ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં એક ભાઈને પોતાની બહેનનો મૃતદેહ હોસ્પિટલથી બાઇક પર લઈ જવો પડ્યો હતો. કારણ કે તેને હોસ્પિટલ તરફથી શબવાહીની નહોતી મળી. ભાઈ મૃતદેહને લઈને 5 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં તેની બહેનની સુસાઇડની જાણકારી અને હોસ્પિટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરી હતી.
બહેન ધોરણ 11મા ભણતી હતી. નાપાસ થવાના ડરે તેણે ગુરુવારે સાંજે ગણાફાંસો ખાઈ લીધો હતો. તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં શુક્રવારે સવારે તેનું મોત થયું હતું.
આ મામલો કોખરાજના આંબેડકર નગર શેરીનો છે. મૃતક 16 વર્ષની હતી. તેના ભાઈ કુલદીપે જણાવ્યું હતું કે 'બહેનને 11મા ધોરણની એક્ઝામ આપી હતી. તેના પેપર સારા નહોતા ગયા, જેનાથી તે હેરાન-પરેશાન રહેતી હતી. થોડા દિવસો પહેલા ખબર મળી કે રિઝલ્ટ આવશે, તો નાપાસ થવાનો ડર લાગવા લાગ્યો હતો.'
'ગુરુવારે તે અમારી સાથે ઘરમાં બેઠી હતી. થોડાક સમય પછી તે અંદર રૂમમાં જતી રહી હતી. ઘણો સમય થતાં બહાર ના આવતા, અમે અંદર ગયા હતા. જ્યાં જોતા તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે તેના શ્વાસ ચાલતા હોવાથી તરત જ નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં શુક્રવાર સવારે તેનું મોત થઈ ગયું હતું.'
હોસ્પિટલે લાંબુ બિલ પકડાવી દીધું, શબવાહીની પણ ના આપી
ભાઈ કુલદીપે કહ્યું હતું કે હોસ્પિટલમાં બહેનની ઠીકથી સારવાર કરી નહોતી. તેના મોત પછી હોસ્પિટલે લાંબુ બિલ પકડાવી દીધું હતું. જ્યારે અમે લોકોએ આટલા બધા પૈસા આપવાના ના પાડી દીધી, તો એ લોકોએ શબવાહીની દેવાની ના પાડી દીધી. અમે લોકોએ અડધા કલાક સુધી રાહ જોઈ, છતાં તે લોકો માન્યા નહોતા.
તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે
આ મામલે પોલીસ સ્ટેશન પ્રભારી રમેશ પટેલે કહ્યું હતું કે 'કુલદીપ નામનો યુવક પોતાની બહેનનો મૃતદેહ લઈને સ્ટેશન પહોંચ્યો હતો. મૃતેદેહને લઈને કાયદાકિય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાંથી શબવાહીની ના આપવાની વાત પરિવારના લોકોએ જણાવી છે. આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.'
હોસ્પિટલ સંચાલક સામે કાર્યવાહી થશે
કૌશાંબીના CMO ડૉ સુસ્પેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 'પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીના મોત પછી શબવાહીની ઉપ્લબ્ધ ના કરી દેવાનો મામલો સામે આવ્યો છે. તપાસ એડિશનલ CMO સ્તરના ઑફિસરને સોંપી દેવાઈ છે. રિપોર્ટ આવ્યા પછી હોસ્પિટલના સંચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.