• Gujarati News
  • National
  • The Health Ministry Said 68% Of New Cases Of Corona Are Coming From Kerala Alone; Congress Targets Center And ICMR Over Corona Deaths

કોરોના અપડેટ:સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કોરોનાના 68% નવા કેસ એકલા કેરળથી જ સામે આવી રહ્યાં છે; કોરોનાને કારણે થયેલા મોતને લઈને કોંગ્રેસ સાધ્યું કેન્દ્ર અને ICMR પર નિશાન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરળમાં લગભગ 2 લાખ જેટલાં એક્ટિવ કેસ

દેશમાં કોરોના વાયરસ મહામારીના મામલામાં ઉતાર-ચઢાવ યથાવત છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં ગત સપ્તાહે સામે આવેલા કોવિડ-19ના કુલ મામલામાંથી 67.79 ટકા કેસ એકલા કેરળથી જ છે. અહીં લગભગ બે લાખ જેટલાં લોકો સારવાર હેઠળ છે. રાજેશ ભૂષણે કહ્યું કે ભારતના 34 જિલ્લામાં સાપ્તાહિક સંક્રમણ દર 10 ટકાથી વધુ જ્યારે 32 જિલ્લામાં આ 5-10 ટકા વચ્ચે જ છે.

સરકારે કહ્યું ભારતની 20 ટક વયસ્ક વસતિને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે 61 ટકા લોકોને એક ડોઝ અપાયો છે. તહેવારની સીઝન નજીક છે ત્યારે સરકારે અપીલ કરી છે કે વધુને વધુ લોકો વેક્સિનના બંને ડોઝ લે, કોવિડ-19 અનુકુળ આચરણ કરે, જવાબદારી સાથે યાત્રા અને જવાબદારીપૂર્વક તહેવારની ઉજવણી કરવા પર જોર આપી રહ્યાં છે.

દેશમાં 3,631 PSO ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે
રાજેશ ભૂષણે કહ્યું કે, 'દેશમાં 3,631 PSO ઓક્સીજન પ્લાન્ટ લગાડવામાં આવશે જેનાથી 2,088 મેટ્રિક ટન ઓક્સિજન મળશે. જેમાંથી કેન્દ્ર તરફથી 1,491 અને રાજ્ય દ્વારા 2,140 પ્લાન્ટ લગાડવામાં આવશે. દેશમાં અત્યાર સુધી 1,595 PSO પ્લાન બની ગયા છે જેમાંથી કેન્દ્ર સરકારે 731 પ્લાન્ટ લગાવ્યા છે અને બીજા પ્લાન્ટ રાજ્ય સરકાર લગડાવે છે.'

તેઓએ કહ્યું કે લક્ષદ્વીપ, ચંડીગઢ, ગોવા અને હિમાચલ પ્રદેશના તમામ નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ લગાડવામાં આવ્યા છે. દરરોજ 74.40 લાખ ડોઝ દેશમાં સરેરાશ લગાડવામાં આવી રહ્યાં છે. તેમ છતાં આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યાં છે ત્યારે માસ્ક જરૂરથી પહેરે.

તહેવારમાં જો સાવધાની નહીં રાખવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે
ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે અમને ખ્યાલ જ છે કે તહેવારો આવવાના છે. એવામાં જો મોટી સંખ્યામાં લોકો એકઠાં થશે તો મુશ્કેલી વધી શકે છે. સ્થિતિ પહેલાં કરતા સુધરી છે. કેરળમાં પણ કેસ ઓછા થયા છે. આવનારા દિવસોમાં હજુ વધુ સાવધાની રાખવાની જરૂર છે. બલરામ ભાર્ગવે વધુમાં કહ્યું કે બૂસ્ટર ડોઝની જગ્યાએ વધુને વધુ લોકોને બંને ડોઝ આપવાનું કામ પહેલાં પૂરું થાય તે વધુ જરૂરી છે.

ICMR પર કોંગ્રેસના આક્ષેપ
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાનના પ્રભારી અજય માકને ગુરૂવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કોરોના વાયરસ મહામારીને લઈને કેન્દ્ર સરકાર અને ICMR પર ગંભીર આરોપ લગાવ્યા છે. અજય માકને કહ્યું કે, 'કોરોના કાળમાં લોકોના મોતનો આંકડો કેન્દ્ર સરકાર અને ICMRએ છુપાવ્યા છે. આ મામલે કાયદાકીય રીતે તપાસ થવી જોઈએ. દેશમાં લાખો લોકોના જીવ ગયા અને તેની તપાસ થવી જોઈએ.'

અજય માકને કહ્યું કે, 'ICMR અને અન્ય સંગઠનોમાં કામ કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ પણ કોરોના પ્રબંધનની અનિયમિતતાઓને લઈને હવે આગળ આવી રહ્યાં છે. વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ ICMRમાં રાજકીય હસ્તક્ષેપ અને ડેટાની હેરાફેરી તરફ ઈશારો પણ કર્યો છે. જો કોરોના પ્રબંધનમાં રાજકીય હસ્તક્ષેપ નહીં થાય તો લાખો મોતને અટકાવી શકાય હોત.'

અન્ય સમાચારો પણ છે...