તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુલવામા ષડયંત્ર:ઘટના બની તેના એક વર્ષ અગાઉથી યોજના ઘડવામાં આવી હતી, બારુદથી કારને ભરી દેવામાં આવેલી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુલવામામાં આતંકવાદી હુમલામાં CRPFના જવાનો શહીદ થયા હતા - Divya Bhaskar
પુલવામામાં આતંકવાદી હુમલામાં CRPFના જવાનો શહીદ થયા હતા

સમગ્ર દેશને 14 ફેબ્રુઆરી,2019નો એ દિવસ એક એવો ઘા આપતો ગયો કે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આ દિવસે પુલવામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો,જે ઉરીથી પણ મોટો હુમલો હતો. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આ આતંકવાદી હુમલામાં ભારતના 40 સૈનિકો શહીદ થયા હતા આ હુમલાએ અનેક પરિવારોને ઉજાડી નાંખ્યાં હતા.

(વાંચોઃપુલવામા હુમલા પછી 68 દિવસમાં 41 આતંકી ઠાર, તેમાંથી 25 જૈશના)

આ હુમલાના મુખ્ય સૂત્રધારો આદિલ, કારી યાસિર, સજ્જાદ ભટ્ટ, ઉમર ફારુક, મુદસિર અહેમદ ખાન વગેરેને ભારતીય સેના ઠાર કરી ચુકી છે. 14 ફેબ્રુઆરી,2019ના રોજ પુલવામાં એક મોટા ષડયંત્રના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. તપાસ એજન્સીએ આ હુમલાને અંજામ સુધી પહોંચાડનારાઓને પોતાની પાસે રાખવા તથા હુમલામાં સામેલ કારમાં RDX લગાવનાર શાકિર બશીર માગરની પુલવામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે આ હુમલાનો મુખ્ય સૂત્રધાર આદિલ અહેમદનો ખાસ મિત્ર હતો,જે પુલવામાના લેથપોરામાં ફર્નીચરની દુકાન ચલાવતો હતો.

આ ઘટનામાં NIAએ પુલવામાના હાજીબલ કાકાપોરાથી માગરેની ધરપકડ કરી હતી. માગરેએ જ આ હુમલામાં મદદ કરી હતી. વર્ષ 2018માં જૈશના પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ ઉમર ફારુકને શાકિરની મુલાકાત આદિલ ડાર સાથે કરાવી હતી. ત્યારબાદ શાકિર જૈશ માટે ફુલ ટાઈમ કામ કરનારી વ્યક્તિ બની ગઈ હતી.

શહીદોને અંતિમ વિદાય આપતા પરિવારજનો (ફાઈલ ફોટો)
શહીદોને અંતિમ વિદાય આપતા પરિવારજનો (ફાઈલ ફોટો)

દોઢ વર્ષ સુધી હુમલાખોરોને પોતાના ઘરે રાખ્યા હતા
પુલવામા હુમલાનું ષડયંત્ર વર્ષ 2018થી જ ઘડવામાં આવ્યું હતું. જે સમયે શાકિરની આદિલ સાથે મુલાકાત થઈ ત્યારબાદ આદિલ અને ફારુક બન્ને શાકિરના ઘરે રહેવા ગયો હતો. શાકિરે જ કારમાં રાખવામાં આવેલ વિસ્ફોટકોને તૈયાર કર્યાં હતા. શાકિરની દુકાન લેથપોરા પુલ પાસે હતી. ત્યાંથી જ તે CRPFના કાફલાની મૂવમેન્ટ પર નજર રાખતો હતો અને જાન્યુઆરીમાં કાફલાની મૂવમેન્ટની સંપૂર્ણ વિગતો શાકિરે આદિલ અને ફારુકને
આપી હતી.

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

ફેબ્રુઆરીમાં તૈયાર કરી હતી RDXથી ભરેલી કાર
ફેબ્રુઆરી (વર્ષ 2019)ના પહેલા સપ્તાહમાં જ ઈકો કારમાં એમોનિયમ નાઈટ્રેટ, નાઈટ્રો ગ્લિસરીન અને RDX લગાવવામાં આવ્યા હતા. કારને સંપૂર્ણપણે મોડીફાઈ કરવામાં આવી હતી, જેથી કોઈને આ ષડયંત્ર અંગે આશંકા ન જન્મે.

આદિલના DNAથી થઈ તપાસ
અત્રે ઉલ્લેખનીય છે કે NIAની ટીમે આદિલના DNAની તપાસ માટે નમૂના લીધા હતા. ત્યારબાદ NIAએ આદિલના પિતાને અટકાયતમાં લઈ લેહીના સેમ્પલ લીધા હતા. આદિલની આ રીતે DNAની તપાસ થઈ અને તેની ઓળખ કરવામાં આવી.

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો