ઈંદોરની બે માળની ઈમારતમાં શુક્રવારે રાત્રે લાગેલી આગની ઘટના પાછળ એક મોટો ખુલાસો થયો છે. આ આગ એક યુવક દ્વારા લગાવવામાં આવી હતી, જે સમગ્ર ઈમારતમાં ફેલાઈ ગઈ હતી અને આ ઘટનામાં 7 લોકો જીવતા સળગી જતા મોતને ભેડ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે યુવકે આગ લગાડી તે બિલ્ડિંગમાં રહેતી યુવતી સાથે એક તરફથી પ્રેમમાં હતો.
યુવતી સાથે તેણો વિવાદ થયો હતો. ત્યારબાદ આરોપીએ યુવતીએ તેના વાહનમાં આગ લગાડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ આગ સમગ્ર ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.ઈંદોર પોલીસ કમિશ્નર હરિનારાયણ ચારી મિશ્રએ જણાવ્યું હતું કે આગ લગાડનાર આરોપીનું નામ સંજય ઉર્ફે શુભમ દીક્ષિત છે, જે ઝાંસીનો રહેવાસી છે. આરોપી વર્ષ અગાઉ જ ઈન્દોર આવ્યો હતો અને છ મહિના અગાઉ આ ઈમારતમાં ભાડુઆત તરીકે રહેતો હતો.
યુવતીના લગ્ન અન્યત્ર નક્કી થતા આરોપી નારાજ હતો
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના એકતરફી પ્રેમ પ્રકરણનું પરીણામ છે. આરોપી આ ઈમારતમાં રહેતી એક યુવતીના પ્રેમમાં હતો. યુવતીના લગ્ન અન્યત્ર નક્કી થયા હતા. જોકે યુવક તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. આ મુદ્દે બન્ને વચ્ચે વિવાદ હતો. યુવતીની પણ પૂછપરછ કરવામાં આવી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી અને યુવતી વચ્ચે રૂપિયા દસ હજાર સહિત અન્ય મુદ્દે વિવાદ થયો હતો. ત્યારબાદ સંજયે છ મહિના અગાઉ ઘર છોડી દીધુ હતું. તેણે ઈન્દોરમાં અનેક જગ્યાએ નોકરી કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સંજય સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ જ વધુ ખુલાસો થશે.
કેમેરા અને વીજળીના મીટર સાથે ચેડા કરતો જોવા મળ્યો
CCTV ફૂટેજમાં શુક્રવારે રાત્રે 2.54 વાગે સફેટ શર્ટ પહેરી એક યુવક આવતો જોવા મળ્યો, જેણે પાર્કિંગમાં રહેલા એક વાહનમાંથી પેટ્રોલ કાઢ્યું અને ત્યાં જ આગ લગાડી દીધી. જોકે સત્તાવાર રીતે આ અંગે પુષ્ટી કરવામાં આવી નથી. અલબત ક્રાઈમ બ્રાંચ તથા અન્ય ટીમે આરોપીને પકડવા ચક્રગતિમાન કર્યાં છે. આગ લગાડ્યા બાદ યુવક ફૂટેજમાં જતો દેખાય છે.
થોડી વાર બાદ યુવક ફરી વખત આ ઈમારતમાં આવે છે. તે ઈમારતમાં લાગેલા CCTV કેમેરા અને વીજળીની મીટર સાથે ચેડા કરતો દેખાય છે. ત્યારબાદ તે ફરીથી જતો રહે છે. જોકે સ્વર્ણ બાગની જે ઈમારતમાં આગ લાગી છે તેના CCTV સંપૂર્ણપણે સળગી ગયા છે. પોલીસે આ ક્ષેત્રમાં ત્રણ ઘરના CCTV ફુટેજ અને DVR મેળવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.