• Gujarati News
  • National
  • The Hotel That BCCI Wanted, IAS Booked For Its Own Wedding; They Agreed To Leave The Hotel After Government Intervention

બાયો બબલે કરાવી બબાલ!:રાંચીમાં IAS ઑફિસરે જે હોટલ લગ્ન માટે બુક કરાવેલી એ BCCIએ પણ બુક કરાવી હતી; સરકાર વચ્ચે પડી ત્યારે લગ્ન બીજી હોટલમાં શિફ્ટ કરાયા

રાંચી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝારખંડની રાજધાની રાંચીમાં 19 નવેમ્બરે યોજાનારી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ પરથી સંકટ ટળ્યું છે. એક લગ્નને કારણે આ મેચ પર મુશ્કેલી આવી હતી. બન્યું એવું કે બંને ટીમને જે હોટલમાં ઉતારવાની હતી ત્યાં એક લગ્નને કારણે મહેમાનો માટે પહેલેથી બુક કરાવાઈ હતી. લગ્ન પણ IAS ઓફિસરના હતા. તેમણે બુકિંગ છોડવાનો ઈનકાર કરી દીધો હતો.

કોરોનાના બાયો બબલના કડક નિયમોને કારણે ઈન્ડિયન ક્રિકેટ બોર્ડ BCCI પરેશાન થઈ ગયું છે. મામલો એટલો મોટો હતો કે BCCIએ મેચને બીજી જગ્યાએ શિફ્ટ કરવાની ધમકી પણ આપી દીધી. બાદમાં સરકારની દરમિયાનગીરીને કારણે ઓફિસર તૈયાર થયા. અધિકારી હોટલ છોડવા તૈયાર થતાં બે વર્ષ પછી રાંચીમાં યોજાનારી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ એક લગ્નને કારણે નહીં ટળે.

JSCA સ્ટેડિયમમાં પણ મેચની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે.
JSCA સ્ટેડિયમમાં પણ મેચની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે.

જે દિવસે મેચ છે એ દિવસે જ મહેમાન આવવાના છે
બિહાર કેડરના એક IAS અધિકારીએ 19 અને 20 નવેમ્બરે હોટલમાં 40-45 રૂમનું બુકિંગ કરાવ્યું હતું. આ તારીખે જ મેચ પણ યોજાવાની છે. BCCI પોતાના સ્ટાન્ડર્ડ મુજબ બીજી હોટલમાં જવા તૈયાર ન હતા. તેમનું કહેવું હતું કે અમે ખેલાડીઓને બાયો બબલ (એવી જગ્યા જ્યાં કોઈપણ બહારની વ્યક્તિને આવવાની મંજૂરી ન હોય)થી બહાર નીકળવાની અનુમિત નથી આપતા.

રેડિશન બ્લૂને છોડીને બીજી હોટલમાં બાયો બબલ બનાવવું મુશ્કેલ છે. એવામાં BCCIએ મેચને બીજી જગ્યાએ શિફ્ટ કરવાની ધમકી પણ આપી દીધી. પહેલાં IAS ઓફિસર પોતાનું બુકિંગ કેન્સલ કરાવવા માટે તૈયાર ન હતા. સરકારની રિકવેસ્ટ બાદ તેઓ પોતાના મહેમાનોને બીજી જગ્યાએ શિફ્ટ કરવાને લઈને તૈયાર થઈ ગયા.

ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે 75 રૂમ
હવે ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 મેચ 19 નવેમ્બરે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (JSCA) સ્ટેડિયમમાં જ રમાશે. હોટલ મેનેજમેન્ટ BCCIને રૂમ આપવા માટે તૈયાર છે. હોટલ રેડિસન બ્લૂના મેનેજર દેવેશે જણાવ્યું હતું કે JSCA દ્વારા 75 રૂમની ડિમાન્ડ કરવામાં આવી છે. તેમની વ્યવસ્થા લગભગ પૂરી કરવામાં આવી છે.

ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘના સચિવ સંજય સહાયે જણાવ્યું હતું કે મેચની તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીની સાથે સાથે સુરક્ષા અને હોટલ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે BCCIની ટીમ 14 ઓક્ટોબરે રાંચી આવશે.

જહાનાબાદના DDC મુકુલ કુમાર ગુપ્તાના રાંચીમાં લગ્ન થવાના છે.
જહાનાબાદના DDC મુકુલ કુમાર ગુપ્તાના રાંચીમાં લગ્ન થવાના છે.

DDCએ ભાસ્કરના સવાલ પર કહ્યું- થેન્ક યુ
19 અને 20 નવેમ્બરે રાંચીમાં જહનાબાદના DDC મુકુલ કુમાર ગુપ્તાના લગ્ન થવાના છે. તેમણે પોતાના મહેમાનોને ઉતારો આપવા માટે રેડિશન બ્લૂ હોટલના રૂમ બુક કરાવ્યા હતા. ભાસ્કરે તેમને મેચ યોજાય એ માટે શિફ્ટિંગ અને પડેલી મુશ્કેલી અંગેનો સવાલ પૂછ્યો તો તેમણે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો. તેમણે બસ થેન્ક યુ કહીને ફોન કાપી નાખ્યો.

તો રાંચીના DC છવિ રંજને જણાવ્યું હતું કે બિહારના અધિકારી સાથે આ મુદ્દે વાત થઈ. તેઓ ઘણા જ પોઝિટિવ છે. તેઓ બીજી જગ્યાએ શિફ્ટ થવા માટે તૈયાર છે. હોટલ મેનેજરને તેની વ્યવસ્થા માટેનું કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ હોટલમાં પહેલાં જેમણે બુકિંગ કરાવ્યું છે તેઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. ડિમાન્ડ મુજબ રૂમ તૈયાર કરી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...