તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Idols Of Lakshmiji And Ganesha From Cow Dung Will Keep The Environment Clean And Will Also Become Compost

કામધેનુ દીવાળી:ગાયના છાણમાંથી લક્ષ્મીજી, ગણેશજીની મૂર્તિઓથી પર્યાવરણ શુદ્ધ રહેશ અને ખાતર પણ બનશે

ચુરુ, રાજસ્થાન10 દિવસ પહેલાલેખક: વિનોદ ભાટિયા
  • કૉપી લિંક
ગાયના છાણમાંથી બનેલી લક્ષ્મીજી, ગણેશજીની મૂર્તિઓ.

રાજસ્થાનના ચુરુ જિલ્લાની શ્રીરાજલદેસર ગૌશાળા ઇકો ફ્રેન્ડલી દીપાવલીની પહેલ પર નવો પ્રયોગ કરી રહી છે. ગૌશાળામાં કામધેનુ દીપાવલી મહાયજ્ઞના હેતુથી છાણમાંથી લક્ષ્મી માતા તથા ભગવાન ગણેશજીની મૂર્તિઓ તથા કોડિયા બનાવાય છે. કદાચ પહેલી વાર છાણમાંથી બનેલા દીવડાથી ઘરો સજશે.

ગૌશાળાના કો-ઓર્ડિનેટર લલિત દધીચે જણાવ્યું કે રાષ્ટ્રીય કામધેનુ આયોગના આહ્વાન પર આ પહેલ કરી છે. કોડિયાની સુંદરતા માટે ચૂનાના પાણીમાં ઇકો-ફ્રેન્ડલી કલર ભેળવીને રંગરોગાન કરાય છે. હાલ 50 હજાર કોડિયા અને અંદાજે 525 જોડી મૂર્તિઓ બનાવવાનું લક્ષ્ય છે.

ફાયદા: પર્યાવરણ શુદ્ધ, ખાતર બનશે

  • સામાન્ય રીતે માટીના કોડિયાનો રોશની બાદ ઉપયોગ નથી થતો જ્યારે છાણમાંથી બનેલા કોડિયા અને મૂર્તિઓનું પૂજન બાદ પાણીમાં વિસર્જન કરી શકાશે અને તે પાણીનો ફૂલછોડ-વૃક્ષો માટે ખાતર તરીકે ઉપયોગ થઇ શકશે.
  • છાણમાંથી બે પ્રકારના દીવા બની રહ્યા છે. માત્ર છાણ સાથે બાઇન્ડિંગ સામગ્રી ભેળવીને બનાવાતા દીવા બીજા કામમાં આવશે. ગુવારગમ સાથે પ્રેશરથી બાઇન્ડિંગ હોવાથી તેલ-વાટ પૂરા થઇ જાય તો દીવો પ્રગટશે જ નહીં. બીજા પ્રકારના દીવા છાણ સાથે હવન સામગ્રી મિલાવીને બનાવાઇ રહ્યા છે. વાટ સળગ્યા બાદ તે ધૂપબત્તીની જેમ સળગતા રહેશે, જેથી હવન જેવું વાતાવરણ સર્જાશે. તેનાથી પર્યાવરણ શુદ્ધ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો