મુંબઈના પનવેલ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ યાત્રીને ધોળા દિવસે મોત દેખાયું હતું. આ દિવ્યાંગ યાત્રીએ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર આવતાં જ આ યાત્રી દોડીને ચઢવા ગયો હતો. આ દરમિયાન તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું અને ટ્રેન સાથે ઢસડાયો હતો. જો કે, પ્લેટફોર્મ પર હાજર RPF જવાને દિવ્યાંગ યાત્રીને ઢસડાતો જોઈ પાછળ દોટ મૂકી હતી. RPF જવાને જીવના જોખમે આ યાત્રીને ખેંચી લેતા તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે આવતાં બચી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.