તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Hospital On The Third Floor Of The Mall Also Caught Fire; 2 Died In The Accident, 76 Patients Were Rescued

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં કોવિડ હોસ્પિટલમાં આગ:14 કલાક બાદ પણ આગ બેકાબૂ, CM ઉદ્ધવ ઠાકરે ઘટનાસ્થળે પહોંચ્યા; મૃત્યુઆંક 10

મુંબઈ2 મહિનો પહેલા
  • મુંબઈમાં કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ

મુંબઇના ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. જો કે, હોસ્પિટલમાં દાખલ 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે 22 ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 14 કલાકની ભારે જહેમત બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી, રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

આપને જણાવી દઈએ કે જે મિલમાં આગ લાગી હતી, તે મોલ 2009માં બનાવવામાં આવ્યો હતો. આ મોલા લગભગ 1000 જેટલી નાની દુકાનો, 2 બેંકવેટ હૉલ અને એક હોસ્પિટલ છે. કોરોનાની હોસ્પિટલ શરૂ કરવા માટે ગયા વર્ષે કંડિશનલ ઓસી આપવામાં આવ્યું હતું. મોલ વિવાદિત રહ્યો છે અને ચાર વર્ષ પહેલા NCLTએ એક એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરેલ છે.

મોલમાં આગ લાગ્યા બાદ ત્રીજા માળે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોલમાં આગ લાગ્યા બાદ ત્રીજા માળે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગનું કારણ જાણી શકાયું નથી
મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે આગના કારણો હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે મેં પહેલીવાર મોલમાં હોસ્પિટલ જોઈ છે. આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ સહિત 70 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા માટે 22 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી.
ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા માટે 22 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી.
આગને કારણે બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા.
આગને કારણે બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા.

પહેલા પણ થઈ છે કોવિડ હોસ્પિટલોમાં દુર્ઘટનાઓ

  • આ પહેલા ગત વર્ષે 27 નવેમ્બરના રોજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં એક કોવિડ હોસ્પીટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા હતા. હોસ્પિટલમાં 33 કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી. મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા.
  • ગયા વર્ષે 21 નવેમ્બરના રોજ ગ્વાલિયરની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્યના કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગી હતી. ત્યાં દાખલ 9 દર્દીઓમાંથી 2 દર્દીઓને સામાન્ય ઇજા થઈ હતી. આગ લાગવાના કારણે અફરા તફરીમાં 2 દર્દીઓના મૃત્યુ થયા હતા. એક વેન્ટિલેટર પણ આગમાં સળગી ગયું હતુ.
  • ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક હોટલમાં લાગેલી આગમાં 10 લોકોનાં મૃત્યુ થયા હતા. હોટેલનો ઉપયોગ કોવિડ-19 સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો. ઘટનાસમયે અહીં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. મેડિકલ સ્ટાફના 10 લોકો પણ હતા.
  • તેના ત્રણ દિવસ પહેલા 6 ઓગસ્ટ 2020ના રોજ ગુજરાતના અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 દર્દીઓનાં મૃત્યુ થયા હતા. જેમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આગ હોસ્પિટલના ચોથા માળે લાગી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો