• Gujarati News
  • National
  • The Jaw Opened 8 Feet And Weighed A Quintal Against The Crocodile; Left In The River After A 2 Hour Rescue Operation

JCBથી કરાયું મગરનું રેસ્ક્યૂ:8 ફૂટનો મગર મોં ખોલી JCBની સામે થયો; 2 કલાકના રેસ્ક્યૂ-ઓપરેશન બાદ નદીમાં છોડ્યો

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ભિંડમાં સિંધ નદીમાં આવેલું પૂર ગ્રામજનો માટે આફત બની રહ્યું છે. પૂરમાં પાણીની સાથે-સાથે મોટી સંખ્યામાં મગરો તણાઈને નદીમાં આવ્યા છે. શુક્રવારે બપોરે નદીથી 2 KM દૂર એક મગર સરકીને ખેતરમાં આવી પહોંચ્યો હતો. મગરને જોઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને પ્રશાસન બંને એના રેસ્ક્યૂમાં લાગી ગયા. મગરને પકડવા માટે JCBની મદદ લેવામાં આવી. જેવું JCB મગરની સામે ગયું તો એણે JCB પર હુમલો કરી દીધો. એનાં મોટાં જડબાં વડે હુમલો કરીને મગરે પોતાના બચાવના સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા. આશરે એક ક્વિન્ટલ અને આઠ ફૂટ લાંબા મગરને બે કલાક બાદ JCBના લોડરથી ઉઠાવી સિંધ નદીમાં છોડવામાં આવ્યો હતો.

શુક્રવારે ભરૌલી પોલીસ સ્ટેશનના મુસાવલી ગામનાં ખેતરોમાં એક મગર જોવા મળ્યો હતો. મગરે ગામલોકોને હચમચાવી દીધા હતા. આ અંગે ગ્રામજનોએ બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યાર બાદ બપોરે બે વાગ્યે વન વિભાગની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ મગરને દોરડાથી બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મગર પર કાબૂ ન આવી શક્યો ત્યારે વનકર્મીઓના હાથની વાત ન રહેતાં JCBની મદદ લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 3 ઓગસ્ટના રોજ સિંધ નદીમાં શિવપુરી પાસે આવેલા મણિચેરા ડેમમાંથી પાણી છોડવાને કારણે પૂર આવ્યું હતું. પૂરથી જિલ્લાના અનેક ગામો નાશ પામ્યાં હતાં. આ ગ્રામજનોનું જીવન હજી સુધી ટ્રેક પર પાછું ફર્યું નથી. હવે મગરનો ગભરાટ નદીના કિનારે ગામના લોકોના મનમાં ફેલાઈ ગયો.

આવી રીતે કરવામાં આવ્યું રેસ્ક્યૂ
મગરને બચાવવા દોડી આવેલા વનકર્મચારીઓ અપ્રશિક્ષિત હતા. મગરને પકડવા બચાવનાં સાધનો લીધા વિના વન કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે મગરને બચાવવા માટે હાથ ઊંચા કર્યા હતા. ત્યાર બાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સતેન્દ્ર સિંહે ગામમાંથી JCB બોલાવ્યું હતું. ઘટનાસ્થળે ચાર-પાંચ પોલીસકર્મચારી અને ત્રણ-ચાર વન વિભાગના કર્મચારીઓ હતા. બધાએ હાથમાં લાકડીઓ પકડી હતી. જેસીબીનો પંજો મગર તરફ આગળ વધતાં એ હિંસક બની ગયો. મગર તેના પર તૂટી પડ્યો. મગરે બેથી ત્રણ વખત હુમલો કર્યો હતો. દરમિયાન વનકર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ લાકડીઓની મદદથી જેસીબીના પંજામાં મગરને મૂકી દીધો હતો.

પૂરની સાથે મગર તણાઈને આવ્યો
પોલીસ સ્ટેશનના પ્રભારી સતેન્દ્ર સિંહનું કહેવું છે કે સિંધ નદીમાં મગર પૂર સાથે તણાઈને આવ્યા છે. આ મગર નદીથી બે કિલોમીટર દૂર કેવી રીતે પહોંચ્યો? એ કહેવું મુશ્કેલ છે. મગરનું રેસ્ક્યૂ કરીને એને નદીમાં પાછો છોડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...