તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Husband Said The Wife Had Never Eaten With So Much Love, Mixed Sleeping Pills In The Meal; She Ran Away With Her Lover Carrying Millions Of Rupees In Cash And Jewelery

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MPમાં દગાબાઝ પત્ની:પતિએ કહ્યું- પત્નીએ આટલા પ્રેમથી ક્યારેય જમાડ્યો ન હતો, જમવામાં ઉંઘની દવા ભેળવી હતી; લાખોની રોકડ-દાગીના લઈને પ્રેમી સાથે ભાગી ગઈ

ગ્વાલિયરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ પતિ-બાળકો સહિત આખા પરિવારના સભ્યોના જમવામાં ઉંઘની દવા ભેળવી હતી
  • TV પર ક્રાઇમ સિરિયલ જોઈને કાવતરું ઘડ્યું હોવાની આશંકા

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના બરાસોમાં એક દગાબાજ મહિલા જે એક પત્ની, માતા અને વહુ પણ છે, પરંતુ તેણે તમામ સંબંધીને ભુલીને ગેરકાયસે સંબંધમાં પોતાનાઓનો જ જીવ લઈ લીધો. તેણે પોતાના બે બાળકો, પતિ, નણંદ અને સાસુ-સસરા સહિત 10 લોકોને ભોજનમાં ઉંઘની દવાનો હેવી ડોઝ આપી દીધો અને પ્રેમી સાથે ભાગી ગઈ. થતાં 10 પીડિત ગ્વાલિયરમાં જયા આરોગ્ય હોસ્પિટલ (JAH)માં સારવાર કરાવી રહ્યા છે.

આરોપી રેશ્મા પોતાના નાનો પુત્ર જીશાનને પણ પોતાની સાથે લઈ ગઈ છે. જેની સાથે બાગી છે તે સંબંધમાં તેનો નણદોઈ છે.
આરોપી રેશ્મા પોતાના નાનો પુત્ર જીશાનને પણ પોતાની સાથે લઈ ગઈ છે. જેની સાથે બાગી છે તે સંબંધમાં તેનો નણદોઈ છે.

રેશ્મા નામની એક મહિલાના બે વાર લગ્ન થઈ ચૂક્યા છે. જેની સાથે તે ભાગી છે તે સંબંધમાં નણદોઈ લાગે છે. રેશ્મા ઘરની તિજોરીમાંથી લગભગ 15 ટોળાં સોનું, 3 લાખની રોકડ લઈને ભાગી ગઈ. ઘટના વાળી રાતનો ઉલ્લેખ કરતાં રેશમાના પતિ જાવેદે જણાવ્યુ હતું કે, રેશ્માએ આટલા પ્રેમથી ક્યારેય જમાડયા ન હતા જેટલા શનિવારે રાત્રે જમાડી રહી હતી. તેણે પૂરી-શાકમાં ઉંઘની દવાનો હેવી ડોઝ નાંખ્યો હતો. જે જમ્યા બાદ કોઈને પણ ભાન રહ્યું ન હતું. તે અમને બધાને મોતની ઉંઘે સુવડાવી દેવા માંગતી હતી.

આ છે સમગ્ર મામલો
ભિંડના બરાસોના રહેવારિ 60 વર્ષના મુન્શી ખાનના ઘરમાં વહુ રેશ્મા પત્ની છોટૂ ઉર્ફે જાવેદ ખાને શનિવારે રાત્રે પૂરી-શાક બનાવ્યા હતા. વિના તહેવારના પૂરી-શાક બનાવવા અંગે સૌને આશ્ચર્ય તો થયું જ, પરંતુ વહુએ બનાવ્યું હતું અને પ્રેમથી પીરસ્યુ તો બધાએ પેટ ભરીને ખાધું હતું. રવિવારે સવારે જ્યારે પાડોશમાં રહેતા જાવેદનો પિતરાઇ ભાઈ નૂર મોહમ્મદ ખાન જાવેદના ઘરે પહોંચ્યો તો અંદર જોયું તો પરિવારના 10 લોકો બેભાન પડ્યા હતા. બાળકોના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. તેમાં રેશમા અને તેનો નાનો દીકરો જીશાન ન હતો. નૂર મોહમ્મદે તરત જ બીજા સંબંધીઓને બોલાવ્યા હતા અને તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ઉંઘની દવાનો હેવી ડોઝ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્થિતિ ગંભીર હોવાથી તમામ 10 સભ્યોને ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા હતા. ગ્વાલિયરના JHAમાં તેમની સારવાર ચાલી રહી છે. હજી કેટલાક લોકોની હાલત ગંભીર છે. આ બાબતે ઘરે તપાસ કરી તો જાણ થઈ કે રેશ્મા રૂપિયા અને સોનું લઈને ભાગી ગઈ છે. તે પોતાના પ્રેમી નણદોઈ લોહકન ખાન સાથે ભાગી ગઈ છે.

પ્રેમમાં બન્યા રોડા તો રસ્તા પરથી હટાવવા માટે ઘડ્યું કાવતરું
35 વર્ષની રેશ્માને પોતાના જ નણદોઈ લોહકન ખાન સાથે ઘણું જ મળવાનું થતું હતું. આ મળવાનું તે સમયે વધી ગયું જ્યારે રેશમાના પ્રથમ પતિનું 4 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. આ સમયે લોહકનના ઘરે ર્શ્માનું આવવા-જવાનું વધ્યું તો તે દરમિયાન બંને વચ્ચે આંખ મળી ગઈ. રેશમાને પિયરવાળા અને સાસરિયાં પક્ષે તેના લગ્ન તેના પ્રથમ પતિના નાના ભાઈ છોટૂ ઉર્ફે જાવેદ ખાન સાથે કરી દીધા હતા. પરિવારે એવું વિચારી હતું કે બે બાળકોનો ઉછેર કાકા પિતા બનીને કરશે. રેશ્માએ તે સમયે તો લગ્ન કરી લીધા હતા, પરંતુ તેની ઇરાદો કંઇ જુદો જ હતું. જ્યારે તેના નણદોઈ સાથે પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટ્યો તો પરિવારે તેને ઘરની બહાર જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે આખો પરિવાર જ તેના પ્રેમની વચ્ચે રોડા બન્યો તેણે શનિવારે રાત્રે તમામને રસ્તા પરથી હટાવવા માટે કાવતરું ઘડ્યું.

મોટાભાગના સમયમાં જોતી હતી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સિરિયલ
રેશ્મા બાબતે જાણવા મળ્યું છે કે તે દિવસના મોટાભાગના સમયમાં TV પર આવતી ક્રાઇમ સિરિયલ જ જોતી હતી. તેની કહાની પણ કોઈ સિરિયલ કરતાં ઓછી નથી. બની શકે છે કે જેવી રીતે તેણે પરિવારના સભ્યોને જમવામાં ઉંઘની દવા ભેળવીને પ્રેમી સાથે ભાગી જવાનું કાવતરું રચ્યું છે તે કોઈ સિરિયલમાંથી જ શિખ્યું હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો