નક્સલીઓના શહીદી સપ્તાહના પાંચમા દિવસે તેલંગાણા પોલીસને એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢ-તેલંગાણા રાજ્યની બોર્ડર પર જવાનોએ એક નક્સલીને ઠાર માર્યો હતો. ઘટનાસ્થળ પરથી જવાનોએ નક્સલીનો મૃતદેહ અને હથિયાર પણ જપ્ત કર્યુ હતું. જો કે મૃતક નક્સલીની ઓળખ થઈ શકી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં નક્સલીઓ હાજરી હોવાની માહિરી મળતા જવાનો ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક જ ફાયરિંગ શરૂ થયું હતું જેમાં એક નક્સલી ઠાર મરાયો હતો. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સરહદી વિસ્તારમાં નક્સલીઓની હાજરી હોવાની માહિતી મળી હતી
છત્તીસગઢ-તેલંગાણા રાજ્યની સરહદ પર કુરનાપલ્લી અને બોદેનેલ્લીની વચ્ચે નક્સલીઓ હાજર હોવાની સૂચના તેલંગાણા પોલીસને મળી હતી. આ માહિતીના આધારે શનિવારે રાત્રે જવાનો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેઓ રવિવારે સવારે 8 વાગ્યે જવાનોની નક્સલીઓના ચેરલા LOS ટિમ સાથે અથડામણ સર્જાયું હતું. બંને તરફથી થયેલ ભારે ફાયરિંગમાં સુરક્ષાદળોએ 1 નક્સલીને ઠાર માર્યો હતો.
3 ઓગસ્ટ સુધી ચાલશે નક્સલીઓનું શહીદી સપ્તાહ
થોડા દિવસ પહેલા નક્સલીઓની સેંટ્રલ કમિટીએ પ્રેસ નોટ જાહેર કરીને 28 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી શહીદી સપ્તાહ મનાવવાની નાત કરી હતી. શહીદી સપ્તાહ દરમિયાન નક્સલી ગામે-ગામ ગ્રામવાસીઓની બેઠક કરીને પોતાના મૃત સાથીને શ્રદ્ધાંજલિ આપે છે. સાથે જ કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટેના પ્રયાસ પણ કરે છે. નક્સલીઓના શહીદી સપ્તાહને ધ્યાનમાં લેતા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી.
SPએ કહ્યું- મોટી સફળતા છે
તેલંગાણાના કોતાગુડમ SP સુનિલ દત્તે જણાવ્યુ હતું કે છત્તીસગઢ-તેલંગાણા રાજ્યના સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં નક્સલીઓ હાજર હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે જવાનો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અથડામણમાં 1 નક્સલીને ઠાર મારવામાં આવ્યો છે. ઠાર મરાયેલા નક્સલીની ઓળખ થઈ નથી. જ્યારે જવાનો ઘટનાસ્થળ પરથી પરત આવશે ત્યારે સંપૂર્ણ જાણકારી મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.