તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Indian Army Became An Example In The Fight Against Corona; 99% Of Army Personnel Were Vaccinated, 82% Of Whom Were Given Both Doses Of The Vaccine.

સેનામાં સંક્રમણનો દર લગભગ શૂન્ય:કોરોના સામેની લડાઈમાં ભારતીય સેના બની ઉદાહરણ; 99% સેનાના જવાનોનું વેક્સિનેશન, તેમાંથી 82%ને વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
  • દુશ્મનનો ખાતમો કરતા ભારતીય સેનાના જવાન વેક્સિનેશન સાથે કોરોનાને પણ કરી રહ્યા પરાસ્ત

ભારતીય સેનાએ ફરી એકવાર દેશ માટે એક દાખલો બેસાડ્યો છે, જેના માટે તે જાણીતી છે. જ્યારે આખો દેશ કોરોનાની બીજી સુનામીનો સામનો કરી રહ્યો છે, એવામાં વેક્સિનેશન કાર્યક્રમ અને કોવિડ પ્રોટોકોલના પાલનમાં શૂન્ય ટોલરેસના ડબલ પ્રયોગથી સેનાએ પોતાને ત્યાં સંક્રમણના દરને લગભગ શૂન્ય પર લાવીને સમેટી લીધો છે. ખાસ વાત એ છે કે સેનાએ આ મજબૂત સ્થિતિ બે મહિના કરતા પણ ઓછા સમયમાં કરી બનાવી છે.

સેનાના સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે દેશમાં દરરોજ કોવિડ કેસની સંખ્યાની તુલનામાં સેનામાં સંક્રમણનું પ્રમાણ શૂન્ય છે. દરરોજ દેશભરમાં કોરોનાના 3 થી 3.25 લાખ કેસ આવે છે, તેની સરખામણીએ સેનામાં આ સંખ્યા પણ 50 થી 60ની વચ્ચે પણ નથી. જે નવા કેસો આવી રહ્યા છે તે પણ એવા લોકો છે જેઓ તેમના પરિવાર સાથે બહાર હોવાને કારણે સંક્રમિત થઈ રહ્યા છે.

11.5 લાખને બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો
કુલ મળીને 400 લશ્કરી કર્મચારીઓ હોમ આઇસોલેશનમાં છે, જે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યાં છે. સેનાએ માર્ચથી દેશભરના લશ્કરી છાવણીમાં કોવિડ માટે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું હતું અને 20 એપ્રિલ આવતા-આવતા લગભગ 14 લાખ સૈનિકોમાંથી 99% લોકોને વેક્સિન આપવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આમાંથી 82%, એટલે કે લગભગ 11.5 લાખ લશ્કરી જવાનોને કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ પણ લગાવી દેવામાં આવ્યો છે.

બેઝ હોસ્પિટલને કોવિડ સુવિધામાં રૂપાંતરિત કરાઇ
સૈન્યને વેક્સિનનું બખ્તર પહેરાવ્યા બાદ 22 એપ્રિલથી દિલ્હીની બેઝ હોસ્પિટલને કોવિડ સુવિધામાં પરિવર્તિત કરવામાં આવી છે. અહીં ઓક્સિજનની સુવિધાના તમામ 258 બેડ પર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. સેનાએ દિલ્હીમાં પણ તેની 1000 બેડની હોસ્પિટલ સામાન્ય લોકો માટે ખોલી દીધી છે.

પટનામાં 500, વારાણસીમાં 750, અમદાવાદમાં 900 બેડની હોસ્પિટલ
ભારતીય સેનાએ દેશની સેવા કરનાર પૂર્વ સૈનિકો માટે પણ તેમની હોસ્પિટલોના દરવાજા ખોલ્યા છે. આ હેઠળ સેનાએ પટણામાં પોતાની 500 બેડની હોસ્પિટલ શરૂ કરી છે. આ ઉપરાંત લખનઉમાં લગભગ 450 બેડની હોસ્પિટલ, વારાણસીમાં 750 બેડની હોસ્પિટલ અને અમદાવાદમાં 900 બેડની એક હોસ્પિટલ જનતા માટે ખોલી દીધી છે. ત્યાં દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં લેતા આ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા પણ વધારીને આગામી 7 દિવસમાં બમણી કરવામાં આવી રહી છે, જેથી દર્દીઓને સમયસર સારવાર મળી શકે.