હિમાલય ચૂંટણી 2022:ગેરંટી તેમની હોય, જેમની વિશ્વસનિયતા હોય: શાહ

સુલહ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે હિમાચલના સુલહ તેમજ પાંવટા સાહિબમાં રેલી કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તર પર માતા-પુત્રની પાર્ટી છે અને હિમાચલમાં પણ માતા-પુત્રની પાર્ટી બનીને રહી ગઇ છે. તેઓ ત્યાં એ વાત પર મત માગી રહ્યા છે કે હિમાચલમાં એક વાર ભાજપ આવે છે તો બીજીવાર કોંગ્રેસ. ભાજપે અનેક રાજ્યોમાં આ રિવાજ બદલ્યો છે.

મણિપુર, યુપી, ઉત્તરાખંડ, આસામમાં બીજી વાર ભાજપની સરકાર બની છે. ગુજરાતમાં તો છ વાર ભાજપની સરકાર બની છે. હવે હિમાચલનો વારો છે. કોંગ્રેસ રાજ્યમાં 10 વાયદા લઇને ફરી રહી છે, પરંતુ તેઓને જ ખબર નથી કે ગેરંટી તેની હોય છે જેની વિશ્વસનીયતા હોય. જેમના શાસનમાં 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડ થયા, તેમના પર લોકો ભરોસો કેવી રીતે કરશે.

તૃષ્ટિકરણના કારણે કોંગ્રેસે રામમંદિર બનવા ન દીધું
શાહે કહ્યું કે, તૃષ્ટિકરણને કારણે કોંગ્રેસે રામમંદિર બનવા ન દીધું. તે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરે છે. અમે વર્ષોથી પેન્ડિંગ હાટી સમુદાયને અનામતનો લાભ આપ્યો તો કોંગ્રેસે દુષ્પ્રચાર કર્યો કે તેનાથી દલિતોને નુકસાન થશે. મોદી સરકારમાં કલમ 370 નાબૂદ થઇ, રામમંદિર બની રહ્યું છે. આતંકવાદ પર સર્જીકલ સ્ટ્રાઇક કરાઇ. કરતારપુર કોરિડોર બન્યું. ગુજરાતમાં સોમનાથ મંદિરના ક્ષેત્રના વિકાસ તેમજ પાવાગઢ સહિતના ધર્મસ્થળોનો
વિકાસ શક્ય બન્યો.

અન્ય સમાચારો પણ છે...