પ્રતાપ.
જોધપુરના શેઠ-સાહુકારો અને નાગરિકો સાથે સર પ્રતાપ.
શિમલાની મુલાકાત દરમિયાન સર પ્રતાપની તસવીર.
શિમલાની મુલાકાત દરમિયાન સર પ્રતાપની તસવીર.
સર પ્રતાપની યુવાન વયની તસવીર.
સર પ્રતાપની યુવાન વયની તસવીર.
બ્રિટિશ ઈન્ડિયન આર્મીના અધિકારી તરીકે સર પ્રતાપ.
બ્રિટિશ ઈન્ડિયન આર્મીના અધિકારી તરીકે સર પ્રતાપ.
અન્ય સમાચારો પણ છે...