• Gujarati News
  • National
  • The Judge Will Sit For Only One Hour From 3 Pm, Staying Till May 23 On The Proceedings Of Varanasi Court

જ્ઞાનવાપી પર સુપ્રીમ કોર્ટનો આદેશ:વારાણસી જિલ્લા જજ 8 સપ્તાહમાં સુનાવણી પૂર્ણ કરે; નમાજ પર રોક નહીં, શિવલિંગના દાવા વાળી જગ્યા સુરક્ષિત રહેશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • જ્ઞાનવાપીમાં જુમ્માની નમાજ પઢવા ભારે ભીડ જોવા મળી
  • સામાન્ય રીતે 400 જેટલા લોકો આવતા હતા, આજે 1200થી વધુ લોકો પહોંચ્યા

જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ત્રીજી વખત મળી. ત્રણેય જજની બેંચે કેસ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટને ટ્રાંસફર કરી દેવાયો. એટલે કે હવે આ કેસની સુનાવણી બનારસના જિલ્લા જજ કરશે.

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે 51 મિનિટ સુધી ચાલેલી સુનાવણીમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ કેસ અમારી પાસે જરૂરથી છે પરંતુ તેની સુનાવણી વારાણસી જિલ્લા કોર્ટમાં થાય. કોર્ટે કહ્યું કે જિલ્લા જજ 8 સપ્તાહમાં પોતાની સુનાવણી પૂર્ણ કરે. ત્યાં સુધી 17 મેની સુનાવણી દરમિયાન આપવામાં આવેલા નિર્દેશ યથાવત રહેશે.

17મેનાં રોજ સુપ્રીમ કોર્ટે પોતાના આદેસમાં ત્રણ મોટી વાત કરી હતી. પહેલી- શિવલિંગના દાવાવાળી જગ્યાને સુરક્ષિત રાખવામાં આવે. બીજી- મુસ્લિમોને નમાજ પઢતા ન રોકવામાં આવે. ત્રીજી- માત્ર 20 લોકોને નમાજ પઢવાની મંજૂરીનો ઓર્ડર હવે લાગુ નહીં. આ ત્રણેય નિર્દેશ આગામી 8 સપ્તાહ સુધી લાગુ રહેશે. જેના પર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. કોર્ટે એટલું જણાવ્યા બાદ કેસની વધુ સુનાવણી વારાણસી જિલ્લા કોર્ટને હવાલે કરી દીધી.

કોર્ટે કહ્યું- તમામના હિતને સુનિશ્ચિત કરવામાં આવશે
કોર્ટે કહ્યું કે મામલો જિલ્લા જજની પાસે મોકલવામાં આવે. તેમની પાસે 25 વર્ષનો લાંબો અનુભવ છે. આ મામલે તમામ પક્ષના હિતને સુનિશ્ચિત કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું કે એવું ન સમજવામાં આવે કે અમે મામલા પ્રત્યે ઉદાસિન છીએ. તમારા માટે આગળ પણ અમારા રસ્તાઓ ખુલ્લા રહેશે.

રિપોર્ટ લીક કરીને વાતાવરણ બગાડવાનું ષડયંત્ર
કોર્ટે સર્વે રિપોર્ટ લીક થવા અંગે પણ કડક ટિપ્પણી કરી અને નિર્દેશ આપ્યા આ બાબત પર રોક લગાવવામાં આવે. તો મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે રિપોર્ટ લીક કરીને વાતાવરણ બગાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે.

હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ
તો આ મામલે હિન્દુ પક્ષે કહ્યું કે કમીશનનો રિપોર્ટ આવી ગયો છે. પહેલાં તેને જોવામાં આવે. જે બાદ જ ચુકાદા પર વિચાર થાય. મુસ્લિમ પક્ષે જવાબમાં કહ્યું કે સર્વેને લઈને જે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે, તે ગેરકાયદે છે. તેને રદ કરવામાં આવે.

મુસ્લિમ પક્ષે લોઅર કોર્ટના ચુકાદાને પણ ગેરકાયેદ ગણાવ્યો. તો હિન્દુ પક્ષે કહ્યું કે પહેલાં રિપોર્ટ જોઈ લો. મુસ્લિમ પક્ષે સર્વે રિપોર્ટ લીક થવાનો આરોપ લગાવ્યો. તેમને કહ્યું કે દેશમાં એક નેરેટિવ તૈયાર કરાય છે. જેનાથી સાંપ્રદાયિક તણાવ વધશે. આને માત્ર કેસ ન ગણો, દેશમાં મોટો પ્રભાવ પડી શકે છે.

