તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Heartbreaking Death Toll From Corona In Cemeteries And Hospitals In Many Cities Across The Country, Whatever The Government Figures Say, Is Showing The Reality.

એ મોત જરા રુકજા:દેશના અનેક શહેરોના સ્મશાનો અને હોસ્પિટલોમાં કોરોનાથી થઈ રહેલા મોતની હૃદયદ્રાવક સ્થિતિ, સરકારી આંકડા ભલે ગમે તે કહે પણ તસવીરો વાસ્તવિકતા દર્શાવી રહી છે

4 મહિનો પહેલા

દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેર ભારે આફત લઈને આવી છે, કોરોનાની પહેલી લહેરની તુલનામાં બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુનો આંકડો પણ એટલી જ ગતિથી વધી રહ્યો છે. દેશના અનેક શહેરો-રાજ્યોમાંથી કોરોનાની ડરામણી તસવીરો સામે આવી રહી છે.

આ તસવીર મધ્ય પ્રદેશના વિજય નગર મુક્તિધામની છે. અહિં સોમવાર બપોર સુધીમાં 29 જેટલા મૃતદેહો આવ્યા હતા. સરકારી ચોપડે ભલે 11 દિવસમાં કોરોનાથી 43 મોત દર્શાવવામાં આવ્યા હોય, પણ શહેરના ત્રણ મુક્તિધામોમાં 24 કલાકમાં જ 23 કોવિડ મૃતદેહ પહોંચ્યા હતા.

આ તસવીર રાજસ્થાનની સૌથી મોટી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જયપુરની RUHSની છે, જ્યાં 5મી એપ્રિલ રોજ 1200 બેડ પૈકી 190 દર્દી દાખલ હતા, પણ મંગળવારે અહીં દાખલ દર્દીની સંખ્યા ત્રણ ગણી વધીને 550 થઈ ગઈ છે.

સયાજી મુક્તિધામમાં એક સાથે 28 ચિતા સળગાવવામાં આવી હતી
સયાજી મુક્તિધામમાં એક સાથે 28 ચિતા સળગાવવામાં આવી હતી

ઈન્દોર શહેરમાં હોસ્પિટલો જ નહીં પણ મુક્તિધામોમાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. કોરોના જંગમાં હારી ગયેલા લોકોના મૃતદેહોની અત્યંષ્ઠિ કરવા માટે મુક્તિધામોમાં કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. 51 જેટલા મુક્તિધામો-કબ્રસ્તાનો ધરાવતા ઈંદોરના પાંચ મુખ્ય મુક્તિધામોમાં એપ્રિલ મહિનાના 12 દિવસમાં 1001 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ પૈકી 319 મૃતદેહો કોરોના સંક્રમિતોના હતા. એટલે કે પ્રત્યેક ત્રીજુ મૃતદેહ સંક્રમિતનું હતું.

આ તસવીર ભોપાલના ભદભદા વિશ્રામ ઘાટની છે. અહીં સોમવારે 41 કોરોના સંક્રમિતોના મૃતદેહો પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા ઓછી પડી ગઈ હતી. જોકે સરકારી રેકોર્ડમાં આ આંકડો ફક્ત 8-9 જેટલો હતો.

પટનાની NMCHમાં મંગળવારે કોરોના સંક્રમિતનું મોત નિપજ્યા બાદ માર્ગ પર રૂદન કરી રહેલો પરિવાર
પટનાની NMCHમાં મંગળવારે કોરોના સંક્રમિતનું મોત નિપજ્યા બાદ માર્ગ પર રૂદન કરી રહેલો પરિવાર

બિહારમાં ફરી એક વખત કોરોના સંક્રમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં પટનાની 2 મોટી હોસ્પિટલોમાં 11 જેટલા કોરોના સંક્રમિતોના મોત નિપજ્યા છે. આ પૈકી PMCHમાં 7 અને NMCHમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતા કર્મચારીઓ. આ સમયે એક કર્મચારી PPE કીટ વગર નજર આવ્યો
મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતા કર્મચારીઓ. આ સમયે એક કર્મચારી PPE કીટ વગર નજર આવ્યો
ભૈંસાકુંડ પર એક સાથે સળતગી ચિત્તાઓ
ભૈંસાકુંડ પર એક સાથે સળતગી ચિત્તાઓ
લખનઉમાં ગોમતી ઘાટ પર સ્મશાનમાં એક સાથે સળગતી ચિત્તાઓ
લખનઉમાં ગોમતી ઘાટ પર સ્મશાનમાં એક સાથે સળગતી ચિત્તાઓ

ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. સૌથી ખરાબ સ્થિતિ રાજધાની લખનઉની છે. સરકારી આંકડા પ્રમાણે રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 31 અને છેલ્લા 10 દિવસમાં 120 કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જોકે લખનઉના સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનોમાં જે પ્રકારે મૃતદેહો આવી રહ્યા છે તે સરકારી ચોપડાથી તદ્દન વિપરીત સ્થિતિને દર્શાવે છે.