• Gujarati News
  • National
  • The Husband Built A 4 Bedroom House Similar To The Taj Mahal; Hall, Kitchen, Library And Also Meditation Room

પત્નીને ગિફ્ટમાં 'તાજમહેલ':પતિએ તાજમહેલ જેવું જ 4 બેડરૂમનું ઘર બનડાવ્યું; હોલ, કિચન, લાઇબ્રેરી અને મેડિટેશન રૂમ પણ

બુરહાનપુર13 દિવસ પહેલા
  • ઘરનું ફ્લોરિંગ રાજસ્થાનના કારીગરોએ, જ્યારે બાકીનું કામ આગ્રાના કારીગરોએ કર્યું છે.
  • ફર્નિચરનું કામ સુરત અને મુંબઈના કારીગરોએ કર્યું છે.

મધ્યપ્રદેશના બુરહાનપુરના સ્કૂલ-સંચાલક આનંદ પ્રકાશ ચોકસેએ પોતાનું ઘર તાજમહેલ જેવું જ બનડાવ્યું છે. આ ઘર તૈયાર થતાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો, જેમાં 4 બેડરૂમ છે. પ્રેમની નિશાની સમાન આ તાજમહેલની રેપ્લિકાને આનંદ પ્રકાશે પોતાની પત્ની મંજૂષાને ગિફ્ટમાં આપી છે, જેમાં એક મોટો હોલ, 2 બેડરૂમ નીચે અને 2 બેડરૂમ ઉપર છે. આ ઉપરાંત કિચન, લાઇબ્રેરી અને મેડિટેશન રૂમ પણ છે.

ઘરને ઈન્ડિયન કન્સ્ટ્રક્ટિંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર ઓફ મધ્યપ્રદેશનો અવોર્ડ મળી ચૂક્યો છે.

આનંદે ઘરની બહારની ડિઝાઈનને શાહી નથી બનાવી, પરંતુ ઘરના ઈન્ટીરિયરને પણ રોયલ લુક આપ્યો છે.
આનંદે ઘરની બહારની ડિઝાઈનને શાહી નથી બનાવી, પરંતુ ઘરના ઈન્ટીરિયરને પણ રોયલ લુક આપ્યો છે.

આગ્રાની શાન એવા તાજમહેલના મુઘલકાળમાં શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ માટે બનડાવ્યો હતો. મુમતાઝનું મોત 14મા પ્રસવ પીડા સમયે બુરહાનપુરના એક મહેલમાં થયું હતું. 6 મહિના સુધી મુમતાઝનો પાર્થિવદેહ બુરહાનપુરના આહુખાનામાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. શાહજહાંએ પહેલાં બુરહાનપુરમાંથી પસાર થતી તાપ્તી નદીના કાંઠે તાજમહેલ બનાવવા માગતો હતો, પરંતુ કોઈ કારણસર તેને બુરહાનપુરની જગ્યાએ આગ્રામાં તાજમહેલ બનડાવ્યો હતો.

બુરહાનપુરમાં એક સ્કૂલના સંચાલક આનંદ પ્રકાશ ચોક્સેનું ઘર દૂરથી જ ઘણું અલગ દેખાય છે.
બુરહાનપુરમાં એક સ્કૂલના સંચાલક આનંદ પ્રકાશ ચોક્સેનું ઘર દૂરથી જ ઘણું અલગ દેખાય છે.

ચોક્સેએ જણાવ્યું કે તેના મનમાં એ વાતનો રંજ હતો કે બુરહાનપુરમાં તાજમહેલ કેમ ન બન્યો, તેથી તેને પોતાની પત્નીને શાહજહાંની જેમ તાજમહેલ ગિફ્ટ કરવાનું નિશ્ચિત કરી લીધું. આ ઘર બનાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ આનંદના અતૂટ વિશ્વાસને કારણે તાજમહેલ જેવું મકાન બનાવવામાં તેમને સફળતા મળી.

ચોક્સેના ઘરની આજુબાજુ ઘણાં ફૂલો ખીલ્યાં છે. નજીકમાં ખુલ્લી જગ્યા પણ છે, જેનાથી ઘરની સુંદરતામાં વધારો થાય છે.
ચોક્સેના ઘરની આજુબાજુ ઘણાં ફૂલો ખીલ્યાં છે. નજીકમાં ખુલ્લી જગ્યા પણ છે, જેનાથી ઘરની સુંદરતામાં વધારો થાય છે.

આગ્રા જઈને પહેલાં તાજમહેલ જોયો પછી એન્જિનિયરને કહ્યું- આવું જ ઘર બનાવો
તાજમહેલ જેવું જ ઘર બનાવવા માટે કન્સલ્ટિંગ એન્જિનિયર પ્રવીણ ચોક્સેએ જણાવ્યું- આનંદ ચોક્સેએ તેમને તાજમહેલ જેવું ઘર બનાવવાનું કહ્યું હતું. આ કામ ઘણું જ મુશ્કેલ હતું. આનંદ અને તેમનાં પત્ની તાજમહેલ જોવા આગ્રા ગયાં હતાં. પરત ફર્યા બાદ એન્જિનિયરોને તાજમહેલ જેવું જ ઘર બનાવવાનું કહ્યું. એ બાદ એન્જિનિયર પ્રવીણ ચોક્સે પણ આગ્રા જઈને તાજમહેલ જોઈ આવ્યા.

ઘરના ઈન્ટીરિયરમાં મોટા ભાગે વ્હાઈટ માર્બલથી કામ કર્યું છે. સીડીઓથી લઈને બારી સુધી તમામ ડિઝાઈનમાં ઘણું જ ઝીણવટપૂર્વકનું કામ કરાયું છે.
ઘરના ઈન્ટીરિયરમાં મોટા ભાગે વ્હાઈટ માર્બલથી કામ કર્યું છે. સીડીઓથી લઈને બારી સુધી તમામ ડિઝાઈનમાં ઘણું જ ઝીણવટપૂર્વકનું કામ કરાયું છે.

આનંદ ચોક્સેએ ઔરંગાબાદના દૌલતાબાદમાં તાજમહેલ જેવા મકબરાને પણ જોયો હતો. પહેલાં આનંદે એન્જિનિયરને 80 ફૂટ ઊંચું યુનિક ઘર બનાવવાનું કહ્યું હતું, પરંતુ મંજૂરી ન મળવાને કારણે તેમણે તાજમહેલ જેવું ઘર બનાવવાનું અસાઈન્મેન્ટ આપ્યું. એન્જિનિયરોએ કહ્યું હતું કે ઈસ્લામિક માઈથોલોજી મુજબ તાજમહેલ એક મકબરો છે. આ બધાં જ કારણને સાઈડ પર રાખતાં આનંદ ચોક્સેએ તાજમહેલ જેવું જ ઘર બનાવવાનું કહ્યું.

તાજમહેલ જેવું જ ઘર તૈયાર કરવામાં એન્જિનિયરને 3 વર્ષનો સમય લાગ્યો, જેને તૈયાર કરવા માટે તાજમહેલની 3ડી ઈમેજની મદદ લેવામાં આવી.
તાજમહેલ જેવું જ ઘર તૈયાર કરવામાં એન્જિનિયરને 3 વર્ષનો સમય લાગ્યો, જેને તૈયાર કરવા માટે તાજમહેલની 3ડી ઈમેજની મદદ લેવામાં આવી.

એન્જિનિયરે આ કામને ચેલેન્જ તરીકે લીધું
એન્જિનિયરે ઈન્ટરનેટની મદદથી તાજમહેલની 3ડી ઈમેજ કાઢી, એ બાદ આ ઘર બનાવવાનું શરૂ કર્યું. 3 વર્ષમાં ઘર બનીને તૈયાર થઈ ગયું. અસલી તાજમહેલની તુલનાએ આ ઘર એક તૃતિયાંશ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. એન્જિનિયરે પ્રવીણ ચોક્સેના જણાવ્યા મુજબ, આ ઘરનું ક્ષેત્રફળ મિનાર સહિત 90 બાય 90નું છે. બેઝિક સ્ટ્રક્ચર 60 બાય 60નું છે. ગુંબજ 29 ફૂટ ઊંચો રાખવામાં આવ્યો છે.

4 બેડરૂમવાળા આ ઘરને આનંદ ચોક્સે પોતાની પત્ની મંજૂષાને ભેટમાં આપ્યું છે.
4 બેડરૂમવાળા આ ઘરને આનંદ ચોક્સે પોતાની પત્ની મંજૂષાને ભેટમાં આપ્યું છે.
આ ઘરને ઈન્ડિયન કન્સ્ટ્રક્ટિંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર ઓફ મધ્યપ્રદેશનો અવોર્ડ મળ્યો છે.
આ ઘરને ઈન્ડિયન કન્સ્ટ્રક્ટિંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર ઓફ મધ્યપ્રદેશનો અવોર્ડ મળ્યો છે.
ઘરમાં મોટા ભાગનું કામ સ્થાનિક મિસ્ત્રીઓએ કર્યું છે. ઘરની અંદરના નક્શીકામ માટે બંગાળ અને ઈન્દોરના કલાકારોની મદદ લેવાઈ છે.
ઘરમાં મોટા ભાગનું કામ સ્થાનિક મિસ્ત્રીઓએ કર્યું છે. ઘરની અંદરના નક્શીકામ માટે બંગાળ અને ઈન્દોરના કલાકારોની મદદ લેવાઈ છે.
ઘરનું ફ્લોરિંગ રાજસ્થાનના મક્રાનાના કારીગરોએ કર્યું છે. જ્યારે બાકીનું કામ આગ્રાના કારીગરોએ કર્યું છે. ફર્નિચરનું કામ સુરત અને મુંબઈના કારીગરોએ કર્યું છે.
ઘરનું ફ્લોરિંગ રાજસ્થાનના મક્રાનાના કારીગરોએ કર્યું છે. જ્યારે બાકીનું કામ આગ્રાના કારીગરોએ કર્યું છે. ફર્નિચરનું કામ સુરત અને મુંબઈના કારીગરોએ કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...