તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Islamic Version Of India's 'Munnabhai Vaccine Specialists', Said The Vaccine Has A Chip? Learn The Truth Of This Video

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યુઝ એક્સપોઝ:ભારતના ‘મુન્નાભાઈ વેક્સિન વિશેષજ્ઞો’ની ઈસ્લામિક આવૃતિ, કહ્યું-વેક્સિનમાં ચિપ લાગી છે? જાણો આ વીડિયોનું સત્ય

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાયરલઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શલભ મણિ ત્રિપાઠીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કર્યો છે. 56 સેકન્ડના આ વીડિયોમાં એક મૌલાના માઈક પર બોલી રહ્યા છે, ‘વેક્સિનમાં એવી ચિપ નાખી રહ્યા છે, જેનાથી તેઓ તમારો મિજાજ કાબુમાં કરી લેશે. તેઓ જે ઈચ્છશે, એ જ તમે વિચારશો. જો તમે ઈચ્છશો, એ તમે વિચારી નહીં શકો.’

કેપ્શનમાં લખ્યું છે, ‘આ છે ભારતના ‘મુન્નાભાઈ વેક્સિન વિશેષજ્ઞો’ની ઈસ્લામિક આવૃતિ, કહે છે વેક્સિનમાં ચિપ લાગી છે, સૌનો મિજાજ કાબુ કરી લેશે.’

અને સત્ય શું છે?

  • આ વીડિયોની સચ્ચાઈ જાણવા માટે અમે વીડિયોને અલગ-અલગ સ્ક્રીનશોટને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યા. સર્ચ રિઝલ્ટમાં અમે આ વીડિયો ઉર્દૂ પોઈન્ટ નામની પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ પર મળ્યો.
  • વેબસાઈટમાં આ વીડિયોની સાથે ઉર્દૂ ભાષામાં સમાચાર પણ મૂકેલા છે. આ સમાચારને અમે ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા હિન્દીમાં કન્વર્ટ કર્યા.
  • સમાચારમાં લખ્યું હતું, ‘અલ્લામા કોકબ નૂરાની દાવો-યહૂદી કોરોના માટે એક વેક્સિન બનાવી રહ્યા છે, તેઓ તેમાં કંઈક એવું નાખી રહ્યા છે જે તમારા મૂડને નિયંત્રિત કરશે.’ વેબસાઈટ પર આ સમાચાર 3 જૂન, 2020ના રોજ પબ્લિશ થયા હતા.
  • સ્પષ્ટ છે કે આ વાયરલ વીડિયો ભારતનો નહીં પાકિસ્તાની મૌલાના અલ્લામા કોકબ નૂરાનીનો છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો અર્ધસત્ય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser