રાહતના સંકેત:વિજ્ઞાનીઓનું આકલન- ભારતમાં કોરોનાની અસર વધુ નહીં થાય

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં મળેલ વાઈરસ સિંગલ સ્પાઈક છે
  • ઈટાલી, ચીન અને અમેરિકામાં મળેલા વાઈરસમાં ત્રણ સ્પાઈક છે

નવી દિલ્હી: વિજ્ઞાનીઓનું આકલન છે કે ચીન, અમેરિકા, ઈટાલીની તુલનાએ ભારતમાં ફેલાયેલો કોરોના વાઇરસ વધુ ઘાતક સાબિત નહીં થાય. વિજ્ઞાનીઓ અનુસાર આ તમામ જગ્યાએ વાઈરસના સ્ટ્રેનમાં ફેર છે. ભારતીય વિજ્ઞાનીઓએ પણ 11-12 નમૂનાની તપાસ કરી જિનોમ સિક્વન્સિંગ તૈયાર કર્યુ છે. શરૂઆતના રિપોર્ટ અનુસાર ભારતમાં મળેલ વાઈરસ સિંગલ સ્પાઈક છે, જોકે ઈટાલી, ચીન અને અમેરિકામાં મળેલા વાઈરસમાં ત્રણ સ્પાઈક છે. એટલે કે ભારતમાં ફેલાયેલો વાઈરસ માનવીય કોષોને વધારે અસરદાર રીતે પકડી શકતો નથી. જ્યારે ત્રણ સ્પાઇકવાળો વાઈરસ કોષોને મજબૂત રીતે પકડે છે. જોકે આ અત્યંત શરૂઆતનો અભ્યાસ છે. તેના આધારે અંતિમ નિર્ણય સુધી પહોંચી ના શકાય. ઓસ્ટ્રેલિયા અને હોલેન્ડમાં પણ તેના પર અભ્યાસ થઈ રહ્યો છે. 
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના ડૉ.કે.શ્રીનાથ રેડ્ડી, ડબ્લ્યૂએચઓમાં ભારતના પૂર્વ રાષ્ટ્રીય સલાહકાર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ટોંગરા અને એઈમ્સના પૂર્વ નિર્દેશક ડૉ.એસ.સી.મિશ્રા અનુસાર ભારતમાં મોટા ભાગના લોકોને બાળપણમાં જ ટીબીથી બચાવ માટે બીસીજીની રસી અપાઈ છે. તે ફક્ત ટીબીથી જ નહીં પણ શ્વાસના રોગમાં પણ ફાયદાકારક છે. 

અન્ય સમાચારો પણ છે...