• Gujarati News
  • National
  • The Jeep Was Run Over By Protesting Farmers, An Old Man Jumped And Fell On The Bonnet And Then Fell To The Ground.

UPમાં ખેડૂતોને કચડવાનો VIDEO:પ્રદર્શનકારી ખેડૂતોને કચડીને પસાર થઈ ગઈ હતી જીપ, એક વૃદ્ધ વ્યક્તિ ઊછળીને પહેલા બોનેટ પર પડી અને પછી જમીન પર પટકાઈ

લખનઉ12 દિવસ પહેલા
  • વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે પુરપાર આવી રહેલી એક જીપે ખેડૂતોને મારી ટક્કર
  • નિર્દયતાપૂર્વક ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે વિરોધ કરનારા ખેડૂતોનો એક નવો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે પૂરઝડપે આવી રહેલી એક જીપે ટક્કર માર્યા બાદ કેટલાક ખેડૂતો જમીન પર પટકાયા હતા, જ્યારે કેટલાક બચવા માટે આમ તેમ દોડતા જોવા મળ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે ખેડૂતો હાથમાં ઝંડા લઈને આગળ વધી રહ્યા છે, જ્યારે પાછળથી સાઈરન વગાડતી એક જીપ આવે છે અને ઘણા લોકોને કચડતાં-કચડતાં આગળ પસાર થઈ જાય છે. પૂરઝડપે આવી રહેલી જીપની ટક્કરથી ઘણા લોકો ઘાયલ થયા હતા. જીપની ટક્કર બાદ એક વૃદ્ધ વ્યક્તિ બોનેટ પર ઊછળીને પડી જાય છે અને પછી જમીન પર પટકાય છે. તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં ખેડૂતોને કચડી નાખવાની ઘટનામાં ચાર ખેડૂત સહિત આઠ લોકોનાં મોત થયાં હતાં.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખેડૂતોને કચડીને એક જીપ આગળ જઇ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી નેતાઓએ ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત ઘણા નેતાઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે પોલીસે આ વીડિયોની પુષ્ટિ કરી નથી.

આપ નેતા સંજય સિંહે લખ્યું- શું હજી વધુ પુરાવા જોઈએ?

કોંગ્રેસે પણ મોદી પર સાધ્યું નિશાન
આ વીડિયો યુપી કોંગ્રેસના હેન્ડલ પરથી પણ ટ્વીટ કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે, કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું હતું કે ન તો કોઈ ખેડૂત ઉપદ્રવ મચાવી રહ્યા હતા, કે ન તો કોઈ ખેડૂત વાહન પર પથ્થરમારો કરી રહ્યા હતા. મંત્રીનો પુત્ર તેના પિતાના આદેશનું પાલન કરી રહ્યો હતો. પાછળથી જીપમાં સવાર થઇને આવીને ખેડૂતોને નિર્દયતાથી કચડી રહ્યો હતો. હવે બધું સામે છે. શરમ કરી નરેન્દ્ર મોદી.

અન્ય સમાચારો પણ છે...