• Gujarati News
  • National
  • The Issue Of Elections In Five States, Including UP, Will Be Discussed; JP Nadda Announced The New Executive Last Month

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક કાલે:યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી મુદ્દે થશે મંથન; જેપી નડ્ડાએ ગયા મહિને જાહેર કરી હતી નવી કાર્યકારિણી

લખનઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયા મહિને જ પોતાની કાર્યકારિણીની જાહેરાત કરી હતી, ત્યારબાદ આ કાર્યકારિણીની પ્રથમ બેઠક છે. - Divya Bhaskar
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયા મહિને જ પોતાની કાર્યકારિણીની જાહેરાત કરી હતી, ત્યારબાદ આ કાર્યકારિણીની પ્રથમ બેઠક છે.
  • રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોદી, રાજનાથ સહિત તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની આગામી ચૂંટણી બાબતે રણનીતિ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક રવિવારે દિલ્હીમાં મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયા મહિને જ પોતાની કાર્યકારિણીની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ કાર્યકારિણીની પ્રથમ બેઠક મળવાની છે, કારણ કે પાર્ટી કાર્યકારિણીની બેઠક દિલ્હીની બહાર કોઈ ચૂંટણીનાં રાજ્યમાં કરતી હતી, પરંતુ કોરોના સંક્રમણ અને પ્રોટોકોલને ધ્યાનમાં લેતા આ વખતે પણ દિલ્હીમાં જ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે.

વડાપ્રધાન મોદી સમાપન સંબોધન કરશે​​​​​​​
મોદી સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ 2019માં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની આ પ્રથમ બેઠક હશે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કારોબારીના સભ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં 7 નવેમ્બરે યોજાવાની છે. રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક સવારે 10 વાગ્યે શરૂ થશે અને બપોરે 3 વાગ્યે સમાપ્ત થશે. આ બેઠકનું સ્થળ એનડીએમસી કન્વેન્શન સેન્ટર છે. આ બેઠકની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઉદ્ઘાટન સંબોધનથી શરૂ થશે અને વડાપ્રધાન મોદી એક સમાપન સંબોધન પણ કરશે.

આ વિષયો પર ચર્ચા કરવામાં આવશે​​​​​​​
કારોબારી બેઠકનો એજન્ડા રાષ્ટ્રપતિનું સંબોધન, એક શોક પ્રસ્તાવ, આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર ચર્ચા અને અન્ય વર્તમાન મુદ્દાઓ પર ઠરાવો અને ચર્ચાઓ છે. પક્ષના વડાની પરવાનગી સાથે કોઈપણ સભ્યો અન્ય મુદ્દા પણ ઉઠાવી શકે છે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, ફક્ત રાષ્ટ્રીય કાર્યકર્તાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિલ્હી ભાજપના સભ્યો જ બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રી (સંગઠન) અને રાજ્યોના કાર્યકારી સભ્યો પણ બેઠકમાં ભાગ લેશે.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ 7 ઓગસ્ટે તેમની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી હતી. જેમાં 80 સભ્યોને સ્થાન મળ્યું છે. જેપી નડ્ડાની ટીમમાં ઉત્તર પ્રદેશના નેતાઓને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ હતા. બસપા છોડીને આવેલા ત્રણ નેતાઓને મહત્વ આપવામાં આવ્યું છે માટે પાર્ટીના જૂના નેતાઓને સ્થાન મળ્યું નથી.

યુપીમાંથી બે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી હતી
ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની પણ નિમણૂક કરી છે. આમાં માત્ર યુપી જ એક એવું રાજ્ય છે જ્યાંથી બે લોકોને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેમાં ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ બેબી રાની મૌર્ય અને સાંસદ રેખા વર્માને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર સિંહ પણ ઉત્તર પ્રદેશના છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીને વિશેષ આમંત્રિત તરીકે કાર્યકારી સમિતિમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં લાંબા સમયથી લક્ષ્મીકાંત વાજપેયી વિશે ઘણી અટકળો ચાલી રહી હતી. તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે પાર્ટી તેમને એમએલસી બનાવીને યોગી કેબિનેટમાં લાવી શકે છે, પરંતુ યુપી ભાજપમાં અંદરોઅંદરની લડાઈએ તેમના પર ભારે પડી, જેના કારણે તેમને ન તો એમએલસી બનાવવામાં આવ્યા અને ન તો કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા.

80 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં યુપીમાંથી કોણ કોણ છે? 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાંસદ 2. મુરલી મનોહર જોશી, સાંસદ 3. રાજનાથ સિંહ, સાંસદ 4. મહેન્દ્ર નાથ પાંડે,સાંસદ 5. સ્મૃતિ ઈરાની, સાંસદ 6. મુખ્તાર અબ્બાસ નકવી, યુપી 7. સંતોષ ગંગવાર, સાંસદ 8. સાધ્વી નિરંજન જ્યોતિ, સાંસદ 9. દારા સિંહ ચૌહાણ, ધારાસભ્ય 10. સ્વામી પ્રસાદ મૌર્ય, ધારાસભ્ય 11. બ્રજેશ પાઠક, ધારાસભ્ય 12. સંજીવ બાલિયાન, સાંસદ 13. ડૉ. અનિલ જૈન, સાંસદ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...