તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • When The Snake Bites, The Innocent Siblings Screamed And Woke Up, The Mother Fell Asleep.

માતાના વહાલ વચ્ચે બાળકોએ લીધા અંતિમ શ્વાસ:સાપે ડંખ માર્યા તો માસૂમ ભાઈ-બહેન બૂમ પાડી ઊંઘમાંથી જાગી ગયાં, માતાએ વહાલથી સુવાડ્યાં

શિવપુરી (મધ્યપ્રદેશ)24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાને લાગ્યું કે બાળકો ઊંઘમાં ડરીને જાગી ગયાં છે, સાપે ડંખ માર્યો એ અંગે જાણ જ ન હતી
  • મોઢામાંથી ફીણ નીકળ્યાં ત્યારે ખબર પડી તેમની તબિયત બગડી ગઈ છે

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં માતા પાસે ઊંઘી રહેલાં બે માસૂમ ભાઈ-બહેનનું સાપ કરડવાને લીધે મોત નીપજ્યું છે. રાત્રિના સમયે ઊંઘતી વખતે સાપે માસૂમ ભાઈ-બહેનને દંખ મારતાં બન્ને રડવા લાગ્યાં હતાં. માતાને લાગ્યું કે બન્ને બાળકો ડરી ગયાં છે, માટે રડી રહ્યાં છે, જેથી માતાએ બન્નેને વહાલથી પાસે સુવાડ્યાં, પણ થોડીવાર બાદ તેમનાં મોંમાંથી ફીણ નીકળવા લાગ્યાં તો તેમની તબિયતને લઈ ચિંતા સર્જાવા લાગી.

પરિવાર તથા ગામના લોકો બાળકોને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે માર્ગમાં જ પહેલા ભાઈએ અંતિમ શ્વાસ લીધા, થોડા સમય બાદ બહેનનું પણ મોત નીપજ્યું. હવે માતા પર આભ તૂટી પડ્યું છે. તે એમ કહીને બેભાન થઈ જાય છે કે મને ખબર ન હતી કે હું મારાં બાળકોને હંમેશાં માટે સુવાડી રહી હતી. ​

મકાનની છત પર ઊંઘી રહ્યો હતો પરિવાર
સોંદર ગામમાં રહેતા કમદ સિંહ બઘેલ, પત્ની લલિતા, 7 વર્ષની દીકરી પિંકી અને 4 વર્ષના દીકરા સંજય સાથે પરિવાર રાત્રે ઘરની છત પર ઊંઘી રહ્યો હતો. રાત્રે લગભગ બે વાગે પિંકી અને સંજયને ઝેરીલા સાપે ડંખ માર્યો. સાપ કરડતાં જ પિંકી બૂમ પાડીને જાગી ગઈ અને પીડા અંગે માતાને કહેવા લાગી. તે સમયે દીકરો પણ ઊંઘમાંથી જાગી ગયો અને રડવા લાગ્યો. માતા લલિતાને લાગ્યું કે બાળકો કદાચ ઊંઘમાંથી જાગી ગયાં છે, માટે રડી રહ્યાં છે. બાળકો ફરી સૂઈ જાય એ માટે પ્રયત્ન કરતી રહી.

ડોક્ટરે કહ્યું- બાળકોને બચાવવા હોય તો મોટી હોસ્પિટલમાં લઈ જાઓ
બાળકોના કાકા ભગવાન સિંહના જણાવ્યા પ્રમાણે, ડોક્ટરોએ કહ્યું હતું કે બાળકોને બચાવવા હોય તો તાત્કાલિક શિવપુરી લઈ જાઓ. તેઓ બાળકોને લઈ તાત્કાલિક શિવપુરી પહોંચી ગયા. શિવપુરીમાં ડોક્ટરોએ બાળકોની તપાસ કરી. ત્યાં સુધીમાં બાળકો અંતિમ શ્વાસ લઈ ચૂક્યાં હતાં. પિંકીના પગ પર સાપ કરડ્યાનાં નિશાન જોવા મળ્યાં હતાં.