તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Jack Of The Crane Broke While Changing The Rope Of The Tricolor In Gwalior; 3 Employees Died

સ્વતંત્રતા દિવસની ખુશીઓ શોકમાં ફેરવાઈ:ગ્વાલિયરમાં તિરંગાની દોરી બદલતા સમયે ક્રેનનો જેક તૂટી ગયો; 3 કર્મચારીનાં થયાં મોત

ગ્વાલિયરએક મહિનો પહેલા
જેક તૂટી જવાથી આ રીતે પડ્યું હતું ક્રેન અને ટ્રોલીમાં ઊભેલા કર્મચારીઓ નીચે પટકાયા હતા.
  • ક્રેનનો જેક તૂટી જતાં ટ્રોલીમાં રહેલા 4 લોકો નીચે પટકાયા હતા

ગ્વાલિયરમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગમાં 60 ફૂટની ઊંચાઈ પર લાગવાયેલા તિરંગાની દોરી બદલાતા સમયે ક્રેનની ટ્રોલી પરથી ચાર લોકો તેની બાજુમાં આવેલા પોસ્ટ ઓફિસની છત પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. તેમાં મનપાના 2 કર્મચારી અને પોસ્ટ ઓફિસનો ચોકીદાર સામેલ છે, જ્યારે એક અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટના બાદ મનપામાં કર્મચારીઓ અને સ્થાનિકો ભારે રોષે ભરાયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા પ્રભારી મુકુલ ગુપ્તાને રોષે ભરાયેલી ભીડમાં સામેલ વકીલ મનોજ શર્માએ થપ્પડ મારી દીધી હતી.

ક્રેનનો જેક તૂટવાને કારણે થઈ દુર્ઘટના
જણાવવામાં આવી રહ્યું છે કે ક્રેનનો જેક તૂટવાને કારણે ક્રેનનું બેલેન્સ ખોરવાઈ ગયું હતું. આ કારણે ટ્રોલી નીચે પડી ગઈ હતી. તેમાં સવાર ચાર લોકો પોસ્ટ ઓફિસની છત પર પટકાયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલના ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. તેમના નામ પ્રદીપ રજોરીયા, કુલદીત ડંડોતિયા અને વિનોદ શર્મા છે.

કર્મચારીઓ રોષે ભરાયા, પોલીસ તહેનાત કરવામાં આવી
આ ઇમારત પર નિયમિત રીતે તિરંગો લહેરાતો રહે છે. પરંતુ સ્વતંત્રતા દિવસના કારણે તેની જૂની દોરી બદલવામાં આવી રહી હતી. આ દુર્ઘટના બાદ કર્મચારીઓ નારાજ થયા ખૂબ જ રોષે ભરાયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે પોલીસ તહેનાત કરવામાં આવી હતી.

ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જઇ રહેલા મનપાના કર્મચારીઓ.
ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જઇ રહેલા મનપાના કર્મચારીઓ.

થપ્પડ મારનાર વ્યક્તિની ધરપકડ
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા મનપા ગ્વાલિયરના પ્રભારી કમિશ્નર મુકુલ ગુપ્તાને રોષે ભરાયેલી ભીડમાં સામેલ વકીલ મનોજ શર્માએ થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ પોલીસે મનોજની ધરપકડ કરી હતી. તે આ પહેલા પણ SDM પર પણ હુમલો કરી ચૂક્યો છે.

ફાયર અધિકારી સાથે પણ મારપીટ
આ દુર્ઘટનાની જાણ થતાં ફાયરના કર્મચારીઓએ JAH પહોંચ્યા હતા. જ્યાં ફાયર અધિકારી ઉમંગ પ્રધાનની સાથે મારપીટ કરવામાં આવી હતી. લોકો દ્વારાઆરોપ લગાવવામાં આવ્યા હતા કે અનટ્રેન્ડ સ્ટાફ ક્રેન પર ચઢીને કામ કરી રહ્યો હતો.

આ દુર્ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા.
આ દુર્ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા.