• Gujarati News
  • National
  • The Jeep Under Discussion During The Lakhimpur Violence Is Named After Union Home Minister Ajay Mishra.

ખેડૂતોને કચડનારી 'થાર'નું સત્ય:લખીમપુર હિંસા દરમિયાન ચર્ચામાં રહેલી જીપ, એ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના નામ પર છે

યુપી12 દિવસ પહેલા
  • ખેડૂતોને ટક્કર મારનારી જીપ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના નામ પર હોવાનું સામે આવ્યું

ખેડૂતોના આંદોલન દરમિયાન યુપીના લખીમપુર ખીરી હિંસામાં રવિવારે આઠ લોકોનાં મોત થયાં હતાં. ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્રએ ખેડૂતોને કચડી નાખીને હત્યા કરી હતી, સાથે જ મંત્રી અજય મિશ્રાનો દાવો છે કે તેમનો પુત્ર ત્યાં નહોતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જીપ કોની હતી અને તેને કોણ ચલાવી રહ્યું હતું.

આ હિંસાને લગતા ઘણા ફોટા અને વીડિયો ભારે વાઇરલ થઈ રહ્યા છે. ભાસ્કરને આમાંથી એક ફોટો પણ મળ્યો. આ ફોટોમાં હિંસા દરમિયાન તૂટેલી થાર જીપ દેખાઇ રહી છે. આ જીપની નંબરપ્લેટ પર જીપનો નંબર UP31 AS 1000 લખેલું છે.

જ્યારે અમે આ નંબર સાથે જોડાયેલી માહિતી RTO વ્હીકલ ઇન્ફર્મેશન પાસેથી જાણી ત્યારે ખબર પડી કે એ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના નામ પર હોવાનું સામે આવ્યું છે.

લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખનાર આ જીપ 14 જુલાઈ 2017ના રોજ મંત્રી અજય મિશ્રાના નામે રજિસ્ટર્ડ હારી. વ્હીકલ ઇન્ફોર્મેશન માહિતીમાં મંત્રી અજય મિશ્રાના પિતા અંબિકા પ્રસાદ મિશ્રાનું નામ પણ લખ્યું છે. ભાસ્કરની તપાસથી સ્પષ્ટ છે કે લખીમપુર હિંસામાં વપરાયેલી આ જીપ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની જ હતી.

અન્ય સમાચારો પણ છે...