• Gujarati News
  • National
  • The Indian Strain Of The Corona Virus Spreads More Rapidly, But There Is Little Evidence That It Is Lethal

એક્સપર્ટ્સનો દાવો:કોરોનાવાયરસનો ઇન્ડિયન સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાય છે, પરંતુ એ ઘાતક હોવાના પુરાવા ઓછા

નવી દિલ્હી6 મહિનો પહેલા
અચાનક કોરોનાના કેસોમાં વધારો થયો છે, દિલ્હીની હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. માનવામાં આવે છે કે એનું કારણ ઇન્ડિયન સ્ટ્રેન છે.
  • ભારતમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ વધુ કથળી
  • દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની અછત

ભારતમાં કોરોનાની બીજી લહેરનું કારણ માનવામાં આવે છે એવા વાયરસના ઇન્ડિયન સ્ટ્રેન બાબતે નવી માહિતી સામે આવી છે. નિષ્ણાતો કહે છે કે આ સ્ટ્રેન બ્રિટનના સ્ટ્રેનની જેમ ખૂબ ઝડપથી ફેલાય છે, પરંતુ હજી સુધી આ બાબતના ઓછા પુરાવા મળ્યા છે કે એ મૂળ વાયરસની સરખામણીએ વધુ જીવલેણ છે. બીજી સારી બાબત એ છે કે ભારતમાં આપવામાં આવતી વેક્સિન એના પર અસરકારક છે.

SARS-CoV2 ના B.1.617 સ્ટ્રેન, જેને ડબલ મ્યૂટન્ટ અથવા ઇન્ડિયન સ્ટ્રેન કહેવામાં આવે છે, એ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આને કારણે અહીં મહામારીની બીજી લહેરથી સ્થિતિ વધુ કથળી છે. દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં જિનોમ સિક્વેસિંગ કરવામાં આવેલાં અડધાથી વધુ સેમ્પલમાં B.1.617 સ્ટ્રેન મળ્યો છે, જ્યારે માર્ચના બીજા અઠવાડિયામાં UK વેરિયેન્ટનો 28% હિસ્સો હતો. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના ડિરેકટર સુજિતસિંહે ગયા અઠવાડિયે જિનોમ સિક્વેસિંગ પર થયેલા વેબિનારમાં આ ખુલાસો કર્યો હતો.

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સંક્રમણ ફેલાવાનું કારણ આ સ્ટ્રેન
દિલ્હી અને મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં સંક્રમણના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, આથી અહીંની આરોગ્ય સેવા વ્યવસ્થાને ભારે અસર થઈ છે. દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની અછત છે અને દર્દીઓના જીવ બચાવવા માટે સરકારથી લઈને આરોગ્યકર્મચારીઓ સંઘર્ષ કરી રહી છે.

અભ્યાસ હજી પૂર્ણ નહીં
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (IGIB)એ દેશભરમાં ફેલાયેલી 10 લેબ્સમાંની એક છે, જે વાયરસના જિનોમ સિક્વેસિંગમાં સામેલ છે. એના ડિરેક્ટર અનુરાગ અગ્રવાલના જણાવ્યા મુજબ, જ્યાં સુધી આપણે જાણીએ છીએ, બ્રિટિશ સ્ટ્રેન અને ન તો આ (B.1.617) ગંભીર બીમારી અથવા મૃત્યુની વધતી સંખ્યા સાથે સંકળાયેલો છે. UK સ્ટ્રેન ઝડપથી ફેલાય છે. હોઈ શકે છે કે B.1.617 એના કરતાં વધુ ઝડપથી ફેલાય છે, પરંતુ આ વાત હજી સુધી સાબિત થઈ નથી કે ભારતીય સ્ટ્રેનની અનેક ગુણધર્મો આની પુષ્ટિ કરે છે. જોકે હજી સુધી આ અંગે અભ્યાસ પૂર્ણ થયો નથી.

દેશનાં ઘણાં શહેરોમાં અચાનક કોરોનાના કેસ ઝડપી સામે આવી રહ્યા છે. આનાથી આરોગ્ય વ્યવસ્થા પર નોંધપાત્ર દબાણમાં વધારો થયો છે.
દેશનાં ઘણાં શહેરોમાં અચાનક કોરોનાના કેસ ઝડપી સામે આવી રહ્યા છે. આનાથી આરોગ્ય વ્યવસ્થા પર નોંધપાત્ર દબાણમાં વધારો થયો છે.

જેટલું વધુ સંક્રમણ ફેલાશે, મૃત્યુ પણ એટલાં જ વધુ થશે
અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે એ વાતની કોઈ તુલના નથી કે કયા સ્ટ્રેનના ટ્રાન્સમિશન ક્ષમતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રના અનુભવને જોતાં એ વધુ સંક્રમક લાગે છે, પરંતુ એ સાબિત થવાનું બાકી છે. જનરલ એવિડેન્સને જોતાં આ (B.1.617) વધુ સંક્રમક હોઈ શકે છે.

ગયા વર્ષે આવેલી પ્રથમ લહેરની તુલનામાં રાજ્યમાં મૃત્યુની સંખ્યામાં થયેલા વધારા વિશે પૂછતાં અગ્રવાલે કહ્યું હતું કે એનો સીધો સંબંધ એનાથી છે કે સ્ટ્રેન કેટલો સંક્રમક છે. જેટલા વધુ દર્દીઓને સંક્રમણ લાગશે એટલા જ વધુ મૃત્યુ થશે.

કોવિશીલ્ડ આ સ્ટ્રેન પર અસરકારક
નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સીસ (NCBS)ના ડિરેક્ટર સૌમિત્રા દાસે કહ્યું હતું કે B.1.617 કેટલો ઘાતક છે એના વિશે કોઈ રિપોર્ટ નથી. NCBS પણ કોરોનાનો જિનોમ સિક્વેસિંગમાં સામેલ છે. એ પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં છે. દાસના જણાવ્યા મુજબ, ભારતમાં આપવામાં આવી રહેલી વેક્સિન આ સ્ટ્રેન પર અસરકારક છે.

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી વાયરસનો અભ્યાસ કરનારી અન્ય મહત્ત્વપૂર્ણ સંસ્થા છે. કોવિશીલ્ડ વેક્સિનના જોડાણોનાં પ્રારંભિક પરિણામોને ધ્યાનમાં રાખીને સંસ્થા કહે છે કે એ વેક્સિન B.1.617 સ્ટ્રેન સામે અસરકારક છે.

મહારાષ્ટ્રના ગોરેગાંવમાં આ વૃદ્ધ દંપતી વેક્સિન લેવા માટે પહોંચ્યાં છે.
મહારાષ્ટ્રના ગોરેગાંવમાં આ વૃદ્ધ દંપતી વેક્સિન લેવા માટે પહોંચ્યાં છે.

અત્યારસુધીમાં 20થી વધુ દેશોમાં ફેલાયેલો
આ સ્ટ્રેન ગયા વર્ષે નવેમ્બરમાં પ્રથમવાર સામે આવ્યો હતો. ત્યાર બાદ એ 20થી વધુ દેશોમાં પહોંચી ચૂક્યો છે. ભારતમાં મુસાફરીની હિસ્ટ્રી ધરાવતા વિદેશી નાગરિકોમાં આ સ્ટ્રેન જોવા મળ્યો છે. ભારત સરકારે જિનોમ સિક્વેસિંગ માટે બનાવેલી કમિટીએ ઘણાંબધાં સેમ્પલોની તપાસ કરી નથી.

ભારતનાં 24 રાજ્યમાં યુકે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકાનો સ્ટ્રેન મળી આવ્યો છે. એને વેરિયેન્ટ્સ ઓફ કન્સર્ન (VoC) કહેવામાં આવે છે. ડબલ મ્યૂટન્ટ પણ આમાંનો જ એક છે.