જુમ્માની નમાજ માટે જ્ઞાનવાપી હાઉસફુલ
શુક્રવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં 1000થી વધુ લોકો નમાજ અદા કરવા પહોંચ્યા હતા. સ્થિતિ એવી બની ગઈ કે મસ્જિદ હાઉસફુલ થઈ ગઈ. બહાર પણ ભારે ભીડ હતી. આ પછી મસ્જિદ કમિટીએ તરત જ મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. લોકોને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા જવા માટે લાઉડસ્પીકર પર અપીલ કરવામાં આવી હતી. બીજી તરફ, વારાણસીમાં જુમ્માને જોતાં સવારથી જ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. સાવચેતીના પગલા તરીકે જ્ઞાનવાપીની બહાર મોટી સંખ્યામાં કમાન્ડો અને દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં.

અંજુમન ઈંતઝાનિયા મસ્જિદ કમિટીના સભ્યનું કહેવું છે કે જ્ઞાનવાપીની ક્ષમતા લગભગ 700 લોકોની છે. અંદર જગ્યા ફુલ થઈ ગઈ છે, તેથી જ વધુ લોકો જ્ઞાનવાપીમાં ન આવે.

ગુરુવારે માત્ર 5 મિનિટ સુનાવણી થઈ હતી
બનારસમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર સુપ્રીમ કોર્ટે માત્ર 5 મિનિટ સુનાવણી કરી હતી. સવારે 11.03 કલાકે ત્રણ જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી હતી અને 11.8 કલાકે સુનાવણી પૂરી થઈ ગઈ હતી. આ પછી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે નીચલી અદાલત, એટલે કે બનારસ કોર્ટ, જ્યાં સુનાવણી ચાલી રહી છે તેણે આ મામલે કોઈ કાર્યવાહી કરવાથી બચવું જોઈએ. તેમજ આ મામલે કોર્ટે કાલ સુધી સુનાવણી મુલતવી રાખે. આવતીકાલે એટલે કે શુક્રવારે 4 વાગ્યે ન્યાયાધીશ એલએન રાવનો ફેરવેલ છે, એ પહેલાં 3 વાગ્યે આ મામલાની સુનાવણી થશે.

સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં શું-શું થયું?
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચમાં સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટમાં હિન્દુ પક્ષે કહ્યું કે અમે હજુ એફિડેવિટ દાખલ કરી નથી, તેથી વધુ સમય આપવામાં આવે, જેના પર કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું કે શું તમને કોઈ સમસ્યા છે?

તેના પર મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું હતું કે કોઈ સમસ્યા નથી, માત્ર નીચલી કોર્ટમાં દીવાલ તોડવાની વાત છે અને વઝુખાના બાબતે સુનાવણી હાથ ધરવાની છે. આ પછી કોર્ટે કહ્યું હતું કે અમે આદેશ જારી કરી રહ્યા છીએ કે વારાણસી લોઅર કોર્ટ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.

આ અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે 3 મહત્ત્વની વાત કહી હતી...

1. શિવલિંગ હોવાનો દાવો કરતી જગ્યાની રક્ષા કરવી જોઈએ.

2. મુસ્લિમોને નમાઝ અદા કરવાથી રોકવા જોઈએ નહીં.

3. માત્ર 20 લોકો જ નમાઝ અદા કરે છે એ આદેશ હવે લાગુ નથી.

વારાણસીની નીચલી અદાલતે સરવે કરવાનો નિર્દેશ આપ્યો હતો
16 એપ્રિલના રોજ વારાણસી કોર્ટે દિલ્હીની રહેવાસી રાખી સિંહ અને બનારસની રહેવાસી લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠકની અરજી પર સર્વે કરવાનો આદેશ કરાયો હતો. કોર્ટે આ સરવે માટે કોર્ટ કમિશનરની પણ નિમણૂક કરી હતી.

18 ઓગસ્ટ 2021ના રોજ ચારેય મહિલાઓએ એક અરજી દાખલ કરી હતી, જેમાં જણાવાયું હતું કે જ્ઞાનવાપી કેમ્પસમાં હિંદુ દેવી-દેવતાઓનું સ્થાન છે. આવી સ્થિતિમાં જ્ઞાનવાપી પરિસરમાં મા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજાની મંજૂરી આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...