કર્ણાટકમાં માંડ્યા જિલ્લામાં જામિયા મસ્જિદના સ્થાને પહેલા મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સહિત કેટલાક હિન્દુ જૂથો કહે છે કે એક પ્રાચીન હનુમાન મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. હિન્દુ સંગઠનોની આ દલીલ બાદ મસ્જિદના અધિકારીઓએ પણ સરકારને સુરક્ષાની અપીલ કરી છે.
હિન્દુ પક્ષની માંગો...
વિરોધ કરવા બદલ હિન્દુ જૂથ પર કાર્યવાહી
હિન્દુ જૂથે કહ્યું હતું કે તેઓ 4 જૂને મસ્જિદમાં પૂજા કરશે, જેના વિશે અધિકારીઓએ એલર્ટ થઈને 3 જૂને શહેરમાં કલમ 144 લાગુ કરી હતી. આ પછી પણ લોકો સહમત ન થતાં શનિવારે VHP અને બજરંગ દળના 100થી વધુ કાર્યકરોએ જામિયા મસ્જિદ ખાતે પ્રદર્શન કર્યું હતું. આ પછી પોલીસે તમામની અટકાયત કરી હતી.
હિન્દુઓએ કહ્યું- કબજો કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ
કાર્યકર્તાઓ પર કાર્યવાહી બાદ શ્રી રામ સેનાનાં પ્રમુખ પ્રમોદ મુથાલિકે કહ્યું કે પ્રદર્શનકારીઓને રોકવા તે યોગ્ય નથી. તેમને અટકાવવા જોઈએ જેમણે કબજો કર્યો છે. અહીં નમાજ અદા કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
આ વિવાદ 20 મેના રોજ શરૂ થયો હતો
મસ્જિદ પર વિવાદ 20 મેના રોજ શરૂ થયો હતો. VHP અને બજરંગદળે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી જ્ઞાનવાપી મસ્જિદની જેમ જામિયા મસ્જિદમાં સર્વે કરવામાં આવે. જેથી તેમાં મંદિર હોવાની પુષ્ટિ થશે. હિન્દુ જૂથો દાવો કરે છે કે મસ્જિદની જગ્યા પર પહેલા હનુમાનજીનું મંદિર હતું, જેને તોડીને તેના પર મસ્જિદ બનાવવામાં આવી હતી.
પૂર્વ મુખ્યમંત્રીનો દાવો - મંદિરનું અસ્તિત્વ સત્ય છે
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળના નેતા એચડી કુમારસ્વામી પણ આ દાવા સાથે જોડાયા છે. તેમનું કહેવું છે કે મંદિરનું અસ્તિત્વ સાચું હતું. એ જ રીતે ગોવામાં પણ પોર્ટુગીઝોએ મંદિરોમે તોડીને ચર્ચો બનાવ્યાં છે. આ સાથે જ કહ્યું કે જોઈએ કે સરકારી દસ્તાવેજો શું કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.