તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LOC પર સીઝ ફાયર ઉલ્લંઘનનો મામલો:ભારત સરકારે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીને બોલાવ્યા,કહ્યું- તહેવાર પર નિર્દોષ નાગરિકોને જાણી જોઈને નિશાન બનાવાયા

5 મહિનો પહેલા
ફોટો શુક્રવારનો છે. પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની બંકરોનો નાશ કર્યો હતો. - Divya Bhaskar
ફોટો શુક્રવારનો છે. પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની બંકરોનો નાશ કર્યો હતો.

ભારત સરકારે પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘન મામલે એલઓસી પર કડક વલણ અપનાવ્યું છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને વિદેશ મંત્રાલયે શનિવારે પાકિસ્તાની હાઈ કમિશન અધિકારીને બોલાવીને વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની કાર્યવાહીની આકરી નિંદા કરી.

તહેવારમાં નાગરિકોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા હતા
વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સૈન્યએ ભારતીય તહેવાર પર એલઓસી પર ઇરાદાપૂર્વક સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે નાગરિકોને નિશાન બનાવ્યા હતા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હાઈ કમિશનના 'ચાર્જ અફેર્સ'ને બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હાઈ કમિશન સમક્ષ આતંકવાદીઓની ઘૂસણખોરીનો મામલો પણ ઉઠાવ્યો હતો. કહ્યું કે પાકિસ્તાની સેના આતંકવાદીઓને મદદ કરી રહી છે.

ફાયરિંગમાં બીએસએફ અને આર્મીના 5 જવાનો શહીદ થયા, 6 નાગરિકોના મોત
શુક્રવારે, પાકિસ્તાની સેનાએ LOC પર સીઝ ફાયર તોડ્યું હતું. પાકિસ્તાનની ફાયરિંગમાં બીએસએફ અને આર્મીના 5 જવાનો શહીદ થયા, 6 નાગરિકોના પણ મોત થયા હતા. જવાબી કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાની સેનાના 3 કમાન્ડો સહિત 11 સૈનિકોને માર્યા હતા. ભારતીય સેના દ્વારા ઘણા પાકિસ્તાની બંકરોનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફ્યુઅલ ડમ્પ અને લોન્ચ પેડ પણ નાશ પામ્યા હતા. લગભગ 16 પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા.

નવેમ્બરમાં 128 વાર સીઝ ફાયર વાયોલેશન
આ અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન કર્યું છે. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે પાકિસ્તાન દ્વારા 4052 વાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમાંથી નવેમ્બરમાં 128 અને ઓક્ટોબરમાં 394 વાર સીઝ ફાયર થયું. ગયા વર્ષે 3233 વાર સીઝ ફાયર વાયોલેશન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો