• Gujarati News
  • National
  • The Highest Salary In Chandigarh Bengaluru And The Lowest In Vadodara, The Average Annual Salary For Experienced Employees Up To 5 Years In The Country Is ~ 4.42 Lakh.

ભાસ્કર રિસર્ચ:ચંડીગઢ-બેંગલુરુમાં સૌથી વધુ અને વડોદરામાં સૌથી ઓછો પગાર, દેશમાં 5 વર્ષ સુધીના અનુભવી કર્મચારીઓને સરેરાશ વાર્ષિક વેતન ~4.42 લાખ

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 ટિયર-1 અને 10 ટિયર-2 શહેરોમાં સરેરાશ વેતન મુદ્દે પ્લેસમેન્ટ એજન્સી રેન્ડસ્ટેડનો રિપોર્ટ

જો તમે જાણવા ઈચ્છો છો કે નોકરી માટે સૌથી સારી જગ્યા ક્યાં છે અને કોને કેટલી સેલરી મળે છે, તો આ સમાચાર તમારા માટે છે. રેન્ડસ્ટેડના એક તાજા રિપોર્ટ પ્રમાણે, 0-14 વર્ષના અનુભવીઓને બેંગલુરુ-ચંડીગઢમાં સૌથી વધુ અને વડોદરામાં સૌથી ઓછો પગાર મળે છે. આ ઉપરાંત 15 વર્ષથી વધુ અનુભવ ધરાવતા લોકો માટે મુંબઈમાં સારો પગાર મળે છે.

જયપુરમાં સિનિયરોને સૌથી ઓછું રૂ. 18.22 લાખનું વાર્ષિક પેકેજ મળે છે. ટિયર-1માં આવતા અમદાવાદ, એનસીઆર, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઈ, કોલકાતા, પૂણે અને ટિયર-2ના ચંડીગઢ, જયપુર, ઈન્દરો, લખનઉ, કોચી, નાગપુર, ભુવનેશ્વર, કોઈમ્બતુર, વડોદરા અને થિરુવનંતપુરમમાં સરવે કરીને આ રિપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટ માટે જુનિયર (0-5 વર્ષ અનુભવ), મિડલ (6-14 વર્ષ અનુભવ) અને સિનિયર (15 વર્ષથી વધુ) એમ ત્રણ કેટેગરી નક્કી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...