- Gujarati News
- National
- The Grandson Brought The 90 year old Mother To Cast Her Vote, And There Was Great Enthusiasm Among The Disabled
PHOTOSમાં UP નું બીજા તબક્કાનું મતદાન:પૌત્ર 90 વર્ષના માતાને મતદાન કરાવવા તેડીને લઈ આવ્યો, દિવ્યાંગોમાં પણ મતદાન કરવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો
- વૃધ્ધ પણ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા
યુપીમાં બીજા તબક્કા માટે 9 જિલ્લાની 55 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. અહીંના મતદારોનો ઉત્સાહ જોવા જેવો છે. 90 વર્ષના વૃધ્ધ પણ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા.જ્યારે, વિકલાંગોએ પણ મતદાન કરવામાં પોતાનો જુસ્સો બતાવ્યો હતો. તમામ મુશ્કેલીઓ છતાં તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કરવા પહોંચ્યા હતા.
દિગ્ગજોએ પણ પોતાનો મત આપ્યો
યુપી સરકારમાં મંત્રી જિતિન પ્રસાદ તેમની પત્ની નેહા પ્રસાદ સાથે શાહજહાંપુરના બૂથ પર પહોંચ્યા હતા. પોતાનો મત આપ્યા બાદ જીતિન પ્રસાદે ભાજપની જીતનો દાવો કર્યો હતો. ત્યાંથી 8 વખત ધારાસભ્ય રહેલા સુરેશ ખન્નાએ પણ શાહજહાંપુરમાં મતદાન કર્યું હતુ. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રામપુરમાં મતદાન કર્યું હતુ.
બદાયુંમાં સરકારી ગર્લ્સ ઇન્ટર કોલેજ બૂથ પર મુસ્લિમ મહિલા મતદારોની લાઇન લાગી છે. 55 બેઠકોની આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારોની ભૂમિકા નિર્ણાયક છે.
બીજેપી સાંસદ ધર્મેન્દ્ર કશ્યપે પોતાના પરિવાર સાથે આંવલામાં મતદાન કર્યું હતુ. ધર્મેન્દ્ર કશ્યપે ભાજપની જીતનો દાવો કર્યો હતો.
બદાયુંમાં યુવાનો સક્રિયપણે મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. મહેશ ચંદ્ર ગુપ્તા બદાયું સદરથી ઉમેદવાર છે. મહેશ યુપી સરકારમાં મંત્રી છે.
બરેલી કેન્ટથી કોંગ્રેસ છોડીને આવેલા સપા ઉમેદવાર સુપ્રિયા એરને તેમના પતિ પ્રવીણ સિંહ એરન સાથે પોતાનો મત આપ્યો હતો. અખિલેશે તેમને બરેલી કેન્ટથી ટિકિટ આપી હતી.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા યુપી સરકારના મંત્રી જિતિન પ્રસાદે પત્ની નેહા પ્રસાદ સાથે સુદામા પ્રસાદ ઈન્ટર કોલેજમાં પોતાનો મતદાન કર્યુ હતુ.
અમરોહામાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર નાગપાલે તેમની પત્ની અંશુ નાગપાલ સાથે મતદાન કર્યું હતું.
અમરોહામાં મતદારોનું તાપમાન તપાસી રહેલા મતદાન બુથના કાર્યકરો. કોરોના પ્રોટોકોલ મુજબ મતદારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
બિજનૌરના નૂરપુરમાં હરોલી બૂથ પર 90 વર્ષીય વૃધ્ધાને મત આપવા લઈ જતા પરિવારજનો.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ રામપુરમાં મતદાન કર્યુ હતુ. રામપુરની ચૂંટણી રસપ્રદ છે. પહેલીવાર આઝમ ખાન જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ પણ મતદાન કર્યું હતું. સતત 8 વખત ચૂંટણી જીતી રહેલા સુરેશ નવમી વખત ચૂંટણી મેદાનમાં છે.