દેશના 49મા ચીફ જસ્ટિસ:ટ્રિપલ તલાક વિરુદ્ધ ચુકાદો આપનારા જજ યુ.યુ. લલિત 49મા CJI બનશે

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીજેઆઈ એન.વી. રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટે પૂરો થશે
  • 27 ઓગસ્ટે શપથ સમારોહ, 8 નવેમ્બર સુધીનો કાર્યકાળ રહેશે

ત્રણ તલાકને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવનારી પાંચ જજોની બેન્ચમાં સામેલ રહેલા જજ યુ.યુ. લલિત દેશના 49મા ચીફ જસ્ટિસ બનશે. વર્તમાન ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ તેમના નામનો પ્રસ્તાવ સરકારને મોકલી આપ્યો હતો. જસ્ટિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટે પૂરો થશે. લલિત 27 ઓગસ્ટે શપથ લેશે અને ચાલુ વર્ષે 8 નવેમ્બરે તે સેવાનિવૃત્ત પણ થઈ જશે.

તેઓ 74 દિવસ સીજેઆઈ પદે રહેશે. તેમના પછી જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ વરિષ્ઠતા ક્રમમાં સૌથી ઉપર હોવાને કારણે 50મા ચીફ જસ્ટિસ બની શકે છે. જસ્ટિસ લલિત વકીલથી સીધા સુપ્રીમકોર્ટ જજ બની ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનનારા બીજી વ્યક્તિ હશે. અગાઉ 1971માં જસ્ટિસ એસ.એમ.સિકરી 13મા સીજેઆઈ બન્યા હતા. તે બાર કાઉન્સિલથી સુપ્રીમકોર્ટ જજ બની CJI બનનારા પહેલી વ્યક્તિ હતા. વરિષ્ઠ વકીલ યુ.યુ. લલિત 13 ઓગસ્ટ 2014ના રોજ સુપ્રીમકોર્ટમાં જજ તરીકે નિમાયા હતા.

ઓગસ્ટ 2017માં ત્રણ તલાક ઉપરાંત જસ્ટિસ લલિત અનેક મોટા કેસમાં ચુકાદો આપનારી બેન્ચમાં સામેલ રહ્યા હતા. કેરળ હાઈકોર્ટનો ચુકાદો પલટાવીને તેમણે ત્રાવણકોર રાજપરિવારને શ્રીપદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટનો અધિકાર આપ્યો હતો. જસ્ટિસ લલિતના વડપણ હેઠળની બેન્ચે જ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને બદલી એવો આદેશ આપ્યો હતો કે ખોટો ઈરાદો પણ યૌનહિંસા હેઠળ આવશે. તેમાં સ્કિન ટુ સ્કિન ટચ અનિવાર્ય નથી.

અન્ય સમાચારો પણ છે...